એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડની પ્રખ્યાત સિંગર નેહા કક્કડ તેનાં સુંદર અવાજ માટે જાણીતી છે. તે અવાર નવાર તેનાં વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ વખતે પણ નેહાએ ગણેશ ચતુર્થીનાં અવસરે તેનો વીડિયો શેર કર્યો છે. અને ફેન્સને ગણેશ ચતુર્થીની વધામણીઓ પાઠવી છે.
હાલમાં જ નેહાએ ફેન્સને ગણેશ ચતુર્થીની વધામણી પાઠવતા વીડિયો બનાવ્યો છે. નેહાએ જે વીડિયો શેર કર્યો છે તે ટિકટોક વીડિયો છે. જે તેનાં ફેન્સને ખુબજ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોની શરૂઆત નેહા ગણપતિ બાપ્પા મોરયા બોલીને કરે છે. અને તે બાદ તે કહે છે, 'મારા તમામ ફેન્સને ગણેશ ચતુર્થીની વધામણી. આપ સૌનાં પ્રેમ માટે આભાર, હું આપ સૌને કહેવાં માંગુ છુ કે, ફક્ત ખુશીઓ વહેંચો અને પ્રેમ પણ ખુબ બધો વહેંચો. સારુ કરો.. સારા રહો. ખુબજ સુંદર જીવન છે. કેવલ સારું કરો. ખરાબ કરીને શું ફાયદો છે. આપની આસપાસનાં તમામ લોકોને ખુશ રાખો. ખુશિયા વહેંચો દુનિયામાં સૌથી સારુ કામ છે. કારણ કે, આમ કરવાં પર આપને પણ ખુશી મળશે તો બસ તે જ કરો.'
માલૂમ થાય કે, નેહા કક્કડ ટિકટોક પર પણ ઘણી જ ફેમસ છે. તે ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક પર તેનાં વીડિયો શેર કરતી રહે છે. અહીં તેનાં કરોડો ફોલોઅર્સ છે. નેહા ઘણાં ફની ટિકટોક વીડિયો બનાવે છે જે વાયરલ થયા છે. તેનાં ફેન્સ આ ફની વીડિયોઝનાં દિવાના છે.
આપને જણાવી દઇએ કે, નેહાએ સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલની સિઝન-2માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. વર્ષ 2008માં નેહાએ નેહા ધ રોક સ્ટાર નામનાં આલબમથી મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. અને મીત બ્રધર્સે તેનું મ્યૂઝિક કોમ્પોઝ કર્યું. વર્ષ 2013માં નેહાએ ફિલ્મ 'ફટા પોસ્ટર નિકલા હિરો'નું 'ધતિંગ નાચ' ગીત ગાયું, જેને લોકોએ ખુબ પસંદ કર્યુ વર્ષ 2014માં નેહાએ હની સિંહની સાથે પ્રખ્યાત સોન્ગ સની સની.. ગાયું અને ત્યારથી તે ફિલ્મોમાં ગીતો માટે ઓળખાતી થઇ ગઇ.. તેનું ક્વિન ફિલ્મનું સોન્ગ 'લંડન ઠુમકદા' પણ ઘણું જ ફેમસ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર