Home /News /entertainment /ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા ભરાશે, ડ્રગ્સ કેસમાં NCBએ દાખલ કરી 200 પાનાની ચાર્જશીટ

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા ભરાશે, ડ્રગ્સ કેસમાં NCBએ દાખલ કરી 200 પાનાની ચાર્જશીટ

ભારતી-હર્ષની મુશ્કેલીઓ વધી

Drugs Case : કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા છે. ડ્રગ્સ કેસમાં NCBએ આ કપલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.

Bharti Singh drugs Case : કોમેડી ક્વીન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે. ડ્રગ્સ કેસને લઈને NCBએ ફરી એકવાર ભારતી અને હર્ષ પર સકંજો કસ્યો છે. NCGએ કપલ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.

ભારતી-હર્ષની મુશ્કેલીઓ વધી


મળતી માહિતી મુજબ, મુંબઈ NCBએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયા વિરુદ્ધ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ ડ્રગ્સ કેસને લઇને દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : 'તેણે મારા ચહેરા અને છાતી પર માસ્ટરબેટ કર્યુ, ઉઠાવીને રૂમમાં લઇ ગયો અને કરી આ ગંદી ડિમાંડ'

તમને જણાવી દઈએ કે આ કપલની વર્ષ 2020માં ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે જામીન પર બહાર છે. પરંતુ હવે ફરી એકવાર ભારતી અને હર્ષની મુશ્કેલીઓ વધી રહી છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ 2020 ના અંતમાં ભારતી અને હર્ષની ડ્રગ્સ લેવાના આરોપમાં ધરપકડ કરી હતી. ભારતી અને હર્ષના ઘર અને ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 86.50 ગ્રામ ગાંજા જપ્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : પલક તિવારીએ પહેરી પાતળી દોરી પર ટકેલી બ્રાલેટ, ધબકારો ચૂકી જશો એવો છે બોલ્ડ લુક

તેવામાં હવે 200 પાનાની ચાર્જશીટ દાખલ થયા બાદ ફરી એકવાર આ મામલો ચર્ચામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ પહેલીવાર બોલિવૂડમાં ડ્રગ રેકેટનો પર્દાફાશ થયો હતો.



ભારતી અને હર્ષ ઉપરાંત રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની પણ ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ સાથે શ્રદ્ધા કપૂરથી લઈને સારા અલી ખાન સુધીનું નામ જોડાયું હતું.
First published:

Tags: Bharti singh, Bharti Singh Drugs case, NCB, NCB Latest News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો