A Thursday ફિલ્મના શૂટિંગ દરમિયાન ગર્ભવતી હતી નેહા ધુપિયા, આ ચિંતાના કારણે કર્યો હતો ડોક્ટરને કોલ
A Thursday ફિલ્મના શૂટિંગ દરમિયાન ગર્ભવતી હતી નેહા ધુપિયા, આ ચિંતાના કારણે કર્યો હતો ડોક્ટરને કોલ
નેહા ધુપિયા એ થર્સ ડે
ફિલ્મ A Thursday માં નેહા (Neha dhupia) ને એસીપી કેથરિન અલ્વારેઝના રોલ માટે ફાઇનલ કરવામાં આવી હતી, ત્યારે તેને બાળકની અપેક્ષા નહોતી. પરંતુ ફિલ્મ ફ્લોર પર ગઈ ત્યાં સુધીમાં તે પ્રેગ્નન્ટ થઇ ગઇ હતી. તેને નિર્માતાને વાત કરી હવે આ જે છે એ છે. તારે શું કરવું છે?
બેહઝાદ ખંબાટાની ફિલ્મ A Thursdayમાં જોરદાર ભૂમિકા માટે નેહા ધૂપિયા (Neha dhupia) ની વાહ વાહ થઈ રહી છે. તેમાં ડિમ્પલ કાપડિયા, અતુલ કુલકર્ણી અને માયા સરાઓ પણ મુખ્ય ભૂમિકામાં છે. તે અત્યારે ડિઝની + હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે. આ ફિલ્મમાં શાળામાં નેહા ધૂપિયા 16 બાળકોને બંધક બનાવનાર બુદ્ધિશાળી પ્લેસ્કૂલ શિક્ષિકા નૈના જયસ્વાલ (Yami Gautam)ને શોધવાનો પ્રયાસ કરી રહેલ સગર્ભા પોલીસ ઓફિસરની ભૂમિકા નિભાવી રહી છે.
નેહાને એસીપી કેથરિન અલ્વારેઝના રોલ માટે ફાઇનલ કરવામાં આવી હતી, ત્યારે તેને બાળકની અપેક્ષા નહોતી. પરંતુ ફિલ્મ ફ્લોર પર ગઈ ત્યાં સુધીમાં તે પ્રેગ્નન્ટ થઇ ગઇ હતી.
આ બાબતે નેહાએ જણાવ્યું હતું કે, બેહઝાદે તરત જ વિચાર્યું કે હું આ ભાગ માટે સારી રહીશ અને મેં પણ તરત જ વિચાર્યું કે હું આ દિગ્દર્શક સાથે કામ કરવા માંગું છું જેથી કેમિસ્ટ્રી જામશે. ત્યારબાદ યામીને આવી રસપ્રદ ભૂમિકા ભજવતી સાંભળીને તૈયાર થઈ ગઈ હતી. જ્યારે મને આ ભાગ માટે કાસ્ટ કરવામાં આવી હતી ત્યારે હું ગર્ભવતી ન હતી અને પછી 7 મહિના પછી હું બેહઝાદને મળી કારણ કે લોકડાઉન હતું અને અમે શૂટિંગ કરી શક્યા ન હતા. તે સમયે બીજી લહેર ચાલતી હતી અને હું ગર્ભવતી હતી. મેં તેને કહ્યું, બેહઝાદ આ જે છે એ છે. તારે શું કરવું છે?
નેહાએ બેહઝાદ અને નિર્માતા રોની સ્ક્રુવાલાની સમર્થન આપવા બદલ પ્રશંસા કરી છે. નેહાએ ઉમેર્યું હતું કે, આ પ્રકારના ચેન્જમેકર્સની જરૂર છે. એક તો સ્ત્રીઓ તરીકે, માતા તરીકે, અથવા સગર્ભા સ્ત્રીઓ તરીકે અમે કામ પર પાછા ફરવા માંગીએ છીએ અને તેઓ આ તકો ઉભી કરે છે, તેથી લબેહઝાદ અને રોનીની પ્રશંસા કરું છું.
પ્રેગ્નન્સી દરમિયાન એક્શન સિક્વન્સ ફિલ્માવતી વખતે પોતાની આશંકાઓ વિશે વાત કરતાં નેહાએ કહ્યું હતું કે ,હું મારા ગાયનેકોલોજિસ્ટને ફોન કરીને પૂછતી હતી કે, શું બંદૂકની ગોળીઓના અવાજથી મારા પુત્રને તકલીફ થશે? દેખીતી રીતે જ મને ખબર નહોતી કે એ વખતે મારા ગર્ભમાં શું હતું, પણ મેં તેને કહ્યું કે મારું બાળક મારા ગર્ભમાં છે. તેણે કહ્યું કે, ચિંતા ન કર. તું આગળ વધી શકે છે અને તારે જે કરવું હોય તે કરી શકે છે. આવી બાબતોમાં આઠ મહિનાની ગર્ભવતી હોય ત્યારે કામ પર મોકલે તેવા બહાદુર ડોક્ટરનું હોવું પણ જરૂરી છે.
A Thursdayમાં કામ કર્યા પછી અભિનેત્રી તરીકે પોતાના વિશે કંઈપણ આશ્ચર્ય થયું? આ સવાલના જવાબમાં નેહાએ કહ્યું કે, એક વસ્તુ જેણે મને આશ્ચર્યચકિત કરી દીધી તે એ હતી કે હવે જ્યારે હું સેટ પર જાઉં છું ત્યારે કંઈપણ મુશ્કેલ લાગતું નથી. શરૂઆતમાં વરસાદમાં શૂટિંગ કરવું અઘરું હતું અથવા તો અકળામણ થતી હોય તેમ લાગતું હતું. હું સવારે 7 વાગ્યે કામ પર જતી તેથી હું મોર્નિંગ સિકનેસ સાથે 5 વાગે ઉઠતી હતી. વરસાદમાં શૂટિંગ કરવા સહિતની ઘણી બધી વસ્તુઓની પરેશન કરતી હતી. તેથી હવે જ્યારે હું સેટ પર હોઉં અને મને પરેશાન કરે તેવી નાની નાની ભૂલો અથવા નાની નાની વસ્તુઓ જોઉં ત્યારે હવે મને લાગે કે તે ટ્રેનિંગનું ગ્રાઉન્ડ હતું. તેથી હવે મને તે વસ્તુઓ વધુ પરેશાન કરતી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર