રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિકના જમીન રદ્દ કરવા NCB પહોંચી હાઇકોર્ટ

રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિકના જમીન રદ્દ કરવા NCB પહોંચી હાઇકોર્ટ
રિયા ચક્રવર્તીનાં ભાઇ શૌવિક ચક્રવર્તીનાં જામીન રદ્દ કરવાં હાઇ કોર્ટ પહોંચી NCBની ટીમ

NCB એ અરજીમાં કહ્યું છે કે શૌવિક તે બે વ્યક્તિના સંપર્કમાં હતો જેમની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ અરજી પર 30 માર્ચના રોજ સુનાવણી થશે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ મોત કેસમાં આવેલા ડ્રગ એંગલની તપાસ NCB કરી રહી છે. જેમાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને તેના શૌવીકનું નામ સામે આવતાં બંનેને NCBએ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. જોકે, ત્યાર બાદ રિયાને એક મહિનો જેલમાં વિતાવ્યા બાદ બોમ્બે હાઇકોર્ટે જામીન આપી દીધા હતા. તો હવે શૌવીકે સ્પેશ્યલ કોર્ટમાં પોતાના જામીન માટે ગુહાર લગાવી છે. જેને લઈને NCBના કાન ઊંચા થયા છે અને શૌવિકના જામીન રદ્દ કરાવવા NCB હાઇકર્ટ પહોંચી છે.

  NCBએ શૌવિકના જામીન રદ્દ કરાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. NDTVના એક રિપોર્ટ અનુસાર, NCB એ અરજીમાં કહ્યું છે કે શૌવિક તે બે વ્યક્તિના સંપર્કમાં હતો જેમની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ અરજી પર 30 માર્ચના રોજ સુનાવણી થશે.  બીજી તરફ લોકો સોશ્યલ મીડિયા પર રિયાને એરેસ્ટ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મામલે NCBએ સૂર્યદીપ મલ્હોત્રા, જૈદ વિલાત્રા અને અબ્દુલ બાસિત પરિહારને એરેસ્ટ કર્યા હતા. સૂર્યદીપ એ શૌવિકનો નાનપણનો મિત્ર છે. જણાવી દઈએ કે સુશાંતની મોત બાદ તેના પિતાએ રિયા પર આત્મહત્યા માટે પ્રેરિત કરવા અને દગાખોરીનો કેસ પણ દાખલ કર્યો હતો.

  સુશાંત અને રિયા એક વર્ષથી રિલેશનમાં હતા. રિયાએ માન્યું હતું કે સુશાંતના ઘરે ડ્રગ્સ લાવતી હતી. સાથે જ તેણે એ પણ માન્યું હતું કે તેણે ડ્રગ્સ મંગાવવા માટે શૌવીકને પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જેને લઈને NCBએ તેના પર ગાળિયો કસ્યો હતો અને દિયાને ડ્રગ્સ ખરીદવા અને સપ્લાય કરવાના આરોપ લગાવ્યા હતા. રિયાએ એ પણ જણાવ્યું હતું કે સુશાંતને મારિજુઆના અને ગાંજો પણ આપવામાં આવતો હતો.

  નોંધનીય છે કે, NCBએ તાજેતરમાં કુલ 12 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. NCBએ ચાર્જશીટમાં રિયા ચક્રવર્તી સહીત 32 અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ અવૈધ તસ્કરીઓનો આરોપ લગાવ્યો છે. NDPS અધિનિયમ અંતર્ગત આવતી આ કલમ 27Aમાં ઓછામાં ઓછી 10 અને વધુમાં વધુ 20 વર્ષ જેલની સજાનું પ્રાવધાન છે.
  Published by:News18 Gujarati
  First published:March 18, 2021, 10:06 am

  ટૉપ ન્યૂઝ