એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: નેહા કક્કડ (Neha Kakkar) એ શુક્રવારનાં તેનાં ફેન્સને મોટું સરપ્રાઇઝ આપી હતી. નેહાએ બે મહિના પહેલાં જ રોહૂ એટલે કે, રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા બાદ હવે નેહાએ તેની પ્રેગ્નેન્સી (Neha Kakkar Pregnant) ની ખબર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જી હાં, નેહા કક્કડ જલ્દી જ માતા બનવા જઇ રહી છે. નેહાએ ઇન્સ્ટાગ્રામ પર પતિ રોહન પ્રીત સિંહ (Rohanpeet Singh)ની સાથે એક ક્યૂટ અને રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. જેમાં તે તેનું બેબી બમ્પ ફ્લોન્ટ કરે છે.
આ ખુશીને ફેન્સની સાથે શેર કરવાંમાં નેહાએ જરાં પણ વાર નહોતી લગાવી. તેણે બ્લૂ ડેનિમ ડંગરીમાં તેની તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યુ છે કે, '#KhyalRakhyaKar.'
આ ખબર સોશિયલ મીડિયા પર આવ્યા બાદ નેહાનાં નાથી સોશિયલ મીડિયા પર મિમ્સ વાયરલ થઇ રહ્યાં છે સૌ કોઇ હાર્દિક પંડ્યા અને રોહનપ્રીત સિંહ અંગે મીમ્સ વાયરલ થઇ રહ્યા છે. અને લોકો તેમને ટ્રોલ કરી રહ્યાં છે.
કેટલાંક લોકો નેહાની પ્રેગ્નેન્સીની ખબર પર 'આટલી જલ્દી' એવો સવાલ ઉઠાવી રહ્યાં છે. નેહા કક્કડનાં હેશટેગ સાથે તે ટ્રોલિંગ થઇ રહી છે.
Published by:Margi Pandya
First published:December 18, 2020, 18:58 pm