ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાનાં જામીનથી NCB ખુશ નથી, બોલ્યા-'સમાજ માટે ખતરનાક છે'

ભારતી સિહ અને હર્ષ લિંબાચિયા

ભારતી સિંહ (Bharti Singh) અને હર્ષ લિંબાચિયા (Haarsh Limbachiya) બંને સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે. તેમનાં ઘરે NCBનાં 86.50 ગ્રામ મારિજુઆના મળી આવ્યું હતું. પૂછપરછ દરમીયાન ભારતી અને હર્ષે આ સ્વીકાર કરી લીધું હતું. બંને ગાંજો લેતા હતાં. આ બાદ ભારતી અને હર્ષએ NCBએ ધરપકડ કરી લીધી હતી. જોકે, આગલાં જ દિવસે 22 નવેમ્બરનાં ભારતી અને હર્ષનાં જામીન આપી દેવામાં આવ્યાં હતાં.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: લાફ્ટર ક્વીન ભારતી સિંહ (Bharti Singh) અને તેનાં પતિ હર્ષ લિંબાચિયા (Haarsh Limbachiya)ને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ધરપકડ કરી હતી. ગત વર્ષે 21 નવેમ્બરનાં તેનાં ઘરેથી NCBએ મારિજુઆના મળી આવ્યું હતું. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ છાપો માર્યા બાદ ડ્રગ્સ રાખવાં અને તેનાં સેવનનાં આરોપમાં બંનેની ધરપકડ કરી હતી. ભારતી અને હર્ષને થોડા દિવસ બાદ તેને આ સમયે કોર્ટે જામીન આપ્યાં હતાં. જોકે, આ જામીનથી NCBબિલકુલ ખુશ નથી. પોતાની નારાજગીનો ઉલ્લેખ તેમણે હાલમાં એક કેસ દરમીયાન NCBએ મુંબઇની એક સેશન કોર્ટમાં કર્યો છે.

    આ પણ વાંચો-'તારક મેહતા..'નો રોશન સિંહ સોઢી જ્યારે દેવામાં ડૂબી ગયો હતો.. પાઇ-પાઇ ચૂકવવા કર્યું હતું આ કામ

    બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધન બાદ તેનાં કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો હતો. પોલીસ તપાસ શરૂ કરી તો ઘણી નામી હસ્તીઓનું નામ સામે આવ્યું. NCBએ પુછપરછ શરૂ કરી હતી. કેસની તપાસ જેમ જેમ આગળ વધી તેમ તેમ ઘણાં સેલિબ્રિટીઝ NCBની રડારમાં આવી ગયા. ભારતી સિંહ (Bharti Singh) અને હર્ષ લિંબાચિયા (Haarsh Limbachiya)નું નામ સામે આવ્યાં બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ તેનાં ઘરે રેડ પાડી હતી તો ધરપકડ કરી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ મુજબ, ભારતી અને હર્ષને ડ્રગ્સ કેસમાં જામીન મળતા NCB ખુશ ન હતી.




    સેશન કોર્ટમાં NCBએ મેજિસ્ટ્રેટે કોર્ટ ઓર્ડર પર વાત કતાં કહ્યું હતું કે, ભારતી સિંહ અને હર્ષનાં ડ્રગ્સ કેસમાં જામીન મિળતા સોસાયટી માટે એક ખતરનાક સિગ્નલ છે. જે દર્શાવે છે કે, હાઇ પ્રોપાઇલ વાળા આરોપી સહેલાઇથી છુટી જાય છે. ખરેખરમાં, NCBએ આ વાત કોર્ટમાં ત્યારે કહી જ્યારે તે ડ્રગ્સ કેસમાં અન્ય એક આરોપીને લઇ સુનાવણી માટે પહોંચી હતી.

    આ પણ વાંચો-દિશા પરમારે શેર કરી બિકિની તસવીરો, રાહુલ વૈદ્ય સાથે માલદિવ્સમાં કરી રહી છે રોમેન્સ

    ગત વર્ષે 21 નવેમ્બરનાં NCBએ ભારતી અને હર્ષનાં અંધેરી સ્થિત ઘરે 86.50 ગ્રામ મારિજુઆના મળી આવ્યું હતું. ભારતી અને હર્ષે આ સ્વીકાર કર્યું હતું. તે બંને ગાંજો લે છે. આ બાદ ભારતી અને હર્ષની NCBએ ધરપકડ કરી હતી. જોકે, બીજા દિવસે 22 નવેમ્બરનાં ભારતી અને હર્ષને જામીન મળી ગયા છે.

    આ પણ વાંચો- Avika Gor Photos: ‘બાલિકા વધૂ’નો બોલ્ડ અવતાર જોઈને લોકોએ કહ્યું- ‘કેમ આટલી બદલાઈ ગઈ?’

    મેજિસ્ટ્રેટ કોર્ટે તેને જામીન એટલે આપ્યાં કારણ કે NCB તરફથી કોર્ટમાં કોઇ પુખ્તા પુરાવા હર્ષ અને ભારતી સિંહ વિરુદ્ધ ન હતાં. ભારતી અને હર્ષને 15-15 હજાર રૂપિયા જમા કર્યા બાદ જામીન પર છોડ્યાં હતાં.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published: