એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની પ્રખ્યાત સિંગર નેહા કક્કડ (Neha Kakkar) હાલમાં પતિ રોહનપ્રીત સિંહ (Rohan Preet Singh)ની સાથે દુબઇમાં હનીમૂન પીરિયડ એન્જોય કરી રહી છે. આ પહેલાં તેમનાં લગ્ન ખુબજ ચર્ચામાં રહ્યાં. નેહા કક્કડનાં લગ્નની તસવીરો અને વીડિયો શેર કર્યા હતાં. હવે બંને હનીમૂન ટ્રિપ (Neha Kakkar Rohan Preet Honeymoon)નાં પણ ઘણાં વીડિયો સામે આવી રહ્યાં છે. હાલમાં જ નેહા કક્કડે તેનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ઓપન કારમાં બેસી દુબઇનાં રસ્તા પર ફરતી નજર આવી હતી. હવે નેહાએ દુબઇથી તેનાં હોટલ રૂમનો વીડિયો શેર કર્યો છે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે.
આ વીડિયોમાં નેહા, તેનાં પતિ રોહનપ્રીત સિંહનાં હાલમાં જ રિલીઝ થયેલાં ગીત 'એક્સ કોલિંગ' પર લિપસિંક કરતી નજર આવે છે. વીડિયો શેર કરતાં નેહાએ જણાવ્યું કે, તેને ગીત એટલું પસંદ આવ્યું છે વીડિયોમાં નેહા રોહન પ્રીતનાં ગીત એક્સ કોલિંગની તે લાઇન ગાતી નજર આવે છે જેનો અર્થ છે - અમે પ્રેમ દર્શાવતા હતાં તો તને બાળક લાગતા હતા.. રબ તને બાળક દે.. હું તો બસ એટલું જ કહી શકુ છું..'
વીડિયો શેર કરતાં નેહાએ આ ગીત પર પ્રેમ વરસાવ્યો છે. તો યૂઝર્સને પણ નેહાનો આ વીડિયો ઘણો જ પસંદ આવ્યો છે. યૂઝર્સે તેમનાં આ વીડિયો પર કમેન્ટ્સ દ્વારા પ્રતિક્રિયા આપી છે. આપને જણાવી દઇએ કે,આ ગીતને સોન્ગ રાઇટર બબ્બૂએ લખ્યું છે, અને રોહનપ્રીત સિંહે ગાયુ છે. ગીતમાં રોહનપ્રીત સિંહની સાથે ટીવી એક્ટ્રેસ અવનીત કૌર નજર આવી રહી છે. આ ગીત 10 નવેમ્બરનાં રિલીઝ થયુ હતું. જેને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ વ્યૂઝ મળી ગયા છે.
Published by:Margi Pandya
First published:November 13, 2020, 09:39 am