Home /News /entertainment /VIDEO: Neetu Kapoor તેનાં દીકરા રણબીર કપૂરે ગીત પર અનુરાગ બસુની સાથે કર્યો ડાન્સ

VIDEO: Neetu Kapoor તેનાં દીકરા રણબીર કપૂરે ગીત પર અનુરાગ બસુની સાથે કર્યો ડાન્સ

રણબીર- નીતૂ કપૂર

શોમાં શનિવારનાં નીતૂએ ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નાં સોન્ગ 'ગલતી સે મિસ્ટેક' શાનદાર ડાન્સ કર્યો હતો. આ ફિલ્મ અને ગીત પર તેનાં દીકરા રણબીર કપૂર પર ફિલ્માવવામાં આવ્યું છે

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4 (Super Dancer- Chapter 4)એ દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો હતો. શોનાં મેકર્સ દર્શકોને એન્ટરટેઇન કરવાં માટે સફળ પ્રયાસ કરી રહ્યાં છે. શોનું આ ચેપ્ટરમાં એકથી એક ટેલેન્ટેડ સ્પર્ધક છે. જે તેમની કાબેલતારીફ ડાન્સથી જજ અને દર્શકો બંનેનાં દિલ જીતી રહે છે.

શોમાં હાલમાં અનુરાગ બસુ, શિલ્પા શેટ્ટી અને કોરિયોગ્રાફર ગીતા કપૂર જજ છે. આ વીકેન્ડનાં શોમાં એક્ટ્રેસ નીતૂ કપૂર ગેસ્ટનાં રૂપમાં નજર આવે છે. તે મંચથી બાળકોનાં ડાન્સ પરફોર્મન્સનો લુત્ફ ઉઠાવી રહ્યાં છે.

શોમાં શનિવારનાં નીતૂએ ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નાં સોન્ગ 'ગલતી સે મિસ્ટેક' શાનદાર ડાન્સ કર્યો હતો. આ ફિલ્મ અને ગીત પર તેનાં દીકરા રણબીર કપૂર પર ફિલ્માવવામાં આવ્યું છે. નીતૂ કપૂરે અનુરાગ બસુની સાથે ડાન્સ કરી થોડા સમય માટે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. તમામને તેનો ડાન્સ પસંદ આવ્યો હતો. અનુરાગ બસુની સાથે ડાન્સ કરવાની ઇચ્છા જતાવી હતી.




ડાન્સ બાદ દિગ્ગજ એક્ટ્રેસે કહ્યું હતું કે, 'મને દાદાનો ડાનસ ખુબજ પસંદ આવ્યો છે. શોમાં મંચ પર આવનારા તમામ ગેસ્ટ તેની સાથે ડાન્સ જરૂર કરે છે. મારુ પણ ખુબ મન હતું કે હું દાદાની સાથે મારા દીકરાની ફિલ્મનાં સોન્ગ 'ગલતી સે મિસ્ટેક' પર ડાન્સ કરું. પછી શું હતું દાદા અને નીતૂએ ડાન્સથી રંગ જમાવી દીધો. શિલ્પા શેટ્ટી અને ગીતા કપૂરે તેમનો ઉત્સાહ વધાર્યો હતો.'

નીતૂ કપૂર શોમાં શામેલ થવા માટે ઘણી જ ઉત્ષુક હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની એક રિલ પણ પોસ્ટ કરી હતી જેમાં તે શોનાં અપકમિંગ એપિસોડની તૈયારી કરતી નજર આવી હતી. તેનાં વીડિયોને ખુબજ પ્રતિક્રિયા મળી છે. રવિવારનાં એપિસોડમાં નીતૂ, જજ શિલ્પા શેટ્ટી અને ગીતા કપૂરની સાથે ડાન્સ કરતી નજર આવશે.
First published:

Tags: Gujarati news, Neetu Kapoor, News in Gujarati, Ranbir Kapoor, Super Dancer Chapeter 4