એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં કપૂર ખાનદાન પોતાની ખાસ સ્થાન છે. રાજ કૂપર (Raj Kapoor)નો સૌથી નાનો દીકરો રાજીવ કપૂર (Rajiv Kapoor)નું નિધન મંગળવારનાં હાર્ટ એટેકથી થઇ ગયું છે. થોડા સમય પહેલાં જ રિશિ કપૂર (Rishi Kapoor)નાં નિધનથી પરિવાર બહાર આવ્યો હતો. માત્ર 58 વર્ષની ઉંમરમાં દુનિયા છોડનારા રાજીવને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા બોલિવૂડ (Bollywood)એ ઘણાં સ્ટાર્સ કપૂર મેન્શન (Kapoor Mansion) પહોંચી ગયા છે.
રાજીવની ભાભીઓ નીતૂ સિંહ કપૂર (Neetu Singh) અને બબીતા કપૂર (Babita Kapoor) સહિત એક્ટ્રેસ તારા સૂતરિયા (Tara Sutaria)એ પણ કપૂર મેન્શનની બહાર નજર આવ્યો હતો. સોશિયલ મીડિયા પર સૌનાં પહોચવાનાં વીડિયો શેર થયા છે. કાકાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા કરિશ્મા કપૂર અને કરીના કપૂર પણ પહોંચી હતી.
રાજ કપૂરનાં મોટા દીકરા રણધીર કપૂરનાં લગ્ન બબીતા સાથે થયા હતાં. બબીતા અને રણધીર કપૂરને બે દીકરીઓ છે કરીના અને કરિશ્મા. બીજા દીકરા રિષિ કપૂરનાં લગ્ન નીતૂ સિંહ સાથે થયા છે. નીતૂ રિશિને બે બાળકો છે. રણબીર કપૂર અને રિદ્ધિમા.
રાજ કપૂરનાં ત્રીજા દીકરાનાં લગ્ન આરતી સભરવાલથી થઇ હતી. જે વધુ સમય સુધી ચાલી ન હતી. છૂટાછેડા બાદ રાજીવે ફરી લગ્ન કર્યા નહીં. તેમને બે બહેનો રિતુ નંદા અને રીમા કપૂર છે. રાજીવ કપૂરનાં નિધનથી પરિવાર શોકગ્રસ્ત છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ શોકમાં છે. રાજીવ કપૂરને યાદ કરીને સેલિબ્રિટીઝ તેમને શ્રદ્ધાંજલિ આપે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર