Home /News /entertainment /

Happy Birthday Neha Dhupia: ત્રણ અફેર પછી નેહા ધૂપિયાએ ચુપચાપ કરી લીધા અંગદ બેદી સાથે લગ્ન

Happy Birthday Neha Dhupia: ત્રણ અફેર પછી નેહા ધૂપિયાએ ચુપચાપ કરી લીધા અંગદ બેદી સાથે લગ્ન

બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયાની ફાઇલ તસવીર

happy birthday bollywood actress Neha dhupia: નેહાએ પોતાના બોલિવૂડ કરિયરની (Neha dhupia Bollywood career) શરુઆત વર્ષ 2003માં ફિલ્મ કયામતઃ સીટી અંડર થ્રેટથી કરી હતી. હૈરી બાજવા નિર્દેશિત આ ફિલ્મમાં (Neha dhupia movie) નેહાએ અજય દેવગણની ગર્લફ્રેન્ડની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસમાં (box office) વધારે કમાણી ન કરી શકી. નેહાની અસલી ઓળખ વર્ષ 2004માં આવેલી ફિલ્મ જૂલીથી મળી હતી.

વધુ જુઓ ...
  Neha Dhupia Birthday Special: બોલિવૂડ અભિનેત્રી (bollywood actress) અને વર્ષ 2002માં ફેમિના મિસ ઈન્ડિયાનો (Femina Miss India) ખિતાબ જીતનારી નેહા ધૂપિયાનો (Neha dhupia birthday) આજે 27 ઓગસ્ટે જન્મ દિવસ છે. વર્ષ 1980માં કેરળના કોચીમાં જન્મેલી એક પંજાબી શીખ પરિવારની (punjabi family) સંબંધ ધરાવે છે. નેહા પોતાના બોલ્ડ અભિનય (Neha bold acting) માટે ખુબ જ ચર્ચામાં રહી હતી. પરંતુ તેણે વર્ષ 2004માં એક ઈવેન્ટ દરમિયાન કહ્યું હતું કે બોલિવૂડમાં (bollywood news) માત્ર સેક્સ અને શાહરુખ ખાન જ વેચાય છે. ત્યાર બાદ નેહા વધારે ચર્ચા આવી હતી.

  મિસ યૂનિવર્સ સ્પર્ધામાં ટોપ ટેનમાં મેળવ્યું હતું સ્થાન
  ફેમિના મિસ ઈન્ડિયા અને ફેમિના મિસ ઈન્ડિયા યુનિવર્સનો ખિતાબ જીત્યા બાદ નેહાએ મિસ યુનિવર્સ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નેહાને ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્યુર્ટો રિકો મોકલવામાં આવી હતી. જોકે, આ સ્પર્ધા ન જીતી શકી પરંતુ ટોપ 10માં સ્થાન મેળવવામાં સફળ રહી હતી.

  2003માં બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી
  નેહાએ પોતાના બોલિવૂડ કરિયરની શરુઆત વર્ષ 2003માં ફિલ્મ કયામતઃ સીટી અંડર થ્રેટથી કરી હતી. હૈરી બાજવા નિર્દેશિત આ ફિલ્મમાં નેહાએ અજય દેવગણની ગર્લફ્રેન્ડની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસમાં વધારે કમાણી ન કરી શકી. નેહાની અસલી ઓળખ વર્ષ 2004માં આવેલી ફિલ્મ જૂલીથી મળી હતી. દીપક શિવદાસાનીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં નેતાનો બોલ્ડ અવતાર લોકોને ખુબ જ ગમ્યો હતો.

  ખુબ જ ચર્ચામાં રહ્યા નેહાના અફેર્સ
  નેહાનું યુવરાજ સિંહ, સ્ક્રૈશ પ્લેયર ઋત્વિક ભટ્ટાચાર્ચ સાથે અફેર ચર્ચામાં રહ્યું હતું. ઋત્વિકની સાથે નેહા ધૂપિયા આશરે 10 વર્ષ સુધી રિલેશનમાં હતી. પરંતુ અચાનક 2010માં બંનેનું બ્રેકઅપ થયું હતું. ત્યારબાદ નેહાનું નામ યુવરાજ સિંહ સાથે જોડાવા લાગ્યું હતું. બંનેની અફેરની ચર્ચા થવા લાગી હતી. જોકે, નેહાએ આ વાતનું ખંડન કર્યું હતું. ત્યારબાદ નેહાનું નામ જેમ્સ સિલ્વેસ્ટર સાથે ચર્ચાયું હતું. જોકે બંનેના સંબંધો વધારે ચાલ્યા નહીં. આશરે ત્રણ વર્ષ ડેટ કર્યા બાદ બંનેનું બ્રેકઅપ થયું હતું.

  આ પણ વાંચોઃ-KBC 13: હિમાની બુંદેલા બની આ વર્ષની પહેલી કરોડપતિ, સામે છે 7 કરોડ રૂપિયાનો સવાલ

  1 વર્ષ ડેટિંગ કર્યા બાદ કર્યા લગ્ન
  નેહા અને અંગદના અફેરની ખબર ત્યારે સામે આવી જ્યારે આ કપલ નવેમ્બર 2017માં ક્રિકેટર જહીર ખાન અને સાગરિકાના લગ્નના રિસેપ્શનમાં પહોંચ્યું હતું. નેહા-અંગદે ક્યારે ડેટિંગ અંગે કંઈ જ કહ્યું નહીં. પંરતુ આશરે 1 વર્ષ ડેટિંગ બાદ ફરીથી બંને મેં 2018માં અચાન લગ્ન કરી લીધા હતા.

  આ પણ વાંચોઃ-Sanjay Dutt: દીકરા સાથે ઘોડીનાં સહારે ચાલતો નજર આવ્યો, પત્ની માન્યતા દત્તે શેર કર્યો VIDEO

  પુત્રીના જન્મ અને લગ્ન સમયે ટ્રોલ થઈ નેહા
  મે 2018માં લગ્નના બંધનમાં બંધાયેલી નેહા ધૂપિયા અને અંગદ બેદીના ઘરે 10 નવેમ્બર 2018ની સવારે પુત્રીનો જન્મ થયો હતો. નેહા લગ્ન પહેલા જ પ્રેગ્નેટ હતી. એટલા માટે ચુપચાપ અને ઉતાવળમાં લગ્ન કરી લીધા હતા. અંગદે આ વાત સ્વીકારી હતી કે નેહા લગ્ન પહેલા જ પ્રેગ્નેટ હતી એટલા માટે ચુપચાપ લગ્ન કરવા પડ્યા હતા.

  આ પણ વાંચોઃ-Taarak Mehta...: જુઓ નટૂ કાકાની લેટેસ્ટ તસવીરો, કેન્સરથી ઓછા થયા વાળ, ચહેરા પર સોજો

  અત્યારે સુધી કરેલી કેટલીક ફિલ્મો
  નેહાએ અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં કયામતઃ સિટી અંડર થ્રેટ, જૂલી, શીશા, ક્યા કૂલ હેમ, ગરમ મસાલા, ચુપ ચુપ કે, શૂટ આઉટ એટ લોખંડવાલા, દસ કહાનિયા, સિંહ ઇઝ કિંગ, દે ધનાધન, એક્શન રીપ્લે અને રશ વેગેરોનો સમાવેશ થાય છે. આ ઉપરાં તેઓ મલયાલમ, તેલુગુ, જાપાની, ઉર્દૂ અને પંજાબી ભાષાઓની કેટલીક ફિલ્મોમાં પણ દેખાઈ છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Bollywood actress, Happy Birthday, Neha dhupia

  આગામી સમાચાર