નવાઝુદ્દીનની 'ઠાકરે'એ રીલિઝના પહેલાં દિવસે આટલા કરોડની કરી કમાણી

News18 Gujarati
Updated: January 26, 2019, 4:04 PM IST
નવાઝુદ્દીનની 'ઠાકરે'એ રીલિઝના પહેલાં દિવસે આટલા કરોડની કરી કમાણી
બોલિવૂડ બોક્સ ઓફિસ પર આ શુક્રવારે નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ઠાકરે રીલિઝ થઇ

આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી મહારાષ્ટ્રના કદાવર નેતા શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેની ભૂમિકામાં છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ બોક્સ ઓફિસ પર આ શુક્રવારે નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'ઠાકરે' રીલિઝ થઇ. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી મહારાષ્ટ્રના કદાવર નેતા શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેની ભૂમિકામાં છે. ભારતમાં આ ફિલ્મ કુલ 1300 સ્ક્રીન્સ પર રીલિઝ થઇ છે. જ્યારે તેની સામે કંગના રાનોટની ફિલ્મ 'મણિકર્ણિકા' પણ રીલિઝ થઇ છે. જે નવાઝની ફિલ્મને ટક્કર આપી રહી છે.

નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'ઠાકરે'એ રીલિઝના પહેલાં દિવસે 3.50 કરોડની કમાણી કરી હતી. ફિલ્મની રીલિઝ પહેલાં અનુમાન લગાડવામાં આવ્યો હતો કે, ફિલ્મ પહેલા દિવસે લગભગ 2થી 3 કરોડનું બિઝનેસ કરી શકે છે, પરંતુ ફિલ્મે સારી શરૂઆત કરી છે. આ ફિલ્મનું બજેટ 20 કરોડ બતાવવામાં આવી રહ્યું છે. આવામાં આજે અને કાલની રજાના દિવસે ફિલ્મ સારી કમાણી કરે તેવું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ABCD 3: પાકિસ્તાની ડાન્સરના પાત્રમાં જોવા મળશે શ્રદ્ધા કપૂર!

ફિલ્મને લઇને દર્શકો અને ફિલ્મ ક્રિટિક્સમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળે છે, પરંતુ ફિલ્મમાં નવાઝુદ્દીનની એક્ટિંગ દમદાર છે. બોલિવૂડના ઘણા નિર્દેશકોએ તેની ફિલ્મને લઇને વખાણ કર્યા છે. તેની એક્ટિંગને બોલ્ડ અને પાવરફુલ બતાવી છે.

 
First published: January 26, 2019, 4:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading