Home /News /entertainment /B'day Spl: Neelima Azeem 3 લગ્ન બાદ પણ કુંવારી, શાહીદ કપૂર 6 વર્ષની ઉંમરે માતાને બચાવવા કૂદી પડ્યો હતો

B'day Spl: Neelima Azeem 3 લગ્ન બાદ પણ કુંવારી, શાહીદ કપૂર 6 વર્ષની ઉંમરે માતાને બચાવવા કૂદી પડ્યો હતો

નીલિમા અઝીમ જન્મદિવસ

નીલિમાને બે પુત્રો છે, શાહિદ કપૂર (Shahid Kapoor) અને ઈશાન ખટ્ટર (Ishan Khattar). શાહિદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સફળ એક્ટર બની ગયો છે, જ્યારે ઈશાન હજુ પણ પોતાની જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો

Neelima Azeem B’day Spl: નીલિમા અઝીમ (Neelima Azeem) એક કુશળ અભિનેત્રી અને ક્લાસિકલ ડાન્સર છે, જે ઘણી પ્રખ્યાત ટીવી સિરિયલો અને ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. પડદા પર પોતાના અભિનયથી દર્શકોને મોહિત કરનાર આ અભિનેત્રીનું અંગત જીવન કરુણાંતિકાઓથી ભરેલું છે. નીલિમાના જીવનમાં આનાથી મોટી દુર્ઘટના શું હશે કે એક નહીં, બે નહીં પરંતુ ત્રણ લગ્ન કરવા છતાં તે કુંવારી છે. નીલિમાને બે પુત્રો છે, શાહિદ કપૂર (Shahid Kapoor) અને ઈશાન ખટ્ટર (Ishan Khattar). શાહિદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સફળ એક્ટર બની ગયો છે, જ્યારે ઈશાન હજુ પણ પોતાની જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. 2 ડિસેમ્બર 1958ના રોજ જન્મેલી નીલિમાના જીવન વિશે જણાવીએ.

નીલિમા અઝીમે 3 લગ્ન કર્યા હતા

નીલિમા અઝીમ (Neelima Azeem) હિન્દી સિનેમા અને ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. નીલિમા અઝીમે 16 વર્ષની ઉંમરે 21 વર્ષના પંકજ કપૂર (Pankaj Kapoor) સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન થોડાં વર્ષ જ ચાલ્યા અને બંને અલગ થઈ ગયા. શાહિદ કપૂર નીલિમા અને પંકજનો પુત્ર છે. પંકજ બાદ અભિનેત્રીના જીવનમાં રાજેશ ખટ્ટર આવ્યા, જેની સાથે લગભગ 11 વર્ષ વિતાવ્યા બાદ બંને અલગ થઈ ગયા. તેમનો પુત્ર ઈશાન ખટ્ટર છે. આ પછી, જીવનમાં ત્રીજી વખત રઝા અલી ખાન સાથે ફરીથી લગ્ન કર્યા, આ લગ્ન પણ માંડ 5 વર્ષ ચાલ્યા.

શાહિદ કપૂર તેની માતાનું ખૂબ ધ્યાન રાખે છે

નીલિમા અઝીમના તેમના પુત્રો સાથે સારા સંબંધો હતા અને હજુ પણ છે. શાહિદ કપૂર બાળપણથી જ તેની માતાનું ખૂબ જ રક્ષણ કરે છે. નીલિમાએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'એકવાર તે ક્યાંક ગઈ હતી ત્યારે એક ફ્રેન્ચ વ્યક્તિએ તેની પાછળ આવવાનું શરૂ કર્યું હતું. લાંબા સમય સુધી પીછો કર્યા પછી, તે નીલિમા પાસે પહોંચ્યો કે તરત જ 6 વર્ષનો બાળક શાહિદ આવીને મારી અને તેની વચ્ચે ઊભો રહ્યો. એટલું જ નહીં, તેણે કહ્યું, 'એસક્યૂઝમી સર, તેમની સાથે વાત કરતા પહેલા તમારે મારી સાથે વાત કરવી પડશે. નાનું બાળક હોવા છતાં, શાહિદે જે રીતે તેનો સામનો કર્યો તે જોઈને હું ચોંકી ગઈ.

નીલિમાએ શાહિદ કપૂરને એકલા હાથે ઉછેર્યો હતો

તમને જણાવી દઈએ કે, જે સમયે નીલિમા અને પંકજ કપૂર અલગ થયા ત્યારે શાહિદ માત્ર સાડા ત્રણ વર્ષનો હતો. નીલિમાએ એકલા હાથે શાહિદનો ઉછેર કર્યો. નીલિમા હંમેશા શાહિદને પોતાની સાથે રાખતી હતી. જ્યારે તે સ્ટેજ પર પરફોર્મ કરતી ત્યારે શાહિદ બાજુ પર બેસીને તેને જોતો. નીલિમાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'જ્યારે હું 15 વર્ષની હતી ત્યારે મારી પંકજ સાથે મિત્રતા થઈ ગઈ હતી. 16 વર્ષમાં લગ્ન કર્યા, હું ક્યારેય પંકજથી અલગ થવા માંગતી ન હતી પરંતુ પંકજ આગળ વધી ગયો હતો. પંકજ સાથે દોસ્તી અને લગાવ ખૂબ હતા પણ દિલ તૂટી ગયું હતું.

નીલિમા અઝીમ એક મહાન કથક ડાન્સર છે

નીલિમા અઝીમનો લવ ડાન્સ પણ છે. નીલિમા માત્ર એક સારી અભિનેત્રી નથી પણ એક સારી કથક ડાન્સર પણ છે. તેણે આ માટે ટ્રેનિંગ પણ લીધી છે અને સ્ટેજ પરફોર્મન્સ આપતી રહે છે. નીલિમાએ બિરજુ મહારાજ અને મુન્ના શુક્લા જેવા દિગ્ગજ ગુરુઓ પાસેથી તાલીમ લીધી છે.

આ પણ વાંચોરસપ્રદ : કરીના સેટ પર અભિષેક બચ્ચનને બોલાવતી હતી 'જીજુ', જયા કરિશ્મા કપૂરને વહુ બનાવવા ઉત્સાહિત હતા

નીલિમા અઝીમે દૂરદર્શનના જમાનામાં 'ફિર વહી તલાશ'માં બબલી છોકરીની ભૂમિકામાં પ્રભુત્વ જમાવ્યું હતું. આ સિવાય 'આમ્રપાલી', 'શાંતિ', 'સાંસ', 'જુનૂન' જેવી સિરિયલોમાં કામ કરીને તે દર્શકોની ફેવરિટ અભિનેત્રી બની ગઈ. નીલિમાએ પણ ઘણી ફિલ્મોમાં શાનદાર કામ કર્યું છે. 'સડક', 'સલિમ લંગડે પે મત રો', 'ઈશ્ક-વિશ્ક', 'બ્લેકમેલ', 'સૂર્યવંશમ' જેવી ફિલ્મોમાં કામ કર્યું.
First published:

Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday, Ishan Khattar, Shahid Kapoor

विज्ञापन