Home /News /entertainment /Exclusive : નવાઝુદ્દીન ‘હડ્ડી’ ફિલ્મ માટે ટ્રાન્સજેન્ડર સાથે રહ્યો: કહ્યું, હું એવા વાતાવરણમાં હતો કે..

Exclusive : નવાઝુદ્દીન ‘હડ્ડી’ ફિલ્મ માટે ટ્રાન્સજેન્ડર સાથે રહ્યો: કહ્યું, હું એવા વાતાવરણમાં હતો કે..

Nawazuddin Siddiqui in Haddi

Nawazuddin Siddiqui: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) થોડા સમયથી સ્ક્રીન પર જોવા મળ્યા નથી. આગામી સમય તેમના માટે ખૂબ જ રસપ્રદ છે. તેમની પાસે ‘અદભુત’, ટીકૂ વેડ્સ શેરૂ’, ‘નૂરાની ચહેરા’, ‘જોગીરા સારા રા રા’, ‘અફવા’ અને ‘લક્ષ્મણ લોપેઝ’ સહિત અનેક પ્રોજેક્ટ છે.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) થોડા સમયથી સ્ક્રીન પર જોવા મળ્યા નથી. આગામી સમય તેમના માટે ખૂબ જ રસપ્રદ છે. તેમની પાસે ‘અદભુત’, ટીકૂ વેડ્સ શેરૂ’, ‘નૂરાની ચહેરા’, ‘જોગીરા સારા રા રા’, ‘અફવા’ અને ‘લક્ષ્મણ લોપેઝ’ સહિત અનેક પ્રોજેક્ટ છે.

  તેમના આગામી ફિલ્મ પ્રોજેક્ટમાં ‘હડ્ડી’ પણ શામેલ છે. તાજેતરમાં તેમના ફિલ્મનો એક લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. તેમણે પોતાના લુકથી દર્શકોને ઈમ્પ્રેસ કરી દીધા હતા. આ ફોટોમાં તેઓ એક લીલા કલરની સાડીમાં જોવા મળી રહ્યા છે અને બીજા પોસ્ટરમાં તેઓ સિલ્વર ગાઉનમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મ ‘હડ્ડી’માં નવાઝુદ્દીન સિદ્દીકી એક ટ્રાન્સજેન્ડર અને મહિલાની ભૂમિકા ભજવતા જોવા મળશે.

  આ પણ વાંચો:  Mission Swachhta aur Paani: ઘરોમાં મહિલાઓ સાથે પુરુષોએ પણ સ્વચ્છતાની જવાબદારી લેવી જોઈએ- પરિણીતિ ચોપડા

  ન્યૂઝ 18 સાથેની એક્સક્લૂઝીવ વાતચીતમાં તેમણે આ ફિલ્મ કરવા દરમિયાન પોતાના અનુભવ શેર કર્યા છે. તેઓ જણાવે છે કે, આ ફિલ્મના શુટીંગ દરમિયાન તેમણે ટ્રાન્સજેન્ડર વ્યક્તિનું પાત્ર ભજવવા માટે આ સમુદાયના લોકો સાથે સમય પસાર કર્યો છે. તેમની સાથે સમય પસાર કર્યા બાદ એક નવી દુનિયા વિશે જાણવા મળ્યું છે. તેઓ જણાવે છે કે, ફિલ્મ ‘હડ્ડી’માં તેમણે અનેક ટ્રાન્સજેન્ડર સાથે કામ કર્યું છે. હું 20-25 લોકો સાથે રહ્યો હતો. દુનિયા જોવા માટે તેમનો એક અલગ જ અંદાજ છે, જે ખૂબ જ રસપ્રદ બાબત છે. તેમની જર્ની વિશે ખૂબ જ જાણ્યો છું અને શીખ્યો છું.

  નવાઝુદ્દીન જણાવે છે કે, કેરિકેચર બનાવવા માટેનો પડકાર બિલ્કુલ નહોતો, પરંતુ તેમના માટે વિશ્વસનીય બનવું તે એક પડકાર હતો. આ અંગે તેમણે વિસ્તારપૂર્વક જાણકારી આપી છે. હું નથી ઈચ્છતો કે હું જે પાત્ર ભજવું છું તે એક કેરિકેચર તરીકે જોવા મળે. હું પાત્રને પોતાનામાં અનુભવવા માંગું છું. આ કારણોસર મેં ટ્રાન્સપર્સન લોકો સાથે રહેવાનો નિર્ણય કર્યો. મારું આ પાત્ર લોકોને પસંદ પડે છે કે નહીં તે જાણવા માટે હું ખૂબ જ ઉત્સુક છું.

  નવાઝુદ્દીન સિદ્દીકા જણાવે છે કે, હીરોપંતી 2 કરતા ફિલ્મ ‘હડ્ડી’માં તેમનું પાત્ર ખૂબ જ અલગ છે. લૈલા સરનનું પાત્ર ભજવ્યું હતું તે ટ્રાન્સ પર્સનનું નહોતું. તેઓ જણાવે છે કે, ફિલ્મ ‘હીરોપંતી 2’માં મેં એક પુરુષનું પાત્ર ભજવ્યું હતું જેનામાં ફેમિનિઝમ ક્વોલિટી છે. તે પાત્ર અને ટ્રાન્સ જેન્ડર વ્યક્તિ ખૂબ જ તફાવત છે.

  નવાઝુદ્દીન પ્રિયંકા ચોપરા જોનસ, ઐશ્વર્યા રાય બચ્ચન, અનિલ કપૂર અને ઈરફાનની લીગમાં કામ કરવા માટે તૈયાર છે. ટૂંક સમયમાં તેઓ હોલીવુડમાં જોવા મળશે. ફિલ્મ ‘લક્ષ્મણ લોપેઝ (Laxman Lopez) ’માં તેઓ રસોઈયાની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મનું શુટીંગ નવેમ્બરમાં USAમાં શરૂ થવાનું હતું, પરંતુ હવે તેનું શુટીંગ જાન્યુઆરી 2023માં કરવામાં આવશે.

  આ ફિલ્મના શુટીંગ અંગે તેઓ જણાવે છે કે, આ ફિલ્મનું શુટીંગ બે મહિના સુધી કરવામાં આવશે, જેથી હું માર્ચ 2023માં ભારત પરત આવીશ. તેઓ જણાવે છે કે, આ ફિલ્મ ‘લક્ષ્મણ લોપેઝ’માં તેઓ લક્ષ્મણનું પાત્ર ભજવશે. જેમાં તેઓ મેક્સિકો જશે અને તેમને એક મેક્સિકન યુવતી સાથે પ્રેમ થઈ જાય છે. બંને થોડો સમય સાથે રહે છે, પરંતુ થોડા સમય બાદ યુવતીનું મૃત્યુ થઈ જાય છે. આ યુવતીની યાદમાં તેઓ રસોઈ બનાવે છે, જે સમગ્ર દેશમાં ફેમસ થઈ જાય છે.

  થોડા સમય પહેલા ડાયરેક્ટર અને નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકી (Nawazuddin’s wife Aaliya Siddiqui) એ એક મહત્ત્વપૂર્ણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકગાયિકા તીજન બાઈ પર એક બાયોપિક બનાવશે, જેમાં તેઓ નવાઝુદ્દીન સાથે જોવા મળશે. આ અંગે નવાઝુદ્દીન સિદ્દીકી જણાવે છે કે, મને આ બાબતે કોઈ જાણકારી નથી અને કોઈ અધિકૃત જાણકારી આપવામાં આવી નથી. પરંતુ આ એક રસપ્રદ બાબત છે. તીજન બાઈ એક ફેમસ લોકગાયિકા છે અને મેં તેમની સાથે દિલ્હીમાં તેમના કાર્યક્રમોમાં કામ કર્યું છે. તેઓ અદભુત પ્રતિભા ધરાવતી વ્યક્તિ છે. જો સ્ક્રિપ્ટ સારી હશે તો હું તેમાં કામ કરવાનું જરૂરથી પસંદ કરીશ.

  આ પણ વાંચો:  Shraddha Walker Murder: હચમચાવી નાંખનારા શ્રદ્ધા વાલકર મર્ડર કેસ પર બનશે ફિલ્મ, આ ડાયરેક્ટરે શરૂ કરી દીધું કામ

  નવાઝુદ્દીન સિદ્દીકી સેક્રેડ ગેમ્સ અને મેકમાફિયાનો ભાગ રહી ચૂક્યા છે. હવે તેમણે અન્ય વેબ સીરિઝમાં કામ કરવાની ના પાડી છે. તેઓ જણાવે છે કે, આ પ્રકારે તેમની ગુણવત્તા ઓછી થઈ ગઈ છે. આ બાબતે તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શું તેમને ના ગમતા હોય એવા શો ઓફર કરવામાં આવ્યા? હાં, આવે છે, પરંતુ તેમને ના કહેવી તે મારા માટે મુશ્કેલ નથી. હું મારી આગામી ફિલ્મોમાં ખૂબ જ બિઝી છું અને તે માટે આગામી દોઢ વર્ષ આ તમામ પ્રોજેક્ટમાં જ પસાર થશે.
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन