પત્નીની જાસૂસી કરી રહ્યો છે નવાઝુદ્દીન? કોલ ડેટા રેકોર્ડ સાથે 11ની ધરપકડ

News18 Gujarati
Updated: March 10, 2018, 8:56 AM IST
પત્નીની જાસૂસી કરી રહ્યો છે નવાઝુદ્દીન? કોલ ડેટા રેકોર્ડ સાથે 11ની ધરપકડ
પત્ની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન વિશે એવા સમાચાર આવી રહ્યા છે કે તેણે પોતાની પત્નીની જાસૂસી કરાવી છે. એક્ટર પર આવા આરોપ લાગ્યા છે. હવે આ આરોપમાં કેટલું તથ્ય છે એ તો સમય જ બતાવશે.

  • Share this:
બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની જોરદાર એક્ટિંગ માટે જાણીતો છે. તેના પ્રશંસકોની સંખ્યા પણ કરોડોમાં છે. પરંતુ ફિલ્મમાં હંમેશા જોરદાર એક્ટિંગ કરતા નવાઝીદ્દીનની અંગત જિંદગીમાં ઉથલ-પાથલ મચી ગઈ છે.

નવાઝુદ્દીન વિશે એવા સમાચાર આવી રહ્યા છે કે તેણે પોતાની પત્નીની જાસૂસી કરાવી છે. એક્ટર પર આવા આરોપ લાગ્યા છે. હવે આ આરોપમાં કેટલું તથ્ય છે એ તો સમય જ બતાવશે.

મુંબઈના થાણેની ક્રાઇમ બ્રાંચે 11 લોકોની કોલ ડિટેઇલ સાથે ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોએ આરોપ લગાવ્યો કે નવાઝુદ્દીની પોતાની પત્નીની જાસૂસી કરાવી રહ્યો હતો. આ માટે થાણે પોલીસે આ કેસમાં નવાઝુદ્દીનને પણ તપાસ માટે બોલાવ્યો હતો, પરંતુ કોઈ કારણસર તે તપાસ એજન્સી સામે હાજર રહ્યો ન હતો.

જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની પૂછપરછ દરમિયાન નવાઝુદ્દીનનું નામ આવ્યું હતું. આરોપીઓનું કહેવું છે કે નવાઝે કોઈ જાસૂસની મદદથી પત્ની અંજલીની ફોન કોલ ડિટેઇલ અને એસડીઆર કઢાવી છે.

નવાઝુદ્દીન સિદ્દીકીની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તે ફિલ્મ 'ઠાકરે'ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ મરાઠાના સિંહ કહેવામાં આવતા બાલાસાહેબ ઠાકરેની બાયોપિક છે. આ ફિલ્મનું ટિઝર બહાર પાડવામાં આવી ચુક્યું છે. ફિલ્મમાં નવાઝના દેખાવની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત નવાઝ પોતાની પ્રથમ વેબ સીરિઝ 'સેક્રેડ ગેમ્સ'ને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. આ સીરિઝમાં તે પાવરફૂલ ગણેશ ગાયતોંડેનું પાત્ર ભજવી રહ્યો છે.
First published: March 10, 2018, 8:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading