Drugs Party: ત્રણ દિવસ ચાલવાની હતી આ પાર્ટી, NCBએ Aryan Khan સહિત 8 યુવાઓની કરી અટકાયત

શાહરૂખ ખાનનો દીકરો ડ્રગ્સ મામલે NCBની અટકાયતમાં

Mumbai Cruise Rave Party: ત્રણ દિવસ ચાલવાની હતી આ પાર્ટી, આ પાર્ટીમાં બોલિવૂડ, ફેશન અને બિઝનેસ સાથે જોડાયેલાં લોકો શામેલ થયા હતાં. રેડ દરમિયાન NCBએ અહીંથી મોટી માત્રામાં ડ્રગ્સ મેળવ્યું હતું.

  • Share this:
    Mumbai Cruise Rave Party: ત્રણ દિવસ ચાલવાની હતી આ પાર્ટી, આ પાર્ટીમાં બોલિવૂડ, ફેશન અને બિઝનેસ સાથે જોડાયેલાં લોકો શામેલ થયા હતાં. રેડ દરમિયાન NCBએ અહીંથી મોટી માત્રામાં ડ્રગ્સ મેળવ્યું હતું.

    નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ શનિવારે મુંબઇથી ગોવા જઇ રહેલી ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટી (Drugs Party)નો ભાંડો ફોડી દીધો છે. ક્રૂઝ પર મુસાફર બનીને પહોંચેલી NCBની ટીમે અહીં રેડ પાડી હતી. આ પાર્ટીમાં બોલિવૂડ, ફેશન અને બિઝનેસ સાથે જોડાયેલાં લોકો શામેલ થયા હતાં. આ મામલે NCBએ અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરી હતી.

    NCBએ જાહેર કરેલાં નિવેદન અનુસાર, 2 ઓક્ટોબરનાં કોર્ડેલિયા ક્રૂઝ પર રેડ પાડવામાં આવી હતી. અને ત્યાં હાજર તમામ લોકોની તપાસ કરવામાં આવી.આ દરમિયાન NCBએ MDMA, કોકેઇન, MD અને ચરસ મળી આવ્યું હતું. આ મામલે અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં બે મહિલાઓ પણ શામેલ છે. NCBએ આ મામલે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.

    આ આઠ લોકોની લિસ્ટમાં
    આર્યન ખાન (Aryaan Khan)
    અરબાઝ મર્ચન્ટ (Arbaaz Merchant)
    મૂનમૂન ધામેચા (Munmun Dhamecha)
    નૂપુર સારિકા (Nupur Sarika)
    ઇસ્મત સિંઘ (Ismeet Singh)
    મોહક જૈસવાલ (Mohak Jaswal)
    વિક્રાંત ચોકર (Vikrant Chhoker)
    ગોરમિત ચોપરા (Gormit Chopra)

    આ મામલે બોલિવૂડ સુપર સ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan)નાં દીકરા આર્યન (Aryan Khan)થી પણ પૂછપરછ કરી હતી. NCBએ ક્રૂઝની અંદર ચાલતી પાર્ટીનો વીડિયો મળ્યો છ. જેમાં આર્યન દેખાય છે. પૂછપરછમાં આર્યને જણાવ્યું હતું કે, આ પાર્ટીમાં ગેસ્ટનાં રૂપમાં તેને બોલાવવામાં આવ્યો હતો. અને તેણે પાર્ટીમાં ગેસ્ટનાં રૂપમાં બોલાવવામાં આવ્યો હતો. અને તેણે પાર્ટીમાં શામેલ થવા માટે કોઇ રુપિયા પણ નથી આપ્યાં. આર્યને દાવો કર્યો હતો કે, ઓર્ગેનાઇઝરે તેનું નામ આમાં ઉપયોગ કરી લોકોને પાર્ટીમાં બોલાવ્યાં હતાં. NCBએ આર્યનનો મોબાઇલ ફોન જપ્તે કરી લીધો હતો અને તેની ચેટ્સ પણ તપાસી હતી.

    ત્રણેય યુવતીઓની પણ પૂછપછ- મુંબઇ NCBનાં ડિરેક્ટર સમીર વાનખેડેએ તેમની પૂછપરછ કરી હતી. ક્રૂઝ પાર્ટીમાં શામિલ થવા માટે દિલ્હીથી ત્રણ યુવતીઓ આવી હતી. આ ત્રણેયની પણ NCB પૂછપરછ કરી હતી. આ ત્રણેય બિઝનેસમેનની દીકરીઓ છે.

    NCBએ તમામનાં મોબાઇલ ફોન જપ્તે કરી લેવામાં આવ્યાં છે. NCBનાં અધિકારીઓનુંક હેવું છે કે, આ મામલાની કાયદામાં રહીને તપાસ કરવામાં આવી રહી છે. જેનાં વિરુદ્ધ પૂરાવા મળશે તેનાં વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published: