Home /News /entertainment /Nawazuddin Siddiqui: પત્ની સાથે વધી નિકટતા, દુબઇમાં આલિયા અને બાળકો સાથે વિતાવશે સમય
Nawazuddin Siddiqui: પત્ની સાથે વધી નિકટતા, દુબઇમાં આલિયા અને બાળકો સાથે વિતાવશે સમય
પત્ની અને બાળકો સાથે નવાઝ
નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) તેની પત્ની આલિયા અને બાળકોથી અલગ થવાનાં કગાર પર હતો. પણ સૌભાગ્યનથી થોડા મહિના પહેલાં આ જોડી ફરી પાછી મળી ગઇ છે અને હવે નવાઝે પરિવારની સાથે જ વેકેશન પર જવાનું પ્લાનિંગ કર્યુ છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: નવાઝુદ્દીન સિદ્દિકી (Nawazuddin Siddiqui) ગત દિવસોમાં તેની પત્ની આલિયા સિદ્દિકી (Aaliya Siddiqui)ની સાથે ખરાબ સંબંધો અંગે ચર્ચામાં હતો. બંને વચ્ચે તણાવ ત્યારે સામે આવ્યો જ્યારે આલિયાએ પતિ નવાઝુદ્દીન સિદ્દીકીનાં પરિજનો પર ઘણાં ગંભીર આરોપો લગાવ્યાં હતાં. પણ એક ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલો નવાઝ અને આલિયાનો સંબંધ પાટે ચઢતો દેખાઇ રહ્યો છે. બંને અલગ થવાનાં કગાર પર હતો. પણ સૌભાગ્યનથી થોડા મહિના પહેલાં આ જોડી ફરી પાછી મળી ગઇ છે અને હવે સાથે જ વેકેશન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. તેમનાં બાળકો શોરા અને યાની આગળનું શિક્ષણ લેવાં દુબઇ જઇ રહ્યાં છે. અને તેઓ ત્યાં સેટલ થઇ રહ્યાં છે ત્યારે આ સમય નવાઝે તેની પત્ની આલિયા અને બાળકો સાથે વિતાવવાનો નિર્ણય કર્યો છે.
બંનેએ સાથે આવ્યા બાદ પહેલી વખત વેકેશન પર જવાનો નિર્ણય કર્યો છે. ઇ ટાઇમ્સ સાથે વાત કરતાં કહ્યું કે, આલિયાએ જણાવ્યું કે, બાળકોનાં એડમિશન ફોર્મેલિટી પૂર્ણ થયા બાદ તેઓ ટિકિટ બૂક કરવાં ઇચ્છશે. સાથે જ જણાવ્યું કે, બાળકોનાં ભણતર માટે તે દુબઇમાં જઇ રહી છે. જ્યાં તેઓ રોકાશે જ્યારે આલિયા અને નવાઝ પરત ફરી જશે. આ પહેલા ફક્ત આલિયા બાળકો સાથે દુબઇ જવાની હતી. પણ ગત ઘટનાઓને બાદ પરિવારની સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવા માટે
બાળકોને દુબઇ મોકલવાનાં નિર્ણય પર આલિયાએ જણાવ્યું કે, તે તેનાં બાળકોને ઓનલાઇન ભણાવવામાં એન્જોય નથી કરી રહીં અને તે પરત ક્લાસ અટેન્ડ કરે તેમ ઇચ્છે છે. આલિયાએ ખ્યું કે, હાલમાં ભારતમાં ક્લાસથી ભણતર સંભવ નથી. એવામાં બાળકોને ભણવા માટે દુબઇ મોકલવાનો નિર્ણય કર્યો ચે. તેમનાં મને ઓનલાઇન ક્લાસીસ વાસ્તિવક ક્લાસીસ જેવું એજ્યુકેશન નથી આપી શકતાં.
આલિયા કહે છે કે, 'તેને બાળકોને ઓનલાઇન ભણાવવામાં મજા નથી આવતી. મારા બાળકોની બોડી લેંગ્વેજ ઘણી હદે બદલાઇ ગઇ છે. દુબઇમાં કરવામાં આવેલી વ્યવસ્થા પર આલિાયએ ખુલાસો કર્યો છે કે, તેની ભત્રીજી આ શહેરમાં છે અને તે એક સારી કેરટેકર પણ છે. 'તો જો હું કોઇ કામથી કે નવાઝને મળવા માટે ભારત આવું છું તો પણ મને કોઇ સમ્યા રહેશે નહીં.'
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર