સુશાંત સિંઘ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા' માટે નવાઝુદ્દીનની ખાસ અપીલ

નવાઝુદ્દિન સિંદ્દીકીની 'દિલ બેચારા' માટે ખાસ અપીલ

સુશાંત સિંઘ રાજપૂત (Sushant Singh Rajput)ની ફિલ્મ 'દિલ બેચારા' (Dil Bechara) માટે નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui)એ ટ્વિટ કરીને ખાસ અપીલ કરી છે.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંઘ રાજપૂત (Sushant Singh Rajput)ની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા' (Dil Bechara) ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં સુશાંત ફરી એક વખત તેનાં ફેન્સની આંખોમાં આસુ લાવી ગગયો. સોશિયલ મીડિયા પર આ ફિલ્મ અંગે ઘણી વાતો થઇ રહી છે. ત્યારે એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ (Nawazudding SIddiqui) પણ તેના મનનીવાત કરી છે. તેણે સોશિયલ મીડિયા (Social Media) પર સુશાંતની ફિલ્મને લઇને ફિલ્મ ક્રિટિક્સને (Film Critics) ખાસ અપીલ કરી છે.

  નવાઝ કહે છે કે, હું તમામ સન્માનિત ફિલ્મ ક્રિટિક્સને અપીલ કરવા ઇચ્છીશ કે કૃપા કરીને 'દિલ બેચારા'ને અપવાદ બનાવો. આ ફિલ્મને સુશાંત સિંઘ રાજપૂત માટે ટ્રિબ્યૂટ તરીકે જુઓ. અને સાથે તેને સેલિબ્રેટ કરો.

  નવાઝુદ્દિન સિદ્દીકી દ્વારા કરવામાં આવેલી ટ્વિટ.  નવાઝનીઆ ફોસ્ટ અને અપીલ પર તેનાં સોશિયલ મીડિયા ફોલોઅર્સે પણ સપોર્ટ કર્યો છે. નવાઝુદ્દીન સિદ્દીકીની આ ટ્વિટ પર ઝડપથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. આ પહેલાં તેણે તેનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા સુશાતં સિંઘ રાજપૂતની ફિલ્મ 'દિલ બેચારા'નું પ્રમોશન પણ કર્યુ હતું.

  આ પણ વાંચો-આઉટસાઇડર્સ બોલિવૂડમાં ત્યારે જ આવે, જ્યારે સંઘર્ષ કરવાનો દમ હોય: સોનૂ સૂદ

  વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નવાઝુદ્દીન તેની આવનારી ફિલ્મ 'રાત અકેલી હૈ'નાં સોશિયલ મીડિયા પ્રમોશનમાં લાગ્યો છે આ એક થ્રિલર ફિલ્મ છે. જેમાં નવાઝુદ્દીન સિદ્દીકી, રાધિકા આપ્ટેની સાથે સાથે ઘણાં દિગ્ગજ કલાકાર પણ અહમ રોલમાં છે. આ ફિલ્મમાં નવાઝ એક પોલીસ ઓફિસરનાં રોલમાં છે. જે એક હવેલીનાં માલિકની હત્યાનો કેસ ઉકેલવામાં પોતે જ ગોથે ચઢી જાય છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 31 જુલાઇનાં રિલીઝ થશે.
  Published by:Margi Pandya
  First published: