મુંબઇ: આ દિવસો દેશભરમાં કોરોના વાયરસ (CoronaVirus)નો કહેર જોવા મળી રહ્યોછે. તો આ વચ્ચે અનલોક બાદ બોલિવૂડ (Bollywood) ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલું કામ પણ શરૂ થઇ ગયુ છે. ફિલ્મોમાં શૂટિંગ માટે બોલિવૂડ એક્ટર્સ અલગ અલગ જગ્યા પર જઇ શૂટિંગ કરી રહ્યાં છે. આ વચ્ચે જુગ જુગ જીઓની આખી ટીમ અંગે ખરાબ સમાચાર સામે આવ્યાં છે. ટીમની લિડ સ્ટાર કાસ્ટ નીતૂ કપૂર (Neetu Kapoor) વરૂણ ધવન (Varun Dhawan) અને અનિલ કપૂર (Anil Kapoor) કોરોના પોઝિટિવ (Corona Nagetive) આવ્યાં છે.
આપને જણાવી દઇએ કે, વિરલ ભાયાણીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર આ અંગે માહિતી આપી છે. તેણે જુગ જુ જિયોની સ્ટારકાસ્ટનાં લીડિંગ એક્ટર્સ કોરોના સંક્રમિત થયાની વાત શેર કરી છે. તેણે જણાવ્યું છએ કે, 'અનિલ કપૂર, નીતૂ કપૂર, વરૂણ ધવન, કિયારા અડવાણી અને પ્રાજક્તા કોલીએ હાલમાં જ ડિરેક્ટર રાજ મેહતાની ફિલ્મ 'જુગ જુગ જીઓ'ની શૂટિંગ શરૂ કરી છે. હાલમાં જ ખબર આવી છે કે, તે કાસ્ટનાં ત્રણ લિડ એક્ટર્સ કોવિડ 19 પોઝિટિવ આવ્યા છે.'
તો કેટલાંક મીડિયા રિપોર્ટ્સમાં કિયારા અડવાણી અને ફિલ્મનાં નિર્દેશક રાજ મેહતા કોરોના સંક્રમિત આવ્યાની વાત પણ કહેવામાં આવી છે. હાલમાં જ, કોઇ સેલિબ્રિટી તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. તેથી ન્યૂઝ 18 તરફથી આ રિપોર્ટની પુષ્ટિ કરવામાં આવતી નથી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર