Home /News /entertainment /આલિયા ભટ્ટ કરતાં પણ ફાસ્ટ નીકળી નયનતારા, લગ્નના 4 જ મહિનામાં ટ્વિન્સને આપ્યો જન્મ
આલિયા ભટ્ટ કરતાં પણ ફાસ્ટ નીકળી નયનતારા, લગ્નના 4 જ મહિનામાં ટ્વિન્સને આપ્યો જન્મ
નયનતારા અને વિગ્નેશ શિવ (Nayanthara & Vignesh Shivan)ને સરોગસી દ્વારા ટ્વિન્સ બેબી બોયઝ (Twins Baby Boys)નો જન્મ થયો હોવાની જાણ વિગ્નેશે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જાહેરાત કરી હતી. દિગ્દર્શકે તેના ટ્વિન્સ નવજાત પુત્રોની ઘણી તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે, "નયન અને હું અમ્મા અને અપ્પા બની ગયા છીએ. અમને આશીર્વાદ સ્વરૂપે ટ્વિન બેબી બોયઝ મળ્યા છે." પોસ્ટમાં તેણે તેમના નવજાત શિશુઓના નામ ઉયર અને ઉલગમ (Uyir & Ulagam) રાખ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કેપ્શનમાં લખ્યું છે કે, "અમારી બધી પ્રાર્થનાઓ, અમારા પૂર્વજોના આશીર્વાદના ફળ સ્વરૂપે અમને 2 બાળકો મળ્યા છે, અમારા ઉયર અને ઉલગમ માટે તમારા બધાના આશીર્વાદની જરૂર છે. જીવન ઉજ્જવળ અને વધુ સુંદર લાગે છે ભગવાન ખૂબ જ મહાન છે." તસવીરોમાં નયનતારા અને વિગ્નેશ પોતાના બાળકોના નાના પગને કિસ કરતા જોઇ શકાય છે.
Nayanthara-Vignesh Shivan become parents of twins: સાઉથના સુપરસ્ટાર નયનતારા અને વિગ્નેશ શિવને લગ્નના 4 મહિના બાદ જ ગુડ ન્યૂઝ આપ્યા છે. ફિલ્મ સ્ટાર ટ્વિન્સના માતા-પિતા બની ગયા છે. ફિલ્મ સ્ટારે પોતાના બાળકો સાથેની તસવીર શેર કરીને આ જાણકારી આપી હતી.
Nayanthara-Vignesh Shivan become parents of twins: સાઉથ સુપરસ્ટાર નયનતારા અને વિગ્નેશ શિવન આ જ વર્ષે લગ્નના બંધનમાં બંધાયા છે. આ સ્ટાર કપલે 9 જૂન 2022ના દિવસે ચેન્નઇમાં ગ્રાન્ડ વેડિંગ કર્યા. લગ્નના માત્ર 4 જ મહિનામાં આ સ્ટાર કપલે ફેન્સને ગુડ ન્યૂઝ આપ્યા છે. ફિલ્મ સ્ટાર નયનતારાના પતિ વિગ્નેશ શિવને તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે આ સ્ટાર કપલ જુડવા બાળકોના પેરેન્ટ્સ બની ગયા છે.
વિગ્નેશ શિવને ઇન્સ્ટાગ્રામ પર નયનતારા અને પોતાની સાથે પોતાના બંને નવજાત બાળકોના પગ ચૂમતા 2 તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ તસવીરો શેર કરતા વિગ્નેશ શિવને લખ્યું, 'નયન અને હું હવે અમ્મા અને અપ્પા...અમે ધન્ય છીએ...જુડવા બાળકો..અમારી તમામ પ્રાર્થનાઓ, અમારા પૂર્વજોના આશિર્વાદે તમામ સારી અભિવ્યક્તિઓને એક સાથે જોડીને, અમારી માટે એક સાથે આપી છે અને અમારા 2 ધન્ય બાળકોના રૂપમાં આવ્યા છે. અમે આપ સૌનો આશિર્વાદ મેળવવા માગીએ છીએ....અમારા ઉઇરો અને ઉલગામ માટે. જીવન એકસાથે ખૂબસુરત અને ઉજ્જવલ લાગે છે. ભગવાન મહાન છે.'
નયનતારા અને વિન્વેશ શિવને શેર કરી આ તસવીર
સરોગેસીથી પેરેન્ટ્સ બન્યા નયનતારા-વિગ્નેશ શિવન કૉલીવુડ ફિલ્મ સ્ટાર નયનતારા અને વિગ્નેશ શિવને, સરોગેસીથી પોતાના બાળકોને જન્મ આપ્યો છે. ફિલ્મ સ્ટાર નયનતારાના મા બનવાની ખબર મીડિયામાં તેમના લગ્ન પહેલાથી જ સામે આવી ગઇ હતી. જો કે એક્ટ્રેસે ક્યારેય આ ખબરો પર રિએક્ટ નથી કર્યુ.
પછીથી બંને સ્ટાર્સે ધામધૂમથી લગ્ન કર્યા. તે બાદ નયનતારાના મા બનવાની ખબરો દબાઇ ગઇ હતી. જો કે તે સમયે પણ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે એક્ટ્રેસ સરોગેસીથી મા બનવાની તૈયારીમાં છે. હવે આ રિપોર્ટ્સ પર વિગ્નેશ શિવને પણ મહોર મારી દીધી છે.
નયનતારા-વિગ્નેશ શિવને બાળકોનું આ રાખ્યું નામ
તમિલ સુપરસ્ટાર નયનતારા અને વિગ્નેશ શિવને પોતાના જુડવા બાળકોનું નામ ઉઇરો અને ઉલગામ રાખ્યું છે. તેની જાણકારી ખુદ વિગ્નેશ શિવને પોતાની આ તસવીરો સાથે આપી છે. જેમાં ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવન પોતાના બાળકોને ફેન્સ સાથે મળાવતા જોવા મળી રહ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર