Home /News /entertainment /

Neha Dhupia Pregnant: નેહા ધૂપિયા બીજી વખત બનવાની છે મા, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

Neha Dhupia Pregnant: નેહા ધૂપિયા બીજી વખત બનવાની છે મા, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

(PHOTO: Instagram @nehadhupia)

નેહા ધૂપિયા (Neha Dhupia)એ સોશિયલ મીડિયા પર તેની બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે. તેણે એક ફેમિલી ફોટો શેર કર્યો છે. જેમાં તેની સાથે તેની દીકરી મેહર અને પતિ અંગદ બેદી નજર આવી રહ્યાં છે. તો નેહા ફોટોમાં તેનું બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા (Neha Dhupia) અને અંગદ બેદી (Angad Bedi) બીજી વખત માતા પિતા બનવાં જઇ રહ્યાં છે. નેહાં ધૂપિયાએ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે આ ખુશખબરી શેર કરી છે. એક્ટ્રેસે જેમ આ ફેન્સ સાથે આ ખુશખબરી શેર કરી લોકો તેને વધામણાં આપી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર નેહા ધૂપિયાની પ્રેગ્નેન્સી (Neha Dhupia Pregnant) થવાં અંગે તેને અને અંગદ બેદીને ખુબ ખુબ વધામણાં મળી રહ્યાં છે. પોતાની પોસ્ટમાં નેહાએ પરિવારમાં નવો સભ્ય જોડાવવા અંગે વાત કરી છે.

    નેહા ધૂપિયા (Neha Dhupia)એ સોશિયલ મીડિયા પર તેની સેકેન્ડ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે. તેણે એક ફેમિલી ફોટો શેર કર્યો છે. જેમાં તેની સાથે તેની દીકરી મેહર અને પતિ અંગદ બેદી નજર આવે છે ત્રણેયે બ્લેક ડ્રેસ પહેર્યો છે. બ્લેક બોડીકોન ડ્રેસમાં જ્યાં નેહા બેબી બંપ ફ્લોન્ટ કરી રહી છે. તો તે અંગદ બેદી તેનાં બેબી બંપ પર હાથ રાખેલો નજર આવે છે. અને એક હાથથી તેણે દીકરી મેહરને ઉચકેલી છે. મેહર પણ નેહાનાં બેબી બંપને જોતી નજર આવી રહી છે.



    નેહા ધૂપિયાએ ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે તેને તેની પ્રેગ્નેન્સીની જાહેરાત માટે કેપ્શન વિચારવામાં સમય લાગી ગયો. તે લખે છે કે, 'અમે એક કેપ્શન શોંધવામાં બે દિવસથી લાગ્યા હતાં.. જે બાદ અમને સૌથી ઉત્તમ કંઇ વિચારી શકતા હતાં.. તે છે .. આભાર ભગવાન.'

    (PHOTO: Instagram @nehadhupia)


    નેહા ધૂપિયાની પોસ્ટ પર રોહિત રેડ્ડીથી લઇ અમિતાભ બચ્ચનની દોહીત્રી નવ્યા નવેલી નંદા સુધી સૌએ તેને બીજી વખત માતા બનવાનાં વધામણાં આપ્યાં છે. નેહા ધૂપિયાએ 2018માં અંગદ બેદી સાથે અચાનક જ લગ્ન કરી લીધા. તેમનાં લગ્નથી સૌ કોઇ ચૌકી ગયા હતાં. તે બાદ એક્ટ્રેસે સ્વીકાર્યું હતું કે, જ્યારે તેને તેની પ્રેગ્નેન્સી અંગે માલૂમ થયું તો તેણે અને અંગદે ઉતાવળે લગ્ન કર્યા હતાં.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Angad bedi, Mehar Bedi, Neha dhupia, Neha Dhupia Instagram, Neha dhupia pregnant

    આગામી સમાચાર