Home /News /entertainment /

નેહા ધુપિયાએ પોતાનાથી નાના બેસ્ટ ફ્રેન્ડ સાથે કર્યા ગૂપચૂપ લગ્ન

નેહા ધુપિયાએ પોતાનાથી નાના બેસ્ટ ફ્રેન્ડ સાથે કર્યા ગૂપચૂપ લગ્ન

    બોલિવૂડ અભિનેત્રી નેહા ધુપિયાએ ગૂપચૂપ લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે. 37 વર્ષની અભિનેત્રી નેહા ધુપિયાએ પોતાની ઉંમરથી બે વર્ષ નાના અભિનેતા અંગદ બેદી સાથે પંજાબી રિવાજો પ્રમાણે આજે લગ્ન કરી દીધા છે.

    નેહા ધુપિયા ફિલ્મો અને ટીવીનો ચર્ચિત ચહેરો છે. અચાનક આવેલી લગ્નની ખબરે તેમના ફેનને હેરાન કરી દીધા હતાં.

    ટ્વિટર પર ખુશખબરી આપતા નેહાએ લખ્યું કે પોતાના બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે અને આ મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ નિર્ણય છે.

    જ્યારે આનંદે પણ નેહા સાથેના લગ્નની જાહેરાત ટ્વિટર પર કરી લીધી છે.

    બોલિવૂડ અભિનેતા કરણ જૌહરે લગ્નના બંધનમાં બંધાયેલ આ જોડીને ટ્વિટર પર શુભકામનાઓ આપી છે.

    પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીના દિકરા અંગદ બેદી દિલ્હી માટે રણજી રમી ચુક્યાં છે. તેમણે મોડલીંગમાં હાથ અજમાવીને એક્ટિંગમાં આવ્યાં છે. અંગદ બેદીએ રેમી ડીસૂજાની 'ફાલતૂ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. અંગદે ઉંગલી, પિંક,ટાઇગર ઝિંદા હે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમની આવનારી ફિલ્મ સૂરમા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Angad bedi, Marriage, Neha dhupia

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन