નવાઝની પત્નીએ તેનાં વિરુદ્ધ લગાવ્યો રેપ અને છેતરપીંડીનો આરોપ, ફરિયાદ દાખલ

News18 Gujarati
Updated: September 24, 2020, 1:56 PM IST
નવાઝની પત્નીએ તેનાં વિરુદ્ધ લગાવ્યો રેપ અને છેતરપીંડીનો આરોપ, ફરિયાદ દાખલ
નવાઝુદ્દિન સિદ્દિકી અને આલિયા સિદ્દિકી (ફાઇલ ફોટો)

નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) વિરુદ્ધ પત્ની આલિયા સિદ્દીકી (Aaliya Siddiqui)એ મુંબઇનાં વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) અને તેની પત્ની આલિયા સિદ્દીકી (Aaliya Siddiqui) એક વખત ફરીથી ચર્ચામાં છે. બંને વચ્ચે કંઇ જ બરાબર નથી ચાલી રહ્યું. બંને વચ્ચે ગત કેટલાંય સમયથી અણબનાવ ચાલે છે. અને હવે ફરી એક વખત નવાઝુદ્દીનની મુશ્કેલીઓ વધી ગઇ છે. તેની પત્ની આલિયાએ તેનાં વિરુદ્ધ લેખિત ફરિયાદ (Written Complaint) દાખલ કરાવતા તેનાં ઉપર બળાત્કાર અને છેતરપીંડી (Rape and Cheating)નો આરોપ લગાવ્યો છે. એક્ર વિરુદ્ધ આલિયાએ મુંબઇનાં વર્સોવા પોલીસ સ્ટેશનમાં (Versova Police Station) ફરિયાદ નોંધાવી છે.

રિપોર્ટ્સ મુજબ, આલિયા સિદ્દીકીનાં વકિલે જણાવ્યું કે કલમ 375, 376 (k), 376 (an), 420 અને 493 હેઠળ, ફરિયાદ નોંધવામાં આવી છે. આલિયાએ ગત અઠવાડિયે તેની ફરિયાદ મામલે ઉત્તર પ્રદેશનાં મુઝફ્ફરનગર સ્થિત બુઢાના પોલિસ સ્ટેશનમાં તેનું નિવેદન દાખલ કરાવ્યું હતું. આ ફરિયાદમાં તેણે નવાઝ અને તેનાં પરિવારનાં ચાર સભ્યોનાં નામનો ઉલ્લેખ કર્યો છે. આ મામલે હવે પોલીસ નવાઝુદ્દિન સિદ્દિકીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે.

નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયા સિદ્દીકીમાં ગત લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. આલિયાએ થોડા સમય પહેલાં જ નવાઝુદ્દીનને છુટાછેડાની નોટિસ ફટકારી હતી.

આ પણ વાંચો- ડ્રગ્સ કેસમાં આવી રીતે ખુલી દીપિકા અને શ્રદ્ધાની પોલ, WhatsApp ચેટ આવી કામ

નવાઝ કોરોનાને કારણે થયેલાં લોકડાઉનમાં મુંબઇથી તેનાં ગામ બુઢાના જતો રહ્યો હતો. અને ત્યારથી જ તે ત્યાં છે. જુલાઇ મહિનાની 27 તારીખે આળિયાએ મુંબઇનાં એક પોલીસ સ્ટેશનમાં નવાઝ અને તેનાં પરિવાર વિરુદ્ધ એક FIR પણ દાખલ કરી છે. આ મામલો મુંબઇનો નથી એટલે તેની ફરિયાદ મુઝફ્ફર નગર પાસેનાં બુઢાના સ્થાનાંતરિત કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, હાલમાં જ આલિયાએ સોશિયલ મીડિયા પર એખ ઓપન લેટર નવાઝનાં નામે લખ્યો હતો. ટ્વિટર પર આ લેટરમાં આલિયાએ નવાઝ અને તેનાં પરિવારને ખુબજ ઘમકાવ્યાં હતાં. અને સ્પષ્ટ કહ્યું હતું કે, તે કંઇપણ થઇ જાય નવાઝ કે તેનાં સાસરાવાળા સામે ઝુકશે નહીં. આલિયાએ નવાઝનાં ભાઇઓ અને PR મશીનરીને પણ ભારે ધમકાવ્યા હતાં.

આ પણ  વાંચો- Sushant Case Live: ડ્રગ્સ કેસમાં આજે રકુલ પ્રીત સિંહની NCB કરશે પૂછપરછ

આ પહેલી વખત નથી કે આલિયાએ નવાઝુદ્દિન વિરુદ્ધ પોલીસ કમ્પલેઇન કરી હોય આ પહેલાં પણ કે નવાઝુદ્દિન અને તેનાં ભાઇ સમ્સ સિદ્દિકી  વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી ચૂકી છે.
Published by: Margi Pandya
First published: September 24, 2020, 12:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading