નીના ગુપ્તાની આ ફિલ્મ Oscar માટે નૉમિનેટ થઈ, નિર્માતાએ કહ્યુ- ચમત્કાર

નીના ગુપ્તા (Neena Gupta) હાલ સતત તેમની ફિલ્મો અને વ્યક્તિગત જીવન પર પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ તેમને લગ્ન કરેલા પુરુષોથી પ્રેમ ન કરવાની મહિલાઓને સલાહ આપી હતી. ત્યારે નીના ગુપ્તાની એકમાત્ર પુત્રી મસાબાના છૂટાછેડા મામલે પણ નીનાએ પોતાનું નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ મસાબા અને તેમના પતિ મધુથી છૂટાછેડા લીધા છે. ત્યારે દીકરીના છૂટાછેડા પર દુખ વ્યક્ત કરતા નીનાએ આ હેરાન કરી દેતી વાત કહી છે.

60 વર્ષીય અભિનેત્રી નીના ગુપ્તાની સફળતામાં વધુ એક વસ્તુનો ઉમેરો થયો છે. તેની ફિલ્મને ઑસ્કાર માટે નૉમિનેટ કરવામાં આવી છે.

 • Share this:
  મુંબઈ : અભિનેત્રી નીના ગુપ્તા (Neena Gupta) પોતાના સારા વ્યક્તિત્વ, બેબાક અંદાજ અને ઉત્તમ અભિનય માટે જાણીતી છે. કોઈ પણ ફિલ્મમાં લીડ કોઈ પણ હોય પરંતુ પ્રશંસા નીના ગુપ્તાના અભિનયની થાય છે. આ 60 વર્ષની અભિનેત્રીની સફળતામાં વધુ એક પાસુ ઉમેરાયું છે. નીના ગુપ્તાની એક ફિલ્મ સિનેમા જગતના સૌથી મોટા એવોર્ડ્સ ઑસ્કાર (Oscar Nomination) માટે નૉમિનેટ થઈ છે. આ સિદ્ધિ પર ખુદ અભિનેત્રી વિશ્વાસ નથી કરી શકતી. ફિલ્મના દિગ્દર્શકે પણ આને ચમત્કાર જ ગણાવ્યો છે.

  અમે નીના ગુપ્તાની ફિલ્મ 'ધ લાસ્ટ કલર' (The Last Color) વિશે વાત કરી રહ્યા છીએ. આ ફિલ્મ 4 જાન્યુઆરી, 2019ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ વિકાસ ખન્નાએ બનાવી હતી, જેઓ સેલિબ્રિટી શેફમાંથી ફિલ્મ નિર્માતા બન્યા હતા. આ ફિલ્મને ઑસ્કાર માટે નૉમિનેશન મળ્યા બાદ ખુદ નિર્માતા અને અભિનેત્રી આશ્ચર્યચકિત છે. નીના ગુપ્તા અને વિકાસ ખન્નાની ખુશીનો કોઈ પાર નથી રહ્યો. બંનેએ પોતાની ખુશી સોશિયલ મીડિયા પર જાહેર કરી હતી.

  વિકાસ ખન્નાએ આ અંગેની જાણકારી આપતા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, "2020ની સૌથી સારી શરૂઆત. ચમત્કાર, ચમત્કાર. યૂનિવર્સ તમારો આભાર. અમારી ફિલ્મ 'ધ લાસ્ટ કલર' દીલથી બનાવવામાં આવી છે. ઑસ્કાર એકેડેમીએ 2019ની બેસ્ટ ફિલ્મ માટે 344 ફિલ્મના નામની જાહેરાત કરી છે."

  આ ફિલ્મની અભિનેત્રી નીના ગુપ્તાએ વિકાસ ખન્નાના ટ્વિટને રિટ્વિટ કરતા લખ્યું કે, "વિશ્વાસ નથી થઈ રહ્યો, હું ખૂબ ખુશ છું." નોંધનીય છે કે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફિલ્મને ભારતમાં યોગ્ય રીતે રિલીઝ કરવાનો મોકો નથી મળ્યો.

  જોકે, મુંબઈમાં ફિલ્મ ફેસ્ટિવલ 2019માં તેનું સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મની કહાની વૃંદાવન અને વારાણસીમાં જીવન વિતાવતી વિધતા મહિલાઓ પર આધારીત છે.
  Published by:Vinod Zankhaliya
  First published: