Nayanthara-Vignesh Shivan Wedding: નયનતારા અને વિગ્નેશનાં થઇ ગયા લગ્ન, જુઓ કપલની સુંદર તસવીર
Nayanthara-Vignesh Shivan Wedding: નયનતારા અને વિગ્નેશનાં થઇ ગયા લગ્ન, જુઓ કપલની સુંદર તસવીર
નયતારા-વિગ્નેશ ગણેશન થયા એક
Nayantara, VIgnesh Marriage: સોર્સિસ મુજબ આ લગ્નમાં સુપરસ્ટારરજનીકાંત, શાહરૂખ ખાન, અજિથ કુમાર સહિતના લોકપ્રિય સ્ટાર્સ નયનતારા અને વિગ્નેશ શિવાનના લગ્નમાં ખાસ મહેમાન (Wedding Guest) તરીકે હાજરી આપશે તેવું અહેવાલ કહી રહ્યા છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સાઉથ ઇન્ડિયન સિનેમાની લોકપ્રિય સ્ટાર કપલ નયનતારા અને વિગ્નેશ શિવન આજે 9 જૂન, ગુરુવારે લગ્નનાં (Nayantara-Vignesh Shivan Wedding) બંધનમાં બંધાઇ ગયા છે. કપલે પોતાની ડ્રીમ વેડિંગ ચેન્નાઇના મહાબલ્લીપુરમમાં (Mahaballipuram) રાખ્યા હતાં. લગ્નનો પહેલો ફોટો તેમણે શેર ક્યો છે. જેમાં તેઓ ખુબજ સુંદર દેખાય છે.
સોર્સિસ મુજબ આ લગ્નમાં સુપરસ્ટારરજનીકાંત, શાહરૂખ ખાન, અજિથ કુમાર સહિતના લોકપ્રિય સ્ટાર્સ નયનતારા અને વિગ્નેશ શિવાનના લગ્નમાં ખાસ મહેમાન (Wedding Guest) તરીકે હાજરી આપશે તેવું અહેવાલ કહી રહ્યા છે.
On a scale of 10…
She’s Nayan & am the One ☝️☺️
With God’s grace , the universe , all the blessings of our parents & best of friends
આ લગ્નમાં શાહરૂખ ખાન હાજર રહ્યો છે- શાહરૂ ખ ખાન કોરોના પોઝિટિવ હતા તે સમાચાર બાદ આ તેમનું પહેલું પબ્લિક અપિયરન્સ છે. જેમાં તે હવે કોરોના નેગેટિવ આવી ગયા હોવાનું જાહેર થયું છે.
જો કે આ કપલે હજુ સુધી કોઈ વિગતો જાહેર કરી નથી, પરંતુ અહેવાલો દ્વારા પુષ્ટિ થઇ છે કે લગ્ન મહાબલીપુરમના એક લક્ઝરી રિસોર્ટમાં લગ્ન યોજાઈ રહ્યા છે. નયનતારા અને વિગ્નેશ શિવને તેમના લગ્ન માટે લગભગ 130 રૂમ વાળી આખી હોટેલ બુક કરાવી છે. કપલના નજીકના સૂત્રોએ જણાવ્યા અનુસાર આ હોટલ આગામી સપ્તાહના અંત સુધી બુક કરવામાં આવી છે.
વધુ અહેવાલો અનુસાર નયનતારા સાથે ઘણી ફિલ્મોમાં સ્ક્રીન શેર કરનાર સુપરસ્ટાર રજનીકાંત અને અજિત કુમાર કન્ફર્મ ગેસ્ટ લિસ્ટમાં સામેલ થઇ ચૂક્યા છે. આ ઉપરાંત જેની સાથે નયનતાર હિન્દી ડેબ્યૂ પ્રોજેક્ટમાં સ્ક્રીન શેર કરી રહી છે તે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ લગ્નમાં હાજરી આપશે તેવું કહેવાય રહ્યું છે. અભિનેત્રી અને ફિલ્મ નિર્માતાએ ઇન્ડસ્ટ્રીના અન્ય લોકપ્રિય નામોને પણ આમંત્રણ આપ્યું છે, જેમાં કમલ હાસન, ચિરંજીવી, થાલાપતિ વિજય, સુર્યા, કાર્તિ, વિજય સેતુપતિ, સામંથા સહિતના મહેમાનોનો સમાવેશ થાય છે.
લગ્નની થીમ અંગે વાત કરીએ તો ઓનલાઈન ઇન્વિટેશન કાર્ડ દર્શાવે છે કે નયનતારા અને વિગ્નેશ શિવને પેસ્ટલ થીમ આધારિત લગ્નની થીમ પસંદગી કરી છે. મહેમાનોને કથિત રીતે લગ્ન સમારંભ માટે પેસ્ટલ શેડ્સમાં પરંપરાગત કપડા પહેરવા માટે અપીલ કરવામાં આવી છે. લગ્ન સવારે 8 થી 9 વાગ્યાના મુહૂર્ત વચ્ચે યોજાય તેવી અપેક્ષા છે.
પોતાના ભવ્ય અને પરંપરાગત લગ્ન સમારોહ પછી નયનતારા અને વિગ્નેશ શિવન તેમના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો માટે એક જ સ્થળે ભવ્ય રીસેપ્શન કરવાનું આયોજન કરી રહ્યા છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, લગ્નની વિધિઓ સત્તાવાર રીતે 8 જૂન, બુધવારના રોજથી પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઇ ચૂક્યા હતા અને એક ગ્રાન્ડ મહેંદી સેરેમની સાથે શરૂઆત થઇ હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર