નીના ગુપ્તાએ શાહરૂખ-ખાન કરણ જોહરને ગણાવ્યા સ્વાર્થી અને હલકાં

News18 Gujarati
Updated: April 19, 2019, 2:33 PM IST
નીના ગુપ્તાએ શાહરૂખ-ખાન કરણ જોહરને ગણાવ્યા સ્વાર્થી અને હલકાં
નીના ગુપ્તા અને કરણ જોહર અને શાહરૂખ ખાનને મતલબી કહ્યા છે. નીના ગુપ્તાએ એક કિસ્સા શેર કર્યો છે

નીના ગુપ્તા અને કરણ જોહર અને શાહરૂખ ખાનને મતલબી કહ્યા છે. નીના ગુપ્તાએ એક કિસ્સા શેર કર્યો છે

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: 'બધાઇ હો'ની એક્ટ્રેસ નીના ગુપ્તાએ કરણ જોહર અને શાહરૂખ ખાનને સ્વાર્થી અને હલકાં કહ્યાં છે. જોકે, નીનાએ આ વાત મજાકમાં કહી હતી. નીના ગુપ્તા એક કિસ્સા અંગે વાત કરતા કહ્યું હતું કે, શાહરૂખ ખાન અને કરણ જોહરે મને તેનો ફોન નંબર આપ્યો હતો. જે બાદ તેમણે ફોન પણ ન ઉઠાવ્યો.

નીના ગુપ્તાએ ફિલ્મ જર્નાલિ્સટ રાજીવ મસંદને ઇન્ટરવ્યું દરમિયાન એક કિસ્સો સંભળાવ્યો હતો. નીના ગુપ્તાએ કહ્યું હતું કે, તેમની દીકરી મસાબા એક્ટ્રેસ બનવા ઇચ્છતી હતી. પણ નીના ગુપ્તા નહોતા ઇચ્છતા કે મસાબા એક્ટ્રેસ બને. નીના મુજબ તેમણે કરણ જોહર અને શાહરૂખ ખાનને મસાબાને સમજાવવા રિક્વેસ્ટ કરી.નીના ગુપ્તાનાં મતે કરણ જોહર અને શાહરૂખ ખાને પોતાનાં નંબર આપ્યા અને કોલ કરવાં કહ્યું. નીના મજાકમાં કહે છે કેવા સ્વાર્થી અને હલકાં લોકો છે આ. મને નંબર આપ્યો અને પછી ફોન નથી ઉઠવતા. જોકે, રાજીવ મસંદે કહ્યું કે, એકે મને આપની આ રિક્વેસ્ટ અંગે જણાવ્યું પણ હતું.

કેમ નીના ગુપ્તા નહોતા ઇચ્છતા કે મસાબા ફિલ્મ એક્ટ્રેસ બને?
નીના ગુપ્તાએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, દીકરી મસાબાની એક્ટ્રેસ બનવાની ઇચ્છા હોય તો તે વિદેશ ચાલી જવા જણાવ્યું હતું આની પાછળ કારણ હતું મસાબાનો લૂક અને તેની બોડી. નીનાએ દીકરીને કહ્યું કે, તને ભારતમાં બહુ રોલ નહીં મળે. તું સારી એક્ટ્રેસ બની પણ ગઇ તો તને કામ ઓછુ જ મળશે. અને તુ હીરોઇન નહીં બની શકે.  હેમા માલિની નહીં બની શકે કે આલિયા ભટ્ટ નહીં બની શકે.
First published: April 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading