Home /News /entertainment /રાજ કુન્દ્રાનાં કહેવાં પર 70 જેટલાં પોર્ન વીડિયો નાનાં નાનાં પ્રોડક્શન હાઉસમાં તૈયાર થયા: સૂત્ર
રાજ કુન્દ્રાનાં કહેવાં પર 70 જેટલાં પોર્ન વીડિયો નાનાં નાનાં પ્રોડક્શન હાઉસમાં તૈયાર થયા: સૂત્ર
રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી શકે
NEWS18ને સોર્સ દ્વારા મળતી માહિતી મુજબ, 70 જેટલાં પોર્ન વીડિયો નાનાં નાનાં અલગ અલગ પ્રોડ્કશન હાઉસ દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. જે માટે તેમને શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રાએ ઓર્ડર આપ્યો હતો.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મુંબઈ ક્રાઈમ બ્રાંચ અભિનેતા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાનાં હુકમનાં આધારે નિર્માણ પામેલા 70 વીડિયોની તપાસ કરી રહી છે, સૂત્રોએ ન્યૂઝ 18 ને જણાવ્યું હતું કે, 70 જેટલાં પોર્ન વીડિયો જુદા જુદા નાના સમયના પ્રોડક્શન હાઉસ દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ તમામ પ્રોડક્શન હાઉસ હવે પ્રોપર્ટી સેલના નિયંત્રણ હેઠળ છે, એમ એક સૂત્રએ જણાવ્યું હતું.
આ ઉપરાંત કુંદ્રાની માલિકીની ‘હોટશોટ્સ’ એપ્લિકેશન માટે ખાસ કરીને બનાવેલા 90 વીડિયોની તપાસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક વીડિયો 20 થી 30 મિનિટ લાંબાં હોય છે
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ કુંદ્રાને સોમવારે રાત્રે મુંબઇ ક્રાઇમ બ્રાંચે એક કેસમાં ધરપકડ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, અશ્લીલ ફિલ્મો બનાવવાની અને તેને કેટલાક એપ્સ દ્વારા પ્રકાશિત કરવા પાછળ તેનો હાથ છે. આ મામલે હાલમાં તે 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં છે.
રાજ કુન્દ્રા (Raj Kundra)નાં વકીલે કોર્ટમાં તર્ક આપ્યો કે, કન્ટેન્ટ વલ્ગર હતું, પણ તેને પોર્નની કેટેગરીમાં ન મુકી શાકય. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટ મુજબ, તેણે કહ્યું કે, આ રિમાન્ડમાં કંઇ જ એવું નથી જોવા મળ્યું જ બંને વ્યક્તિઓ રાજ અને રયાન પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવી રહ્યાં હતાં.
તેણે અશ્લીલ સામગ્રી સંબંધમાં અન્ય ધારાઓની સાથે ઇલેક્ટરોનિક રૂપમાં અશ્લીલ સામગ્રી મોકલવા પર સૂચના પ્રસાર અધિનિયમની કલમ 67 એ નાં આવેદન પર પણ આપત્તિ જતાવી, કારણકે કાયદો 'વાસ્તવિક સંભોગ'ને અશ્લીલ માને છે.અને બાકી બધુ વલ્ગર કન્ટેન્ટનાં રૂપમાં કહેવામાં આવે છે.
રાજ કુન્દ્રાની ધરપકડ પર વકીલે વધુમાં કહ્યું કે, ધરપકડ ત્યારે થવી જોઇએ જ્યારે તેનાં વગર તપાસ આગળ ન વધી શકે, પણ આ કેસમાં ધરપકડ બાદ તેનું ઇન્વેસ્ટિગેશન થઇ રહ્યું છે. રાજનાં વકીલે કહ્યું કે, તેની ધરપકડ કાયદાકીય રીતે નથી થઇ. રાજ કુન્દ્રા આ કેસમાં આગોતરા જામીન માંગ્યા હતાં, સાથે જ પોલીસે એમ પણ સ્પષ્ટ કર્યુ કે, આ મામલે શિલ્પા શેટ્ટીની કોઇ સંલિપ્તતા મળી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર