Home /News /entertainment /'તાંડવ' બાદ વિવાદમાં 'બોમ્બે બેગમ', NCPCRએ 24 કલાકમાં સ્ટ્રીમિંગ રોકવા આદેશ

'તાંડવ' બાદ વિવાદમાં 'બોમ્બે બેગમ', NCPCRએ 24 કલાકમાં સ્ટ્રીમિંગ રોકવા આદેશ

બોમ્બે બેગમની સ્ટ્રિમિંગ અટાકવવાં આદેશ

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ એટલે તે NCPCR બાળ અધિકારનાં સંરક્ષણ માટે સૌથી ઉચ્ચ નિકાય છે. NCPCRએ OTT પ્લેટફર્મ નેટફ્લિક્સને 24 કલાકની અંદર એક વિસ્તૃત કાર્યવાહી રિપોર્ટ રજૂ કરવા કહેવામાં આવ્યું છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) બાદ ઓટીટી પ્લેટફર્મ્સ પર સરાકરની કડક નજર છે. હાલમાં જ એમેઝોન પ્રાઇમ (Amazon Prime) પર રિલીઝ થઇ તાંડવ (Tandav Web Series) અંગે બબાલ બાદ 8 માર્ચનાં નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ થઇ ગઇ છે. 'બોમ્બે બેગમ' (Bombay Begum) પર કેટલાક સીન્સ પર અને તેનાં કોન્ટેક્ટ અંગે બાળ આયોગે આપત્તિ જતાવતા નોટિસ આપી છે. હવે આ મામલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (National COmmission For Protection of child Rights)એ વેબ સીરીઝની સ્ટ્રીમિંગને રોકવાની માંગણીની સાથે નેટફ્લિક્સથી 24 કલાકમાં રિપોર્ટ રજૂ કરવાં કહ્યું છે.

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (National Commission for protection of child Rights) એટલે NCPCR બાળ અધિકારનાં સંરક્ષણ માટે સૌથી ઉચ્ચ નિકાય છે. NCPCRએ OTT પ્લેટફર્મ નેટફ્લિક્સ (Netflix)ને 24 કલાકની અંદર એક વિસ્તૃત કાર્યવાહી રિપોર્ટ રજૂ કરવાં કહ્યું છે. આયોગનું કહેવું છે કે, આવું ન કરવાં પર ઉચિત કાયદાકીય કાર્યવાહી શરૂ કરવાં તેઓ મજૂબર રહેશે.



એક ફરિયાદનાં આધાર પર આયોગે નેટફ્લિક્સને નોટિસ બજાવી છે. ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, દઇસમાં 13 વર્ષની બાળકીને ડ્રગ્સ લેતા દર્શાવવામાં આવી છે. સીરીઝમાં સગીરને કેઝ્યુઅલ સેક્સ કરતાં દર્શાવવામાં આવી છે. આ સાથે જ સ્કૂલ જતાં બાળકોનું જે પ્રકારે ચિત્રણ કરવામાં આવ્યું છે તેનાં પર પણ આપત્તિ જતાવવામાં આવી છે. ફરિયાદમાં કથિત અનુચિત ચિત્રણ પર આપત્તિ જતાવતા કહ્યું કે, આ પ્રકારનાં કંટેન્ટ ન ફક્ત યુવા લોકોનાં મન મગજ પર ખરાબ અસર પાડે છે પણ બાળકો સાથે દુર્વ્યવહાર અને શોષણ પણ થઇ શકે છે.

ડિરેક્ટર અલંકૃતા શ્રીવાસ્તવની વેબ સીરીઝ 'બોમ્બે બેગમ'માં પાંચ અલગ અલગ મહિલાઓની કહાની દર્શાવવામાં આવી છે. સીરીઝમાં પૂજા ભટ્ટ ઉપરાંત સુહાના ગોસ્વામી, અમૃતા સુભાષ, પ્લાબિતા બોર-ઠાકુર, આધ્યા આનંદ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.



આયોગે તેમની નોટિસમાં કહ્યું છે કે, નેટફ્લિક્સને બાળકોનાં સંબંધમાં કે બાળકો માટે કોઇપણ પ્રકારની સામગ્રીને સ્ટ્રીમ કરતાં સમયે અતિરિક્ત સાવધાની વર્તવી જોઇએ. આયોગે આદેશ આપ્યો છે કે, તુરંત આ સીરીઝની સ્ટ્રિમિંગ રોકી દેવી જોઇએ અને 24 કલાકની અંદર એક વિસ્તૃત કાર્યવાહી રિપોર્ટ રજૂ કરવામાં આવે. જો એમ ન થઇ શકતું હોય તો, આયોગન સીપીસીઆર નિયમ, 2005ની કલમ 14નાં પ્રાવધાન હેઠળ કાર્યવાહી કરશે.
First published:

Tags: Amazon prime, Entertainment news, Gujarati news, Netflix, News in Gujarati, Ott