Home /News /entertainment /

આજે જેટલું મોટું મારૂ Bathroom છે, તેટલું જ પહેલા મારું ઘર હતું - નવાઝુદ્દીન સિદ્દીકી

આજે જેટલું મોટું મારૂ Bathroom છે, તેટલું જ પહેલા મારું ઘર હતું - નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) આજે એક સુંદર બંગલામાં રહે છે. તેમની કલાની સુંદર છાપ આ ઘરમાં જોવા મળે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે અભિનેતાએ આર્કિટેક્ટ (Nawazuddin Siddiqui study Architecture) માં પણ નિપુણતા મેળવી છે.

  નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) ની એક્ટિંગના દરેક લોકો દિવાના છે. કોઈપણ પાત્રને જીવ આપનાર આ અભિનેતાએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે મુંબઈ જેવા મહાનગરમાં તેમનો બંગલો હશે. નવાઝુદ્દીન આજે એક આલીશાન બંગલાના માલિક છે અને હાલમાં જ શિફ્ટ થયા છે. નવાઝ કહે છે કે, મારો આવો કોઈ ઈરાદો નહોતો પણ મારા ભાઈએ મને આ પ્લોટ બતાવ્યો, પછી મેં પણ રસ બતાવ્યો, બાકી બધું ઈતિહાસ છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે અભિનેતાએ આર્કિટેક્ટ (Nawazuddin Siddiqui study Architecture) માં પણ નિપુણતા મેળવી છે.

  નવાઝુદ્દીન સિદ્દીકીએ બંગલો બનાવવા માટે ઘણી મહેનત કરી

  નવાઝુદ્દીન સિદ્દીકી આજે એક સુંદર બંગલામાં રહે છે. તેમની કલાની સુંદર છાપ આ ઘરમાં જોવા મળે છે. ટાઈમ્સ સાથે વાત કરતાં અભિનેતાએ કહ્યું કે, 'હું જ્યારે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ભણતો હતો ત્યારે મેં આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત, હું પોતે એક સર્જનાત્મક વ્યક્તિ છું, તેથી મને સૌંદર્યલક્ષી સૂઝ પણ છે. છેલ્લા 3 વર્ષથી હું મારા કામ અને આ જગ્યા પર બેલેન્સ કરી રહ્યો છું. હું શૂટ પર જતો, પછી આવીને ઘર જોવા જોતો, પછી તેને તોડાવી નાખતો.. ફરી કંઈક નવું બનાવ઼ડાવતો. નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે, ‘આ કોઈ કલાકારનું ઘર હોય તેવું દેખાવું જોઈએ. જેમ કે, સૌથી ઉપરના ટેરેસ પર, હું એક લાકડાની કેબિન બનાવવાનું વિચારી રહ્યો છું જ્યાં હું બેસીને વિચારી શકું, સ્ક્રિપ્ટ પર કામ કરી શકું. હું જમીન સાથે જોડાયેલો વ્યક્તિ છું, તેથી તમને મારા ઘરના અંદરના ભાગમાં દેશી વસ્તુઓ જોવા મળશે.

  નવાઝુદ્દીન એક નાના રૂમમાં 4 લોકો સાથે રહેતો હતો

  નવાઝુદ્દીન સિદ્દીકીએ કોરોના મહામારી દરમિયાન લોકડાઉન દરમિયાન તેના વતન બુઢાણામાં ઘણો સમય વિતાવ્યો હતો. તેણે ત્યાં ખેતીકામ પણ જોયું. કુદરત અને હરિયાળીને પસંદ કરતા નવાઝને ગાર્ડન ખૂબ જ પસંદ છે. તેણે કહ્યું કે 'હું આજે જે સ્થાન પર પહોંચ્યો છું ત્યાં ઘણો સમય અને મહેનત લાગી છે. પોતાના જૂના દિવસોને યાદ કરતાં તેણે કહ્યું કે 'આજે મારું અંગત બાથરૂમ જેટલું મોટું છે, તેટલું જ મારું ઘર હતું. હું મુંબઈ આવ્યો ત્યારે એક નાની જગ્યામાં ચાર લોકો સાથે રહેતો હતો. એ ઓરડો એટલો નાનો હતો કે દરવાજો ખોલું તો કોઈના પગ અથડાઈ જતા હતા.

  આ પણ વાંચોટ્વિંકલ ખન્નાને થઈ આ ભયંકર બીમારી, ખુદ ખોલ્યું રહસ્ય, ફેન્સે કહ્યું- 'ચિંતા ના કરો...બસ ભૂલી જાઓ'

  કાશ ! મારા પિતાએ બંગલો જોયો હોત - નવાઝુદ્દીન

  નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના બંગલાનું નામ તેના પિતાના નામ પર 'નવાબ' રાખ્યું છે. તેણે કહ્યું કે, 'મને યાદ છે કે, થોડાં વર્ષ પહેલાં જ્યારે પિતા મારી પાસે મુંબઈ આવ્યા હતા, ત્યારે તેઓ ખૂબ જ નારાજ થયા હતા અને કહ્યું હતું કે 'તમે લોકો કયા કબૂતરખાનામાં રહો છો'. તે સમયે હું 3 BHK એપાર્ટમેન્ટમાં રહેતો હતો, જે અમારા વતનના ઘર કરતા ઘણું નાનુ હતુ. મુંબઈના ઘરમાં તેનું મન ન લાગ્યું. હું હંમેશા વિચારતો હતો કે, એક દિવસ હું તેમને એક મોટા મકાનમાં લઈ જઈશ, પરંતુ તે પહેલા જ તેઓ ગુજરી ગયા, મારી ઈચ્છા હતી કે, તે આ બંગલો જોવે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Interesting story, Bollywood News in Gujarati, Nawazuddin siddiqui

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन