Home /News /entertainment /

નીતુ ચંદ્રાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- એક મોટો ઉદ્યોગપતિ તેને પત્ની બનવા આપી હતી દર મહિને ₹25 લાખ પગારની ઓફર

નીતુ ચંદ્રાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- એક મોટો ઉદ્યોગપતિ તેને પત્ની બનવા આપી હતી દર મહિને ₹25 લાખ પગારની ઓફર

નીતૂ ચંદ્રાએ જણાવી આપવિતી

Neetu Chandra Reveals: બોલિવૂડ હંગામા સાથેના ઇન્ટરવ્યૂમાં નીતુએ કહ્યું, “મેરી સ્ટોરી સક્સેસફુલ અભિનેત્રીની ફેઇલ્યર સ્ટોરી હૈ. 13 નેશનલ એવોર્ડ વિનર અને આટલી મોટી ફિલ્મોમાં કામ કર્યા બાદ પણ આજે મારી પાસે કોઈ કામ નથી.

  અભિનેત્રી નીતુ ચંદ્રાએ એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેણે જણાવ્યું કે, એક ઉદ્યોગપતિએ તેને 'તેની પગારદાર પત્ની બનવા' કહ્યું હતું. જેના માટે તે તેને દર મહિને 25 લાખ રૂપિયા આપવા તૈયાર હતો. એક ઈન્ટરવ્યુમાં નીતુએ કહ્યું, '13 નેશનલ એવોર્ડ વિનર' સાથે કામ કરવા છતાં તેની પાસે ન તો પૈસા છે કે ન તો કામ. તેણીએ એક ઓડિશનની યાદો પણ વાગોળી હતી, જેમાં એક પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટરે તેને એક કલાકમાં જ નકારી દીધી હતી.

  જણાવી દઈએ કે, નીતુએ ફિલ્મ ગરમ મસાલા (2005)થી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. જેમાં તેણે એર હોસ્ટેસની ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ તેણીએ ટ્રાફિક સિગ્નલ, વન ટુ થ્રી, ઓયે લકી લકી ઓયે, એપાર્ટમેન્ટ, 13બી જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેની છેલ્લી હિન્દી ફિલ્મ શેફાલી શાહ, રાહુલ બોઝ અને સુમીત રાઘવન સાથે કુછ લવ જૈસા હતી. ફિલ્મ ઓયે લકી લકી ઓયે શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો. નીતુની ફિલ્મ મિથિલા માખાને પણ નેશનલ એવોર્ડ મળ્યો હતો.

  આ પણ વાંચો-VIDEO: રાખી સાવંત થઇ પ્રેગ્નેન્ટ? બોલી- 'પાપીઓને સુધારવા જન્મ લેશે મારો બાહુબલી'

  બોલિવૂડ હંગામા સાથેના ઇન્ટરવ્યૂમાં નીતુએ કહ્યું, “મેરી સ્ટોરી સક્સેસફુલ અભિનેત્રીની ફેઇલ્યર સ્ટોરી હૈ. 13 નેશનલ એવોર્ડ વિનર અને આટલી મોટી ફિલ્મોમાં કામ કર્યા બાદ પણ આજે મારી પાસે કોઈ કામ નથી. મને એક મોટા ઉદ્યોગપતિએ કહ્યું હતું કે, તે મને દર મહિને 25 લાખ આપશે, જેના બદલામાં મારે તેની પગારદાર પત્ની બનવું પડશે. મારી પાસે ન તો પૈસા છે કે ન તો કામ. હું ચિંતિત છું."

  નીતુએ ઓડિશનની જૂની યાદો યાદ કરતા કહ્યું, “એક કાસ્ટિંગ ડિરેક્ટર, ઇન્ડસ્ટ્રીમાં તેનું ખુબ મોટું નામ છે, પણ હું તેનું નામ નથી જણાવવા માંગતી, જેણે મારા ઓડિશનના એક જ કલાકમાં મને ના પડી દીધી હતી. તેણે કહ્યું હતું, સોરી નીતુ, પરંતુ આ કામ નથી કરી રહ્યું. નીતુએ કહ્યું કે, તમે મારુ ઓડિશન લો છો અને મારો આત્મવિશ્વાસ તોડવા માટે મને રિજેક્ટ કરો છો."

  આ પણ વાંચો-રિયા ચક્રવર્તીની વધી મુશ્કેલીઓ, NCBએ લગાવ્યો ગંભીર આરોપ, આ મામલે બનાવી આરોપી

  નીતુએ નેવર બેક ડાઉન: રિવોલ્ટથી હોલીવુડમાં પદાર્પણ કર્યું હતું. તેણીએ બે વધુ પ્રોજેક્ટ્સ પણ સાઈન કર્યા છે, જેની જાહેરાત થવાની બાકી છે.

  આ વર્ષની શરૂઆતમાં હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતાં નીતુએ કહ્યું હતું કે, “બધું બદલાઈ ગયું છે અને તે દરેક પસાર થતા દિવસ સાથે બદલાતું રહે છે. તે એક ચાલુ પ્રક્રિયા છે. પરંતુ હું એક વસ્તુ શેર કરવા માંગુ છું, જે લોકો પચાવી શકતા નથી કે હું હોલીવુડમાં મારી જાતે જ મારો રસ્તો બનાવ્યો છે. હકીકત એ છે કે એક છોકરીએ પોતાના દમ પર અને બીજા કોઈની મદદ વિના ત્યાં જઈને લીડ રોલ કરી લીધો. આ હકીકત તેમના માટે આઘાતજનક છે. તેઓ આ માની શકતા નથી."
  Published by:Margi Pandya
  First published:

  Tags: Businessman, Neetu Chandra

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन