Union
Budget 2023

Highlights

Home /News /entertainment /બ્રેકઅપ અંગે નેહાએ કહ્યું-સમય એને સમર્પિત કર્યો જે લાયક નહોતો

બ્રેકઅપ અંગે નેહાએ કહ્યું-સમય એને સમર્પિત કર્યો જે લાયક નહોતો

નેહા કક્કડ

બોલિવૂડ સિંગર નેહા કક્કડ આજકાલ તેના એક્સ બોયફ્રેન્ડ હિમાંશ કોહલીને લઇને ચર્ચામાં છે

  ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ સિંગર નેહા કક્કડ આજકાલ તેના એક્સ બોયફ્રેન્ડ હિમાંશ કોહલીને લઇને ચર્ચામાં છે. બન્નેનું હાલમાં જ બ્રેકઅપ થયું છે. તેઓ એક-બીજાને પ્રેમ કરતાં હતાં. તેઓ રિલેશનશિપમાં હતાં ત્યારે એના વિશે કોઇ વાત નહોતી કરી. સોશિયલ મીડિયામાં તેમની પ્રેમ કહાણી સ્પષ્ટ દેખાતી હતી, પણ બ્રેકઅપ બાદ બન્નેએ એક-બીજાને સોશિયલ મીડિયામાં અનફોલો કરી દીધા છે. હવે નેહાએ બ્રેકઅપ વિશે ખુલીને વાત કરી છે.

  નેહા કક્કડે દૈનિક ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું કે, એ સમય બહુ મુશ્કેલ હતો. હું ડિપ્રેશનમાં હતી અને બ્રેકઅપ સાથે તેનો સામનો કરવો બહુ ખરાબ સમય હતો. જોકે, હવે હું બહાર આવી ગઇ છું. અત્યારે હું એટલું જ કહી શકું છું કે સિંગલ રહેવું મારા જીવનનો સૌથી સારો અહેસાસ છે.

  આ પણ વાંચો: રણબિરને જોઇને આલિયાની થઇ જાય છે આવી હાલત, કર્યો ખુલાસો

  નેહાએ કહ્યું કે, જ્યારે હું રિલેશનશિપમાં હતી, ત્યારે પરિવાર અને મિત્રોને સમય નહોતી આપી શકતી. એ સમયે મેં મારો સમય અને એનર્જી એ વ્યક્તિને સમર્પિત કરી જે તેને લાયક ન હતો. આટલો સમય આપવા છતાં તેણે હંમેશા સાથ ન હોવાની ફરિયાદ કરી. હું એ સંબંધોથી આગળ નીકળી ગઇ છું. હું ફરીથી પ્રેમ કરવા માટે તૈયાર નથી. હું સિંગલ રહીને ખુશ છું. હવે હેપી સ્પેસમાં છું. જે કંઇ થયું એનાથી ખુશ છું. કેમ કે, એણે મને પરિવારના સભ્યોના મહત્વનો અહેસાસ કરાવ્યો.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Breakup, Himansh kohli, Neha Kakkad, પ્રથમવાર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन