Home /News /entertainment /

નેહા કક્કડનાં પતિ રોહનપ્રીત સિંહની હીરાની વિંટી અને આઇફોન અને એપલ વોચ હોટલનાં રૂમમાંથી ચોરાઇ

નેહા કક્કડનાં પતિ રોહનપ્રીત સિંહની હીરાની વિંટી અને આઇફોન અને એપલ વોચ હોટલનાં રૂમમાંથી ચોરાઇ

નેહા કક્કડનાં પતિ રોહનની હીરાની વિંટી અને આઇફોન અને એપલ વોચ હોટલનાં રૂમમાંથી ચોરાઇ

રોહનપ્રીત સિંહ (Rohanpreet Sigh) ચંદીગઢ-મનાલી નેશનલ હાઇવે પર મંડી શહેરની નજીક એક નામી હોટલમાં રોકાયો હતો. સુતા પહેલાં સુધી તેની પાસેથી આઇફોન વોચ, એપલ આઇફોન અને હીરાની વિંટી અને અન્ય સામાન મુક્યો હતો. સુતા સમયે તેણે બધો જ સામાન પાસે રાખેલાં ટેબલ પર મુકી દીધો હતો. સવારે ઉઠીને જોયું તો ટેબલ પરથી બધોજ સામાન ગૂમ હતો.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પ્રખઅયાત બોલિવૂડ સિંગર નેહા કક્કડ (Neha Kakkar)નો પતિ રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh)ની સાથે ચોરીની ઘટના બની છે. કુલ્લુમનાલી ફરીને આવી રહેલાં રોહનપ્રીત સિંહ હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)નાં મંડી જિલ્લાની એક પ્રખ્યાત હોટલમાં રોકાયો હતો. જ્યાંથી તેની એપલની વોચ, આઇફોન અને હીરાની વિંટી ચોરી થઇ છે. આ ઘટનાની જાણકારી પોલીસને કરવામાં આવી છએ જે બાદ કેસ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

    રોહનપ્રીત સિંહ (Rohanpreet Sigh) ચંદીગઢ-મનાલી નેશનલ હાઇવે પર મંડી શહેરની નજીક એક નામી હોટલમાં રોકાયો હતો. સુતા પહેલાં સુધી તેની પાસેથી આઇફોન વોચ, એપલ આઇફોન અને હીરાની વિંટી અને અન્ય સામાન મુક્યો હતો. સુતા સમયે તેણે બધો જ સામાન પાસે રાખેલાં ટેબલ પર મુકી દીધો હતો. સવારે ઉઠીને જોયું તો ટેબલ પરથી બધોજ સામાન ગૂમ હતો.




    હોટલ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી
    જ્યારે રોહનપ્રીત ઘણી શોધખોળ કરવા છતાં સામાન ન મળ્યો તો તેણે હોટલ મેનેજમેન્ટને તેની જાણ કરી. હોટેલ મેનેજમેન્ટે ગુમ થયેલા સામાન અંગે પોલીસને જાણ કરી હતી. મામલો હાઈ પ્રોફાઈલ હોવાના કારણે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

    આ પણ વાંચો- PHOTOS: સોહેલ ખાન-સીમા સહીત આ 6 સેલિબ્રિટી કપલ્સના બ્રેકઅપનાં ખબરથી ચાહકોને પણ લાગ્યો હતો આંચકો

    એસપી મંડીએ જણાવ્યું કે, હોટલ સ્ટાફ અને કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે એસપી મંડી શાલિની અગ્નિહોત્રીએ સમગ્ર મામલાની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે ચોરીના આ મામલાને ઉકેલવા માટે પોલીસ હોટલના કર્મચારીઓ અને કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે. આ સાથે હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરાની પણ ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી ચોરીની ઘટનાને જલ્દી ઉકેલી શકાય.

    સિંગર તરફથી કોઈ અપડેટ આવ્યું નથી
    તમને જણાવી દઈએ કે રોહનપ્રીતે ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. જેમાં તે તેની પત્ની નેહા કક્કર સાથે જોવા મળી રહ્યો છે. બંને હાથમાં ચા પકડે છે. વીડિયો હોટલ જેવો દેખાય છે. જો કે, આ મામલે સિંગર તરફથી હજુ સુધી કોઈ અપડેટ બહાર આવ્યું નથી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Neha kakkar, Rohanpreet

    આગામી સમાચાર