નેહા કક્કર ખરેખર પ્રેગ્નન્ટ છે કે નહીં? ‘ડાન્સ દિવાને 3’ના સેટ પર રહસ્ય પરથી ઉઠ્યો પડદો

રોહનપ્રિત સાથે ડાન્સ દિવાને 3માં મહેામાન બની નેહા કક્કર

પતિ રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh ) સાથે રિયલીટી શો ‘ડાન્સ દિવાને 3’ની મહેમાન બનેલી નેહા કક્કરે (Neha Kakkar) એક સ્પર્ધકના પરફૉર્મન્સ બાદ ફૅમિલી પ્લાનિંગ અંગે શું કહ્યું?

 • Share this:
  મુંબઈ: સિંગર નેહા કક્કર (Neha Kakkar) ડાન્સ રિયલિટી શો ‘ડાન્સ દિવાને 3’ (Dance Deewane Season 3)માં જોવા મળી હતી. ત્યાં તેણે અને પતિ રોહનપ્રીત સિંહે (Rohanpreet Singh ) કહ્યું હતું કે, તેઓ હાલ ફૅમિલી પ્લાનિંગ (Family planning) નથી કરી રહ્યા. ઉલ્લેખનીય છે કે, એવા સમાચારો વહેતા થયા હતા કે તે પ્રેગ્નન્ટ છે.

  સ્પર્ધક ગુંજનના લુંગી ડાન્સ ગીત ઉપરનું પરફૉર્મન્સ નેહા કક્કરે માણ્યું હતું. ત્યાર પછી તેણે ગુંજનના વખાણ કર્યા અને ત્યાર બાદ કહ્યું હતું કે, રોહૂ (રોહનપ્રીત સિંહ) અને મેં હજુ સુધી બૅબીને લઈને કોઈ પ્લાનિંગ નથી કર્યું, પરંતુ જ્યારે પણ અમારું બૅબી હશે તો હું ઈચ્છીશ કે તે ગુંજન જેવું હોય. નેહા કક્કરના આ શબ્દો સાંભળીને ગુંજન ખુશ થઈ ગઈ.

  નેહા કક્કર અને રોહનપ્રીતે ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં લગ્ન કરી લીધા હતા. બે મહિના બાદ જ નેહા પ્રેગ્નન્ટ છે તેવી અફવા ફેલાઈ હતી. અચરજભરી વાત એ છે કે તેમણે અફવાને હવા આપી અને એક ફોટો લોકો સમક્ષ આવ્યો જેમાં નેહા બૅબી બમ્પ સાથે જોવા મળતી હતી. જોકે, બાદમાં ખબર પડી કે તે ‘ખ્યાલ રખા કર’ નામના મ્યુઝિક વિડીયોનો ફોટો હતો.

  ફેશન ડિઝાઈનર અનીતા ડોંગરે સાથે વાતચીત દરમિયાન રોહનપ્રીતે નેહા સાથેની પોતાની મુલાકાત યાદ કરી હતી. તે મ્યૂઝિક વિડીયો ‘નેહૂ દા વ્યાહ’ નામનો હતો. તેણે કહ્યું હતું કે, ‘અમે ખરેખર એક ગીતના શૂટિંગ પર જ મળ્યા હતા. તે ગીત હતું ‘નેહૂ દા વ્યાહ’. અને મને ખ્યાલ નહતો કે તેણે જે ગીત લખ્યું હતું તે એક દિવસ સાચું પડશે. ખરેખર મારું જીવન બદલાઈ ગયું તેને મળ્યા બાદ.’

  આ પણ વાંચો: KBC 13: સુનીલ શેટ્ટી-જેકી શ્રોફ કરશે ધમાલ; સુનીલ શેટ્ટીની પોસ્ટ પર ટાઇગરે કરી આવી કોમેન્ટ

  નેહા કક્કરે કહ્યું કે મને પહેલાથી રોહનપ્રીત તરફ આકર્ષણ હતું અને મને અનુભવતા વાર ન લાગી કે તે મારો પ્રેમી હશે. નેહાએ ઉમેર્યું કે, ‘મારું પહેલું અનુમાન એવું હતું કે રોહનપ્રીત સેટ પર બધા વ્યક્તિઓ સાથે સારી રીતે વર્તન કરે છે. લોકોને આદર આપે છે. અને નિર્વિવાદરૂપે તે સૌથી પ્રેમાળ છોકરો હતો. તેના તરફનું મારું આકર્ષણ મજબૂત હતું.’
  Published by:kuldipsinh barot
  First published: