Sacred Games 2નું નવું ટીઝર લોન્ચ, સુરવીન ચાવલાનો રોલ ' જોજો'નો થયો આ ખુલાસો

Sacred Games 2નું નવું ટીઝર લોન્ચ

સુરવીન ચાવલાનો રોલ 'જોજો' નો સેક્રેડ ગેમ્સ સિઝન 1 ની શરૂઆતમાં બતાવવામાં આવ્યો હતો. જોજોને ગાયતોંડે તરફથી ગોળી મારવામાં આવી હતી.

  • Share this:
    નેટફ્લિક્સની લોકપ્રિય વેબ શ્રેણી 'સેક્રેડ ગેમ્સ -2' 15 ઓગસ્ટના રોજ પ્રીમિયર માટે તૈયાર છે. નેટફ્લિક્સ તેની પહેલી ભારતીય મૂળ શ્રેણીની બીજી સીઝનને લઇને ઓનલાઇન ચર્ચામાં રાખવા માટે કોઈ કસર છોડશે નહીં. થોડા દિવસો પહેલા નેટફ્લિક્સે ગણેશ ગાયતોંડે (નવાઝુદ્દીન સિદ્દીકી) નું એક ટીઝર શેર કર્યું હતું અને આજે ઓનલાઇન ફોટો અને વીડિયો શેરિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ટીઝર શેર કરવામાં આવ્યું છે. આ ટીઝરની વિશેષ વાત એ છે કે શ્રેણીમાં 'જોજો' (સુરવીન ચાવલા) નું પાત્ર બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ટીઝરમાં ગાયતોંડે અને જોજો સાથે ફોન પર વાતમાં સામેલ છે.

    નેટફ્લિક્સે આ વીડિયો શેર કર્યો છે અને તેના કેપ્શનમાં લખ્યું છે કે, "લાંબા અંતરના સંબંધને લઇને ગણેશ ગાયતોંની કેટલીક ટીપ્સ."








    View this post on Instagram





    Calling Ganesh Gaitonde for some long distance relationship tips.


    A post shared by Netflix India (@netflix_in) on






    નવા ટીઝરમાં ગણેશ ગાયતોંડેએ ખુલાસો કર્યો હતો કે જ્યારે પણ તે બોમ્બે આવે છે તો તે બે લોકોને ફોન કરતો હતો. તે બે લોકોમાંથી એક જોજો હતી. તે જોજોને ફોન કરે છે, જોજો તેને પુછે છે કે તેનો નંબર કેવી રીતે મળ્યો? ગાયતોંડે કટાક્ષ સાથે જવાબ આપે છે કે તેમને આ નંબર પ્રધાનમંત્રી તરફથી મળ્યો કારણ કે સંસદ તેના પિતાની છે. જો કે જોજોને ગાયતોંડની આ વાતથી કોઇ ફરક પડતો નથી કે સંસદ તેમના પિતાની હોઇ શકે છે, તે આ તરફ કોઈ ધ્યાન આપતી નથી. આ ટીઝરમાં ગાઇતોંડે અને જોજોના ખાટા-મીઠા સંબંધો વિશે બતાવવામાં આવ્યું છે.

    સુરવીન ચાવલાનો રોલ જોજોનો સેક્રેડ ગેમ્સ સિઝન 1 ની શરૂઆતમાં બતાવવામાં આવ્યો હતો. જોજોને ગાયતોંડે તરફથી ગોળી મારવામાં આવી હતી. આ પહેલાં તે તેની મજાક ઉડાવે છે અને કહે છે કે તેણે કેવી રીતે તેને 20 વર્ષ સુધી મૂર્ખ બનાવી.

    સેક્રેડ ગેમ્સની બીજી સીઝનમાં ગણેશ ગાયતોંડે કેન્યામાં આશ્રય લેશે અને ગુનાનો બાદશાહ બનવાનો પ્રયત્ન કરશે. આ કલાકારોએ મોમ્બાસા (કેન્યા), કેપટાઉન અને જોહાનિસબર્ગમાં મોટા પાયે શૂટિંગ કર્યું છે. બીજી સીઝનમાં જૂના ચહેરા ઉપરાંત કલ્કી કોચેલિન અને રણવીર શોરી ઉપરાંત નવા ચહેરાઓ પણ આવશે, એવા અહેવાલો છે કે 'મેડ ઇન હેવન' સ્ટાર શોભિતા ધૂલીપાલા અને 'મિર્ઝાપુર' અને 'પંચ બીટાની અભિનેતા હર્ષિતા ગૌર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
    Published by:Bhoomi Koyani
    First published: