દીકરીની સગાઇ પાર્ટીમાં નીતા અંબાણીએ શ્રીદેવીનાં ગીત પર કર્યો ડાન્સ

News18 Gujarati
Updated: May 8, 2018, 9:21 AM IST
દીકરીની સગાઇ પાર્ટીમાં નીતા અંબાણીએ શ્રીદેવીનાં ગીત પર કર્યો ડાન્સ

  • Share this:
મુંબઇ: મુકેશ અંબાણીનાં ઘર એન્ટીલિયામાં તેમની દીકરી ઇશા અંબાણીની સગાઇ પાર્ટી હતી. આ ખાસ અવસર પર ઘણાં બોલિવૂડ સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. બોલિવૂડનાં બાદશાહ શાહરૂખ ખાન, કરણ જોહર, રણબીર કપૂર, આમિર ખાન ઉપરાંત સ્પોર્ટ્સ જગતથી સચિન તેન્દુલકર પણ પહોચ્યા હતાં. આ ખાસ કાર્યક્રમમાં  નીતા અંબાણીએ શ્રીદેવીનાં સોન્ગ પર ડાન્સ કર્યો હતો તો અન્ય એક સોન્ગ પર દીકરી ઇશા સાથે સ્ટેજ પરફોર્મન્સ આપ્યુ હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયો છે.

પાર્ટીમાં નીતા અંબાણીએ શ્રીદેવીની ફિલ્મ 'ઇંગ્લિશ-વિંગ્લિશ'નાં સોન્ગ પર ડાન્સ કર્યો હતો. જે વખતે નીતા અંબાણી ડાન્સ કરી રહ્યાં હતાં ત્યારે તેમનાં પતિ મુકેશ અંબાણી ડાન્સ ફ્લોરની પાસે ઉભા રહી તેમને ચિયર કરી રહ્યાં હતાં.

ઇશા સાથે નિતા અંબાણીએ કેટરિના કૈફની ફિલ્મ 'બાર બાર દેખો'નાં સોન્ગ નચદે ને સારે.. પર ડાન્સ કર્યો હતો. મા-દીકરીની બોન્ડિંગ આ ડાન્સમાં જોવા મળી. ડાન્સ  પૂર્ણ થતા બંને એકબીજાને ગળે મળ્યા હતાં.#nitaambani danxes on occasion of her daughter's engagement #ishaambani


A post shared by BOLLYWOOD SPOTTER 🔍📸 (@bollywood.spotter) on

First published: May 8, 2018
વધુ વાંચો
अगली ख़बर