Home /News /entertainment /નીતુ કપૂરે જણાવ્યુ Rishi Kapoor સાથે છેલ્લી વાતચીત ક્યારે થઈ હતી, ક્ષણોને યાદ કરીને થઇ ભાવુક
નીતુ કપૂરે જણાવ્યુ Rishi Kapoor સાથે છેલ્લી વાતચીત ક્યારે થઈ હતી, ક્ષણોને યાદ કરીને થઇ ભાવુક
ઋષિ કપૂરને યાદ કરીને ભાવુક થઇ નીતુ કપૂર
નીતુ કપૂરે (Neetu Kapoor) ઋષિ કપૂર (Rishi Kapoor) સાથેની તેની છેલ્લી ચેટ યાદ કરી અને જણાવ્યું કે કયો દિવસ હતો જ્યારે બંનેએ છેલ્લી વાર વાત કરી હતી. તેણે કહ્યું કે સારવાર દરમિયાન ઋષિ કપૂરને પીડામાંથી પસાર થતા જોઈને દરેકને ખૂબ જ દુઃખ થતું હતું.
બોલિવૂડના (Bollywood) 'ચિન્ટુ જી' એટલે કે ઋષિ કપૂરે (Rishi Kapoor) દુનિયાને અલવિદા કહ્યું તેને બે વર્ષ થઈ ગયા છે. સમય ભલે ઝડપથી પસાર થઈ જાય, પરંતુ પરિવાર માટે તે વ્યક્તિને ભૂલી જવું ખૂબ મુશ્કેલ છે. કંઈક આવું જ નીતુ કપૂર અને તેના પરિવારના સભ્યોનું પણ છે. નીતુ કપૂર અને તેનો પરિવાર દરેક ક્ષણે 'કપૂર સાહબ'ને યાદ કરે છે. નીતુ કપૂરે તાજેતરમાં ઋષિ કપૂર સાથેની તેની છેલ્લી વાતચીતને યાદ કરી
નીતુ કપૂરે ઋષિ કપૂર સાથેની તેની છેલ્લી વાતચીત યાદ કરી અને જણાવ્યું કે કયો દિવસ હતો જ્યારે બંનેએ છેલ્લી વાર વાત કરી હતી. તેણે જણાવ્યું કે બંનેએ હોસ્પિટલમાં જ છેલ્લી વાર વાત કરી હતી.
છેલ્લી વાતચીત 13 એપ્રિલ, 2020 ના રોજ થઈ હતી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર ઋષિ કપૂરને યાદ કરતાં નીતુ કપૂરે કહ્યું કે 13 એપ્રિલ 2020 એ છેલ્લો દિવસ હતો જ્યારે તેણે ઋષિ કપૂર સાથે છેલ્લી વાર વાત કરી હતી. આ પછી તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. ઋષિ કપૂર અને નીતુ કપૂરે 13 એપ્રિલ 1979ના રોજ સગાઈ કરી હતી.
વાત કરતા તેણે વધુમાં કહ્યું કે, તેના પુત્ર રણબીર કપૂરના લગ્ન આલિયા ભટ્ટ સાથે 14 એપ્રિલના રોજ થયા હતા, પરંતુ લગ્નની વિધિઓ અને પૂજા 13 એપ્રિલથી શરૂ થઈ ગઈ હતી. નીતુ કપૂરે એમ પણ કહ્યું હતું કે સારવાર દરમિયાન ઋષિ કપૂરને પીડામાંથી પસાર થતા જોઈને દરેકને ખૂબ જ દુઃખ થતું હતું. તેણે કહ્યું કે ઋષિ કપૂર ઘણું બધું કહેવા માંગતા હતા, પરંતુ છેલ્લી ક્ષણે તેઓ કંઈ બોલી શક્યા નહીં.
નીતુ અને ઋષિ કપૂરના લગ્ન જાન્યુઆરી 1980માં થયા હતા. તે જ વર્ષે તેમની પુત્રી રિદ્ધિમા કપૂરનો જન્મ થયો. સપ્ટેમ્બર 1982 માં રણબીર કપૂરના જન્મ પછી, બંને બીજી વખત માતાપિતા બન્યા. ઋષિ કપૂરનું 30 એપ્રિલ 2020ના રોજ લાંબા સમયથી કેન્સરથી પીડિત રહેવાને કારણે અવસાન થયું હતું.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નીતુ કપૂર હવે ફિલ્મ 'જુગ જુગ જિયો'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન, કિયારા અડવાણી અને અનિલ કપૂર પણ જોવા મળશે. તે આ દિવસોમાં કલર્સના શો 'ડાન્સ દીવાન જુનિયર'ને જજ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર