Home /News /entertainment /Video: નવાઝુદ્દીન સદ્દિકીનો પરિવાર પત્ની આલિયાને કરી રહ્યા છે આ રીતે ટોર્ચર, હાલત જોઇને ચોકીં ગયા ફેન્સ
Video: નવાઝુદ્દીન સદ્દિકીનો પરિવાર પત્ની આલિયાને કરી રહ્યા છે આ રીતે ટોર્ચર, હાલત જોઇને ચોકીં ગયા ફેન્સ
આલિયાએ પોતાના વકીલ દ્વારા અભિનેતા વિશે ઘણા ચોંકાવનારા દાવા પણ કર્યા હતા.
આલિયાએ એક્ટર અને તેની માતા પર આરોપ લગાવતા કહ્યું કે, 'મને કિચનમાં જવાની પરમિશન નથી, મેં લિવિંગ રૂમના સોફાને મારો બેડ બનાવી દીધો છે. મારા મિત્રો મને ખાવાનું મોકલે છે અને તેમને ઘરની અંદર પ્રવેશવાની પરમિશન નથી.
અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી હાલ પોતાની પર્સનલ લાઇફ (Nawazuddin Siddiqui Personal Life)ને લઇને ચર્ચામાં છે. હકીકતમાં નવાઝુદ્દીન સિદ્દીકીની માતાએ તેની પુત્રવધૂ આલિયા સામે એફઆઇઆર (FIR Against Alia Siddiqui) નોંધાવી હતી, જે અંગે આલિયાની પણ પૂછપરછ થઇ હતી. સાથે જ આ પછી આલિયાએ એક્ટર અને તેની માતા પર ઘણા ગંભીર આરોપ (Alia alleges sexual harassment) પણ લગાવ્યા હતા, જેને સાંભળીને બધા જ આશ્ચર્યમાં પડી ગયા હતા.
આલિયાએ પોતાના વકીલ મારફતે કહ્યું હતું કે તેને પોતાના જ ઘરમાં કેદ કરવામાં આવી છે. હવે તેણે આ વિશે એક વીડિયો પણ શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકી (Nawazuddin-Alia Siddiqui Controversy)એ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર (Alia Shared Video) કર્યો છે. આ વીડિયોમાં આલિયા દીકરાને નહાવા લઈ જતી જોવા મળી રહી છે. જો કે, પછી એક સ્ટાફ મહિલા તેમને રોકે છે અને કહે છે કે તેમને ઉપર જવાનું અલાઉડ નથી.
જેના પર આલિયા કહે છે, 'મારા ઘરમાં અલાઉડ કેમ નથી. જ્યાં સુધી મારા બાળકો નહોતા ત્યાં સુધી તમે મને ખાવાનું પણ નહોતું આપ્યું, પરંતુ હવે મારા બાળકો આવી ગયા છે, તો હું તેમને નવડાવી પણ શકતી નથી. તેમના પર પ્રતિબંધ છે. જો બાળક ગીઝરથી દાઝી જાય અને બીજું કંઈક થાય તો?"
આલિયાએ શેર કરેલો આ વીડિયો જોઇને સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ ગયા છે. જો કે આ પહેલા પણ તે આવા અનેક ચોંકાવનારા ખુલાસા કરી ચૂકી છે. આ મામલે ઇ-ટાઇમ્સ સાથેની વાતચીત દરમિયાન આલિયાએ કહ્યું હતું કે, તેને પોતાના પતિ એટલે કે નવાઝુદ્દીન સિદ્દીકીના ઘરે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આલિયાએ એક્ટર અને તેની માતા પર આરોપ લગાવતા કહ્યું કે, 'મને કિચનમાં જવાની પરમિશન નથી, મેં લિવિંગ રૂમના સોફાને મારો બેડ બનાવી દીધો છે. મારા મિત્રો મને ખાવાનું મોકલે છે અને તેમને ઘરની અંદર પ્રવેશવાની પરમિશન નથી. મને જાતે ખાવાનું લેવા માટે ગેટ પર જતા ડર લાગે છે, મને ડર છે કે જો તેઓ મારી પીઠ પાછળ દરવાજો બંધ કરી દેશે તો શું થશે?"
ઘરમાંથી કાઢી મૂકવાના પ્રયાસો કરે છે પરીવાર
એટલું જ નહીં આલિયાએ પોતાના વકીલ દ્વારા અભિનેતા વિશે ઘણા ચોંકાવનારા દાવા પણ કર્યા હતા. આલિયાના વકીલ રિઝવાન સિદ્દીકીએ હાલમાં જ એક નિવેદનમાં કહ્યું છે કે, 'નવાઝુદ્દીન સિદ્દીકી અને તેનો પરિવાર આલિયાને ઘરમાંથી બહાર કાઢવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે. તેના પરિવારમાંથી કોઈએ પણ આલિયાને 7 દિવસથી ખાવાનું આપ્યું નથી. તેઓ તેમને સૂવા માટે પલંગ આપી રહ્યા નથી. આલિયાને પણ નહાવા માટે બાથરૂમમાં જવાની પરવાનગી નથી. એટલું જ નહીં તેમણે મારા ક્લાયન્ટના રૂમમાં સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે. તેના રૂમની બહાર 24 કલાક બોડીગાર્ડ્સ તૈનાત રહે છે."
અભિનેતાએ ટાળ્યો જવાબ
અહીં મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વિવાદ અંગે ફરિયાદ દાખલ કર્યા બાદ મુંબઈની કોર્ટે નવાઝુદ્દીન સિદ્દીકીને નોટિસ મોકલી છે. જો કે અભિનેતાએ આ અંગે કંઇ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો છે. નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે આ મામલો કોર્ટમાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર