Home /News /entertainment /Video: નવાઝુદ્દીન સિદ્દીકીએ અડધી રાત્રે પત્નીને ઘરમાંથી બહાર તગેડી, રસ્તા પર ધ્રુસકે ને ધ્રુસકે રડતા રહ્યાં બાળકો

Video: નવાઝુદ્દીન સિદ્દીકીએ અડધી રાત્રે પત્નીને ઘરમાંથી બહાર તગેડી, રસ્તા પર ધ્રુસકે ને ધ્રુસકે રડતા રહ્યાં બાળકો

આલિયાએ અભિનેતા વિશે ઘણા ચોંકાવનારા દાવા પણ કર્યા.

Nawazuddin Siddiqui controversy: નવાઝુદ્દીન સિદ્દીકીની (Nawazuddin Siddiqui) પત્ની આલિયા સિદ્દીકીએ (Aaliya Siddiqui) ફરી એકવાર એક વીડિયો બનાવીને એક્ટર પર ગંભીર આરોપ લગાવ્યા છે. નવાઝની પત્નીનો દાવો છે કે એક્ટરના બોડીગાર્ડ્સે અડધી રાત્રે તેને બાળકો સાથે ઘરની બહાર કાઢી મૂકી હતી. વીડિયોમાં દિકરી પુત્રી ખરાબ રીતે રડતી જોવા મળી રહી છે.

વધુ જુઓ ...
Nawazuddin Siddiqui controversy: નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) અને તેની પત્ની વચ્ચે ચાલી રહેલો 'ઘર કંકાસ' હવે ઘરની બહાર, રસ્તા પર આવી ગયો છે. નવાઝની પત્ની (Nawazuddin Siddiqui wife)એ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે કે તેને રાત્રે 11.30 વાગ્યે નવાઝના બંગલામાંથી બહાર હાંકી કાઢવામાં આવી છે અને વીડિયોમાં તે તેના બે બાળકો સાથે રસ્તા પર ઉભી જોવા મળી રહી છે. આલિયા સિદ્દીકીએ કહ્યું કે હવે તેની પાસે માત્ર 81 રૂપિયા છે, મને સમજાતું નથી કે શું કરવું. મારી દિકરી ત્યાં ઊભી રડી રહી છે...'

વીડિયોમાં આલિયા સિદ્દીકી કહેતી જોવા મળી રહી છે, 'હું આ સમયે નવાઝના બંગલાની બહાર છું. અમને આ બંગલાની બહાર હાંકી કાઢવામાં આવ્યા છે. તે મારી દીકરી ઊભી છે જે રડી રહી છે. ખૂબ જ ચિંતા થઈ રહી છે. હવે મને સમજાતું નથી, મારી પાસે 81 રૂપિયા છે, ન તો મારી પાસે હોટેલ છે કે ન ઘર. હું શું કરું. મને સમજાતું નથી કે નવાઝ આટલો નીચલી કક્ષાએ આવી ગયો છે, હું કલ્પના પણ કરી શકતી નથી. હું તને ક્યારેય માફ નહીં કરી શકું નવાઝ. મારા બાળકો સાથે જે પણ થઈ રહ્યું છે, હું તને ક્યારેય માફ નહીં કરું. મારા બાળકની સ્થિતિ, હું તમને બતાવવા માંગુ છું કે આ બધુ શું થઈ રહ્યું છે.




આ પણ વાંચો:  TMKOC: 'તારક મહેતા'ની આ ભાભીઓ બિકીનીમાં લાગે છે બવાલ, દયાબેન-બબીતાજીને તો ઓળખી પણ નહીં શકો

આલિયાએ પોતાની પોસ્ટમાં કહ્યું છે કે તે નવાઝના ઘરે 40 દિવસથી રહેતી હતી, પરંતુ ગઈકાલે વર્સોવા પોલીસ સ્ટેશને તેને તાત્કાલિક ધોરણે બોલાવી હતી. તે ગઈ અને જ્યારે તે પાછી આવી ત્યારે નવાઝુદ્દીને અનેક ગાર્ડ્સ રાખી દીધા હતા જેમણે તેને ઘરે પરત ફરવા દીધી ન હતી. આલિયા કહે છે કે મારી દીકરી તેના પિતાની આ હરકતો જોઈને ખૂબ રડી રહી છે.

આલિયા અને નવાઝુદ્દીન સિદ્દીકી વચ્ચે આ સંબંધોની ખેંચતાણ ઘણા સમયથી ચાલી રહી છે. આલિયા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની સાથે થઈ રહેલા અન્યાયને લોકોને બતાવી રહી છે. આલિયાનું કહેવું છે કે તેને તેના જ પતિના ઘરમાં રહેવા દેવામાં આવી નથી. તે જ સમયે, નવાઝના વકીલે તાજેતરમાં જ દાવો કર્યો હતો કે આલિયા તેની પત્ની નથી કારણ કે તેણે કોઈ અન્ય સાથે લગ્ન કર્યા છે.

આ પણ વાંચો:  'જેઠાલાલ'ના ઘરને ઘેરીને ઉભા છે 25 હથિયારધારી લોકો! દિલીપ જોશીને ધમકી મળ્યા બાદ દોડતી થઇ ગઇ મુંબઇ પોલીસ



બીજી તરફ એવા સમાચાર છે કે નવાઝના ભાઈએ ખુદ નવાઝને તેની માતાને મળવાથી રોક્યો છે. રિપોર્ટ છે કે તાજેતરમાં નવાઝ તેની બીમાર માતાને મળવા માટે વર્સોવામાં તેના ભાઈના બંગલે પહોંચ્યો હતો, પરંતુ તેમ છતાં તે તેની માતાનો ચહેરો જોઈ શક્યો ન હતો અને એમ જ પાછો ફર્યો હતો. નવાઝના તેની પત્ની ઉપરાંત તેના ભાઈઓ સાથે પણ સારા સંબંધો નથી રહ્યાં. પહેલા ભાઈ શમાસ નવાબ સિદ્દીકી સાથે અને હવે બીજા ભાઈ ફૈઝુદ્દીન સાથે તેનો અણબનાવ જગજાહેર છે. નવાઝ 2 માર્ચે તેની બીમાર માતા મહરુનિસાને મળવા માટે તેના બીજા ભાઈ ફૈઝુદ્દીનના ઘરે પહોંચ્યો હતો, પરંતુ એક્ટરને તેની માતાને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
First published:

Tags: Bollywood affairs, Bollywood celebs divorce, Bollywood Gossip, Nawazuddin siddiqui

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો