સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર સવારે 4.15 કલાકે રીલિઝ થશે ફિલ્મ 'ઠાકરે'

શિવસેનાના સંસ્થાપક બાલ ઠાકરેની બાયોપિક 'ઠાકરે' 25 જાન્યુઆરીએ રીલિઝ થશે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: શિવસેનાના સંસ્થાપક બાલ ઠાકરેની બાયોપિક 'ઠાકરે' 25 જાન્યુઆરીએ રીલિઝ થશે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી બાલા સાહેબ ઠાકરેના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ માટે નવાઝુદ્દીને ઘણી મહેનત પણ કરી છે.

    મહારાષ્ટ્રમાં આ ફિલ્મને લઇને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે, આ ફિલ્મનો પહેલો શો સવારે 4:15 મિનિટે શરૂ થશે. કહેવાય છે કે, શિવસેનાના સમર્થકોના કારણે ફિલ્મ વહેલી રીલિઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં નવાઝ ઉપરાંત અમૃતા રાવ પણ નજરે પડશે.

    ફિલ્મ 'ઠાકરે' લગભગ 1300 સ્ક્રીન પર રીલિઝ થશે. જ્યારે ફિલ્મના બજેટની વાત કરીએ તો તે લગભગ 30 કરોડમાં તૈયાર થઇ છે.

    આ પણ વાંચો: Thackeray Movie Review: શું નવાઝુદ્દીનની મહેનત રંગ લાવશે?

    હંમેશાની જેમ ફિલ્મના પાત્રમાં ડૂબી જનાર નવાઝે આ ફિલ્મમાં પણ પોતાની છાપ છોડી છે. મેકઅપ ઉપરાંત હાવભાવ સાથે નવાઝે બાલા સાહેબના પાત્રને યોગ્ય ન્યાય આપ્યું છે, જેના કારણે તેના ખૂબ વખાણ પણ થઇ રહ્યાં છે.

    ઉપરાંત ફિલ્મને ખાસ બનાવવા માટે તેમાં બાલા સાહેબ ઠાકરેના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ પણ નાંખવામાં આવી છે. જેથી સમજી શકાય છે કે ફિલ્મ કેટલી રોમાંચક હશે.

    સામાન્ય રીતે બીજી કોઇપણ ફિલ્મનો પહેલો શો સવારે 7 વાગ્યાનો હોય છે. પરંતુ કોઇ ફિલ્મ સવારે 4 વાગ્યે રીલિઝ થાય તે ફિલ્મ માટે ખાસ છે. જોકે, ખાસ કરીને રજનીકાંતની ફિલ્મ વહેલી સવારે રીલિઝ થતી હોય છે.
    Published by:Azhar Patangwala
    First published: