Home /News /entertainment /

માંડ 2 કલાક સૂવે છે NCBના સમીર વાનખેડે, એક્ટ્રેસ વાઈફ ક્રાંતિ રેડકરે કહ્યું- ‘મને માર પતિ પર ગર્વ’

માંડ 2 કલાક સૂવે છે NCBના સમીર વાનખેડે, એક્ટ્રેસ વાઈફ ક્રાંતિ રેડકરે કહ્યું- ‘મને માર પતિ પર ગર્વ’

માત્ર 2 કલાક જ સૂવે છે NCBના સમીર વાનખેડે પત્નીએ કર્યો ખુલાસો

એનસીબી (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede)ના પત્ની અને અભિનેત્રી ક્રાંતિ રેડકરે (Kranti Redkar) એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, મને ગર્વ છે કે મારા પતિ સમીર વાનખેડે દેશ માટે પોતાની પર્સનલ લાઈફ અને બાળકોનું પણ બલિદાન આપે છે.

વધુ જુઓ ...
  મુંબઈ:  પોપ્યુલર મરાઠી એક્ટ્રેસ ક્રાંતિ રેડકર (Kranti Redkar) વર્તમાનમાં એનસીબી (Narcotics Control Bureau)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede)ને કારણે ચર્ચામાં છે. સમીર વાનખેડે હાલ બોલિવુડના ડ્રગ્સ કનેક્શનની તપાસ કરી રહ્યા છે. તેમણે હાલમાં જ મુંબઈની એક ક્રૂઝ રેવ પાર્ટી પર રેડ પાડ્યા બાદ શાહરુખ ખાનના (Shahrukh Khan) દીકરા આર્યન ખાનને (Aryan Khan) અરેસ્ટ કર્યો છે.

  આર્યન ખાન હવે 7 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં રહેશે. આ કેસ ઉપરાંત સમીર વાનખેડે દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નો કેસ પણ હેન્ડલ કરી રહ્યા છે.

  પતિ સમીર વાનખેડે પર ક્રાંતિ રેડકરને ગર્વ છે. તાજેતરમાં ઇટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં ક્રાંતિ રેડકરે પતિના હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ કેસ અને દેશ માટે આપેલી કુરબાનીઓ વિશે જણાવ્યું. ક્રાંતિ રેડકરે જણાવ્યું કે તેમના પતિ સમીર વાનખેડે બહુ મહેનતી છે. તેઓ પહેલાં પણ ઘણાં મોટા ઓપરેશન અને કેસને અંજામ આપી ચૂક્યા છે. આ વખતે બોલિવુડ સંબંધિત ડ્રગ્સ કેસ ચાલી રહ્યા છે એટલે તે વધુ હાઈલાઈટ થઈ રહ્યા છે.

  ‘24*7 કામ કરે છે, માંડ 2 કલાક સૂવે છે’
  ક્રાંતિ રેડકરે કહ્યું, જ્યારે પણ સમીર પોતાના ઓપરેશનમાં ઇન્વોલ્વ હોય છે કે પછી કોઈ તપાસમાં જોડાયેલા હોય છે ત્યારે હું તેમને સંપૂર્ણ સ્પેસ આપું છું. હું તેમને ક્યારે નથી પૂછતી કે શું થયું, કેમ થયું કેમ કે હું તેમના કામની પ્રાયવસીને સમજું છું. હું ઘરે દરેક બાબતની ધ્યાન રાખું છું અને એ રીતે તેઓ પોતાના કેસિસ પર વધારે ધ્યાન આપી શકે છે.

  ક્રાંતિ રેડકરે આગળ કહ્યું કે, તેના પતિ સચિન વાનખેડે ડ્રગ્સ કેસ સાથે જોડાયેલી તપાસ વિશે કશું જ નથી કહેતા. ક્રાંતિએ કહ્યું કે, ક્યારેક ક્યારેક તો તેઓ એટલા બિઝી થઈ જાય છે કે સૂઈ પણ નથી શક્તા. તેઓ 24*7 કામ કરે છે અને માંડ 2 કલાક સૂવે છે. જ્યારે તેઓ કોઈ કેસ વિશે ફોન પર વાત કરતા હોય ત્યારે ન તો હું તેમાં દખલ દઉં છું કે ન તો તેમાં સામેલ થાઉં છું. તેઓ દરરોજ સિક્રેટ ઑપરેશનમાં કાર્યરત હોય છે. તેમને એ વિશે ફેમિલીને કંઈ પણ જણાવવાની પરમિશન નથી. હું તેમને તેમની સંપૂર્ણ સ્પેસ આપું છું અને ક્યારેય કોઈ ફરિયાદ નથી કરતી.

  ‘ઘર આવીને પણ ટીમ સાથે ઑપરેશન ઉપર ચર્ચા’
  ક્રાંતિ રેડકરે આગળ કહ્યું કે, સમીર એક એવા ફિલ્ડમાં છે જ્યાં તેઓ એક મિનિટ માટે પણ ખાલી નથી બેસી શક્તા. ત્યાં સુધી કે તેઓ ઘરે આવીને પણ ટીમ સાથે ઑપરેશન વિશે ચર્ચા કરે છે. હું ક્યારેય નથી પૂછતી કે શું થયું. કેમ થયું, કેવી રીતે થયું. હું તેમના કામની પ્રાઇવેસીને મેન્ટેન કરું છુ. અને આ પ્રોફેશનનું સન્માન કરું છું.

  ‘તેઓ દેશ માટે બલિદાન આપી રહ્યા છે તેનો ગર્વ થાય છે’
  ઘરે બાળકો પપ્પા સમીર વાનખેડેને મિસ કરે છે? આવા સવાલના જવાબમાં ક્રાંતિ રેડકરે જણાવ્યું હતું કે, તેમને 2 જુડવા બાળકો છે જેની ઉંમર 3 વર્ષની છે. તેઓ ક્યારેક ક્યારેક પપ્પાને મિસ કરે છે. ક્રાંતિએ કહ્યું કે, ‘સમીર જાણે છે કે ઘરે બાળકોનું ધ્યાન રાખવા માટે હું હાજર છું. માટે તેઓ બેફિકર રહે છે. મને ગર્વ છે કે સમીર દેશ માટે પોતાની પર્સનલ લાઇફ, બાળકો અને ફેમિલીને ન્યોછાવર કરી રહ્યા છે.’

  આ પણ વાંચો: ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને બર્થ ડે વિશ કર્યું; વાયરલ થયા ફની memes

  ક્રાંતિ રેડકરને એ વાતનો પણ આનંદ છે કે સચિન વાનખેડે મીડિયાને ઈન્ટરવ્યૂ પણ આપી રહ્યા છે. ક્રાંતિએ જણાવ્યું કે તેના પતિ સચિન અત્યાંત શાંત અને ઇન્ટ્રોવર્ટ ટાઇપ છે. તેઓ ક્યારેક કોઈને કઈં નથી કહેતા અને હસતા પણ નથી. ક્રાંતિ રેડકરએ છેલ્લે જણાવ્યું કે, હું એમને કહેતી રહું છું કે ઈન્ટરવ્યૂ દરમિયાન સ્માઈલ કરતા જાઓ, પરંતુ તેઓ બનાવટી સ્માઈલ બતાવે છે!
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: NCB Latest News, Sameer Wankhede, બોલીવુડ ન્યૂઝ

  આગામી સમાચાર