નવાઝુદ્દીનની Sacred Gamesની બીજી સીઝનનું ટીઝર રિલીઝ

સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદિકીની વેબ સીરિઝ સૈક્રેડ ગેમ્સની પહેલી સીઝન સુપરહિટ રહી છે.

સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદિકીની વેબ સીરિઝ સૈક્રેડ ગેમ્સની પહેલી સીઝન સુપરહિટ રહી છે.

 • Share this:
  Netflix પર સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદિકીની વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સની પહેલી સીઝન સુપરહિટ રહી છે. નેટફ્લિક્સની સીરીઝને લોકોએ ઘણી પસંદ કરી છે. હવે તેની બીજી સીરીઝ આવવાની છે. ત્રિવેદીથી લઇને ગુરૂજી સહિતના તમામ રહસ્ય બીજી સીઝનમાં ખુલી જશે.

  નેટફ્લિક્સ ઇન્ડિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર સેક્રેડ ગેમ્સની બીજી સીઝનનું ટીઝર મૂક્યું છે. ટીઝરથી આ વાતનો સંકેત મળી રહ્યો છે કે ગણેશ ગાયતોંડેનું કેરેક્ટર બીજી સીઝનમાં પણ પોતાનો જલવો તેવો જ રાખશે. વોઇસઓવર દ્વારા ગણેશ ગાયતોંડે પોતાને એકમાત્ર ભગવાન ગણાવે છે.

  એક ડરાવે તેવી હસીની સાથે ટીઝરના અંતમાં સંવાદ બોલાયો છે કે તે એ જણાવવા માટે પૂરતું છે કે આ વખતની સીઝન પણ સસ્પેન્સથી ભરેલી હશે. ડાયલોગ છે કે આ વખતે ભગવાન પણ પોતાની જાતને બચાવી નહીં શકે.  વેબ સીરીઝમાં પોતાના કિરદાર અંગે એક ઇન્ટરવ્યૂમાં ઘણાં અનુભવ કહે છે. તેમણે કહ્યું હતું કે, "મને નથી લાગતું કે મારી ભૂમિકામાં કોઇપણ રીપીટેશન છે. જે લોકો તે કહે છે કે એક જેવું જ પાત્ર હું કરી રહ્યો છું, તો તેઓ આ ખોટો શબ્દ વાપરી રહ્યાં છે. મેં અત્યાર સુધી કરેલા સભી માફિયા કિરદારોમાંથી ગણેશ ગાયતોંડેનું પાત્ર એકદમ અલગ છે."
  Published by:Kaushal Pancholi
  First published: