Home /News /entertainment /

કોરોનાનાં આતંક વચ્ચે માલદિવ્સ જતા સ્ટાર્સ પર NAWAZUDDIN SIDDIQUI નો ફુટ્યો ગુસ્સો

કોરોનાનાં આતંક વચ્ચે માલદિવ્સ જતા સ્ટાર્સ પર NAWAZUDDIN SIDDIQUI નો ફુટ્યો ગુસ્સો

નવાઝુદ્દિન સિદ્દિકી થયો સેલિબ્રિટીઝ પર ગુસ્સે

હાલમાં એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત કરતાં નવાઝુદ્દીને દેશભરમાં ફેલાયેલી મહામારી પર દુખ જતાવ્યું છે. સાથે જ નવાઝુદ્દીને સ્ટાર્સ પર ટોન્ટ માર્યો છે.

  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દેશભરમાં એક તરફ કોરોના વયારસ (CoronaVirus)નો આતંક મચી રહ્યો છે. એખ એક દિવસમાં સાડા ત્રણથી વધુ કેસીસ આવી રહ્યાં છે. હોસ્પિટલ્સમાં બેડથી લઇ ઓક્સીજનની કમી લોકોને થઇ રહી છે. આ વચ્ચે જ્યાં ઘણાં બોલિવૂડ સ્ટાર્સ લોકોની મદદ માટે સામે આવી રહ્યાં છે. તો કેટલાંક એવાં સ્ટાર્સ છે જે કોરોના કાળમાં વેકેશન માણવાં (Bollywood Stars On Vacation) મનાવવાં માલદીવ્સ નીકળી પડ્યાં છે કે પછી ન્યૂ યોર્ક જઇ રહ્યાં છે. આ વચ્ચે તેઓ રજાઓ માટે જઇ રહેલાં સ્ટાર્સ પર બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui)એ નિશાન સાધ્યું છે. નવાઝુદ્દીને સેલિબ્રિટીઝની રજાઓ પર જવા પર ગુસ્સો જતાવ્યો છે.

  હાલમાં એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત કરતાં નવાઝુદ્દીને દેશભરમાં ફેલાયેલી મહામારી પર દુખ જતાવ્યું છે. સાથે જ નવાઝુદ્દીને સ્ટાર્સ પર ટોન્ટ માર્યો છે. નવાઝુદ્દીને તે લોકો અંગે કહ્યું છે જે સતત તેમનાં વેકેશનની તસવીરો શેર કરતાં રહે છે. નવાઝુદ્દીને કહ્યું છએ કે, લોકોની પાસે ખાવાનું નથી અને આપ પૈસા ફેકી રહ્યાં છો. થોડી તો શરમ કરો.

  નવાઝે કહ્યું કે, તે લોકો શું વાત કરશે? એક્ટિંગ વિશે? આ લોકોએ તો માલદીવને તમાશો બનાવી લીધો છે. મને નથી ખબર કે, ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે તેમનું શું અરેન્જમેન્ટ છે. પણ માણસાઇને નાતે, પ્લિઝ આપ આપનાં વેકેશનની ફોટોઝ ફક્ત આપનાં સુધી જ સિમિત રાખો. દેશમાં લોકો મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યાં છે. મુશ્કેલીઓથી પસાર થતા લોકોનું આવી તસવીરો જોઇને દિલ ન તોડો. થોડી તો શરમ કરો.




  નવાઝે વધુમાં કહ્યું કે, 'એન્ટરટેનર્સે થોડું મોટું થવું પડશે. આપણને લોકો ફોલો કરે છે. તો આ માટે જવાબદારી નીભાવવી પડશે. નવાઝે માલદીવમાં વેકેશન મનાવનારા સ્ટાર્સ પર સવાલ કરવામાં આવતા તેણે આ જવાબ આપ્યો હતો. તેમજ કહ્યું હતું કે, તે ક્યારેય પણ નહીં જાય. હું મારા ઘરે બુઢાનામાં છું. અને આજ મારું માલદીવ છે.'

  વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ એક ગીત બારિશ તેનું રિલીઝ થયું હતું. જને બી પ્રાકે ગાયુ છે. આ સોન્ગમાં તેની સાથે સુનંદા શર્મા નજર આવી હતી. ગીતને 500 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. નવાઝુદ્દીન જલ્દી જ ફિલ્મ જોગીરા સારારારામાં નજર આવશે. ફિલ્મમાં પહેલી વખત તે નેહા શર્માની સાથે નજર આવશે. કુશન નંદીનાં ડિરેક્શનમાં બની રહેલી આ કોમેડી ફિલ્મમાં મિથુન ચક્રવર્તીનો દીકરો મહાઅક્ષય પણ નજર આવશે. આ ફિલ્મ ઉપરાંત નવાઝની અપકમિંગ ફિલ્મ 'બોલે ચુડિયા'નું ગીત રિલીઝ થયું છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Bollywood stars, Corona News, Nawazuddin siddiqui, News in Gujarat, Vacation-in-maldives, કોરોના વાયરસ, ગુજરાતી ન્યૂઝ

  આગામી સમાચાર