Home /News /entertainment /Neha Kakkarએ તેનાં સ્વાસ્થ્ય અંગે કર્યો ખુલાસો, આ બીમારી મને તોડી નાંખે છે..

Neha Kakkarએ તેનાં સ્વાસ્થ્ય અંગે કર્યો ખુલાસો, આ બીમારી મને તોડી નાંખે છે..

નેહા કક્કડનો ખુલાસો

હાલમાં જ ઇન્ડિયન આઇડલ (Indian Idol)માં ગીતકાર સંતોષ આનંદ (Santosh Anand) અને સંગીતકાર પ્યારેલાલ (Pyarelaal) આવ્યા હતાં. જ્યાં એક નેક કામ માટે નેહા કક્કડ (Neha Kakkar)એ લાખો લોકોનું દિલ જીતી લીધુ છે. નેહા કક્કડે ગીતકાર સંતોષ આનંદની મદદથી ઘોષણા કરી છે.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની પ્રખ્યાત સિંગર નેહા કક્કડ (Neha Kakkar) હમેશાં કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. હાલમાં નેહા કક્કડ સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ 12' (Indian Idol 12) ને જજ કરે છે. શોમાં નેહા કક્કડનાં ચર્ચા ઓછા નથી. હાલમાં ઇન્ડિયન આઇડલમાં ગીતકાર સંતોષ આનંદ (Santosh Anand) અને સંગીતકાર પ્યારેલાલ (Pyarelal)એ હાજરી આપી હતી. જ્યાં એક સારા કામ દ્વારા નેહા કક્કડે લાખો લોકોનું દિલ જીતી લીધુ છે. નેહા કક્કડ ગીતકાર સંતોષ આનંદની મદદની જાહેરાત કરી છે. સિંગરે સૌની સામે આ જાહેરાત કરી છે.

આ વચ્ચે તેણે તેનાં સ્વાસ્થ્ય અંગે એક ચોકાવનારો ખુલાસો કર્યો છે. નેહા કક્કડે શોમાં જણાવ્યું કે, લાંબા સમયથી તે એક બીમારીની ચપેટમાં છે. આ બીમારી એંગ્ઝાઇટી છે. જેનાંથી તે વર્ષોથી પિડાઇ રહી છે. નેહા કક્કડે જણાવ્યું કે, આ બીમારીને કારણે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ઘણી વખત તેને લાગે છે કે, ઘર, પરિવાર અને પાસા તેની પાસે બધુ જ છે પણ તેમ છતાં આ બીમારી તેનો પીછો નથી છોડતી.



નેહાએ કરેલાં આ કન્ફેશન બાદ તેનાં ફેન્સ હેરાન છે. જોકે, આ પહેલી વખત નથી જ્યારે તેણે તેની પર્સનલ લાઇફ અંગે તેનાં જીવન અંગે અને સ્ટ્રગલ અંગે ખુલાસો કર્યો હોય .સિંગર ઘણી વખત તેનાં સ્ટ્રગલિંગ ડેઝ અંગે વાત કરી છે તે તેનો જૂનો સમય તે દિવસો ક્યારેય ભૂલી નથી.
First published:

Tags: Entertainment news, Indian Idol 12, Neha kakkar, News in Gujarati, Tv news, બોલીવુડ, બોલીવુડ ન્યૂઝ

विज्ञापन