Home /News /entertainment /

અભિનેત્રી નેહા ધુપિયા છે પ્રેગ્નેટ, ત્રણ મહિના પહેલા જ થયા છે લગ્ન

અભિનેત્રી નેહા ધુપિયા છે પ્રેગ્નેટ, ત્રણ મહિના પહેલા જ થયા છે લગ્ન

નેહા ધુપિયા માતા બનવાની છે. તેણે પોતે જ સોશિયલ મીડિયા પર પોતાના બેબી બંપ સાથેની તસવીર શેર કરી

નેહાએ સોશિયલ મીડિયા પર પોતાના બેબી બંપ સાથેની તસવીર શેર કરી, આ તસવીરમાં અંગદ બેદી અને નેહા પ્રેગ્નન્સી ફોટો શૂટ કરતા જોવા મળે છે

    નેહા ધુપિયા થોડાક મહિના પહેલા અચાનક લગ્ન કરવાના સમાચારને કારણે ચર્ચામાં આવી હતી. તેણે પોતાના મિત્ર અંગત બેદી સાથે 10 મે ના રોજ ગુરુદ્વારામાં થોડાક મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. આ પછી ઘણી વખત એવી અટકળો કરવામાં આવી હતી કે તે માતા બનવાની છે. જોકે આ પ્રકારના કોઇપણ સવાલ પર નેહા અને અંગદ બેદીએ કોઈ જવાબ આપ્યો ન હતો. અંગદ ઘણી વખત આવા સવાલો ઉપર ગુસ્સે થયો હતો. જોકે હવે આ અટકળો પરથી પડદો ઉઠી ગયો છે.

    નેહા ધુપિયા માતા બનવાની છે. તેણે પોતે જ સોશિયલ મીડિયા પર પોતાના બેબી બંપ સાથેની તસવીર શેર કરી હતી. આ તસવીરમાં અંગદ બેદી અને નેહા પ્રેગ્નન્સી ફોટો શૂટ કરતા જોવા મળે છે. આ તસવીર શેર કરતા નેહાએ 3 of us સાથે હેશટેગ આપ્યું છે સતનામ વાહેગુરુ.



    ફેમિના મિસ ઇન્ડિયા 2018ની એક ઇવેન્ટમાં નેહા પતિ અંગદ બેદી સાથે પહોંચી હતી.અહીં તેના વધેલા વજન પર બધાનું ધ્યાન ગયું હતું. આખરે આટલા ઓછા સમયમાં નેહા એકદમ મોટી કેવી રીતે થઈ શકે છે. હવે તેના પ્રશંસકોને આ સવાલનો જવાબ મળી ગયો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Angad bedi, Neha dhupia, Pregnant

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन