Home /News /entertainment /

TMKOC: 'અંજલિ ભાભી'નાં આરોપનો આપ્યો પ્રોડ્યુસર આસિત મોદીએ જડબાતોડ જવાબ

TMKOC: 'અંજલિ ભાભી'નાં આરોપનો આપ્યો પ્રોડ્યુસર આસિત મોદીએ જડબાતોડ જવાબ

'અંજલિ ભાભી'નાં આરોપનો આપ્યો પ્રોડ્યુસર આસિત મોદીએ જડબાતોડ જવાબ

Taarak Mehta Ka Ooltah Chashmah: નેહા મેહતા (Neha Mehta) શૉનાં મેકર્સ પર આરોપ લગાવ્યો છે કે, તેને હજુ સુધી છેલ્લા છ મહિનાનું પેમેન્ટ મળ્યું નથી. તેને શૉ છોડે બે વર્ષનો સમય થઇ ગયો છે. અને તેની છ મહિનાની ફી ચુકવવામાં આવી નથી. આ વાત નેહા મેહતાએ 'ઇટાઇમ્સ'ને આપેલાં ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. જેનાં પર શૉનાં પ્રોડ્યુસર અસિત મોદીએ (Asit Modi)એ જવાબ આપ્યો છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી પર આવતાં સૌથી લોકપ્રિય કોમેડી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા ઘણાં સમયથી કોઇને કોઇ કારણે ચર્ચામાં છે. હાલમાં શૉને અલવિદા કહેનારી અંજલિ તારક મેહતાએ એટલે કે નેહા મેહતા (Neha Mehta) શૉનાં મેકર્સ પર આરોપ લગાવ્યો છે કે, તેને હજુ સુધી છેલ્લા છ મહિનાનું પેમેન્ટ મળ્યું નથી. તેને શૉ છોડે બે વર્ષનો સમય થઇ ગયો છે. અને તેની છ મહિનાની ફી ચુકવવામાં આવી નથી. આ વાત નેહા મેહતાએ 'ઇટાઇમ્સ'ને આપેલાં ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. જેનાં પર શૉનાં પ્રોડ્યુસર અસિત મોદીએ (Asit Modi)એ જવાબ આપ્યો છે.

    આ વિશે સમાચાર વાયરલ થતાની સાથે જ સિરિયલનાં પ્રોડ્યુસર અસિત મોદીએ પોતાનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. અસિત મોદીએ પોતાની કંપની ‘નીલા ફિલ્મ પ્રોડક્શન્સ પ્રા. લિ.’ વતી સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યું કે, ‘અમારા કલાકારોને અમે અમારો પરિવાર ગણીએ છીએ. એક્ઝિટ ડોક્યુમેન્ટ્સ સાઇન કરવા માટે અને કંપની પોલિસી પ્રમાણે ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ કરવા માટે અમે અનેકવાર નેહા મહેતાનો સંપર્ક કર્યો. પરંતુ એમણે છેલ્લાં બે વર્ષથી અમારી સાથેનું તમામ કમ્યુનિકેશન બંધ કરી દીધું અને અમને મળ્યાં વિના જ શો છોડી દીધો. અમે આશા રાખીએ છીએ કે જે શોએ તેમને 12 વર્ષની કરિયર અને પ્રસિદ્ધિ અપાવી છે તેના મેકર્સની સામે ખોટા આરોપો કરવાને બદલે તેઓ અમારા મેઇલ્સ અને કમ્યુનિકેશન્સનો જવાબ આપે. તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાનો અધિકાર અમે સુરક્ષિત રાખીએ છીએ.’




    મને ફરિયાદ કરવાની આદત નથી: નેહા મહેતા
    નેહા કહે છે- 'આ મારી મહેનતની કમાણી છે, જેને હું આ રીતે જવા દેવાની નથી. 2020 માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડતા પહેલા મેં શોમાં 12 વર્ષ સુધી અંજલિ મહેતાની ભૂમિકા ભજવી હતી. પરંતુ, મેકર્સે મને છેલ્લા 6 મહિનાના કામના પૈસા આપ્યા નથી. શો છોડ્યા પછી, મેં તેને મારી બાકી રકમ ચૂકવવા માટે ઘણી વખત ફોન કર્યો. મને ફરિયાદ કરવી ગમતી નથી. પરંતુ, આશા છે કે ટૂંક સમયમાં કોઈ ઉકેલ મળી જશે અને મને મારી મહેનતની કમાણી ચોક્કસપણે મળશે.

    2020 માં શો છોડી દીધો
    તમને જણાવી દઈએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડ્યા બાદ નેહા મહેતાએ એક મરાઠી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. આ સિવાય તે એક વેબ સિરીઝનો પણ ભાગ બનશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ ભાભીના પાત્ર માટે નેહા મહેતાને ઘર ઘરમાં ઓળખ મળી. જેમાં હવે સુનૈના ફોજદાર જોવા મળી રહી છે. નેહાએ આ શોમાં લગભગ 12 વર્ષ કામ કર્યું અને 2020માં શોને અલવિદા કહ્યું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Anjli mehta, Neha Mehta, Neha mehta fee, Producer Asit Modi, Taarak Mehta Ka Ooltah Chashmah

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन