નવાઝુદ્દીન સિદ્દીકી- આલિયા નહીં લે છૂટાછેડા, એક્ટર બોલ્યો 'બાળકો અમારી પ્રાયોરિટી'

નવાઝુદ્દીન સિદ્દીકી- આલિયા નહીં લે છુટાછેડા

આલિયા સિદ્દીકી (Aaliya Siddiqui)એ સોશિલયલ મીડિયા પર પતિ નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) અને તેનાં ભાઇ વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યાં છે. પણઆ આખા મામલે નવાઝે ક્યારેય કોઇ પ્રતિક્રિાય આપી નથી. આ મામલે પહેલી વખત તેણે ચુપ્પી તોડી છે અને તેમનાં રિલેશન પર ખુલીને વાત કરી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: વર્ષ 2020માં કોરોના કાળમાં બોલિવૂડ (Bollywood) એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) તેની પર્સનલ લાઇફ અંગે ચર્ચામાં છે. લગ્નનાં 10 વર્ષ બાદ તેની પત્ની આલિયા સિદ્દીકી (Aaliya Siddiqui)ની ઉપર ગંભીર આરોપ લગાવતા કોર્ટમાં છૂટાછેડા માટે અરજી લગાવી હતી. પણ હવે એવું લાગે છે કે, બંને વચ્ચે મતભેદ ઉકલવા લાગ્યો છે. અને તેઓ હંસી ખુશી ફરી એક સાથે જીવન જીવવાં ઇચ્છે છે. આ મામલે પહેલી વખત નવાઝુદ્દીને ચુપ્પી તોડી છે. અને તેનાં સંબંધો પર ખુલીને વાત કરી છે.

  આલિયા સિદ્દીકી, (Aaliya Siddhiqui)એ સોશિયલ મીડિયા પર પતિ નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) અને તેનાં ભાઇ વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યાં છે પણ આ મામલે નવાઝે ક્યારેય પ્રતિક્રિયા આપી નથી. હાલમાં જ્યારે છૂટાછેડાની ખબરો જોરમાં છે ત્યારે આ મામલે બોમ્બે ટાઇમ્સ સાથે નવાઝે ખુલીને વાત કરી છે.

  એક્ટરે કહ્યું કે, પોતાની પર્સનલ લાઇફ અંગે હું વાત કરવાં નથી માગંતો મે ક્યારેય કોઇની માટે ઉંધુ છત્તુ નથી કહ્યું. હું મારી અંદર કોઇપ્રકારની નેગેટિવીટી નથી રાખવા માગતો. નવાઝુદ્દીન હાલમાં તેની આગામી ફિલ્મ માટે લખનઉમાં શૂટિંગ કરી રહ્યો છે.

  નવાઝુદ્દીન સિદ્દીકીએ વાતચીતમાં વધુ જણાવ્યું કે, આલિયા અને હું 10 વર્ષથી સાથે છીએ. તે આજે પણ મારા બાળકોની માતા છે. મે હમેશા તેને વધારો આપ્યો છે દરેક બાબતે તેની મદદ કરી છે. એવામાં તેનું ધ્યાન રાખવું મારી ફરજ છે. દરેક દંપતી વચ્ચે કંઇને કંઇ ખટરાગ થતો રહે છે. અમારા અલગ મુદ્દા છે. પણ આ બધા જ લડાઇ ઝઘડાથી વધારે અમારા બાળકો છે જે સૌથી ઉપર છે. સત્ય તો એ છે કે, અમારી પ્રાયોરિટી અમારા બાળકો છે. અમારે બંનેએ બાળકોનું ધ્યાન રાખવાનું છે. અમે અમારા મુદ્દાઓને કારણે તેમને પરેશાન ન કરી શકીએ। સંબંધો બનતા બગડતા રહે છે. તેની અસર બાળકો પર ન થવી જોઇએ. હું એક સારો પિતા છુ અને રહીશ.

  આપને જણાવી દઇએ કે, નવાઝ દ્વારા આલિયાને જે નોટિસ મોકલવામાં આવી હતી જેનાં પર 'છેતરપિંડી..' 'જાણી જોઇને સુનિયોજિત માનહાનિનો આરોપ..' અને 'ચારિત્ર્ય બદનામ' કરવાનો આરોપ છે.
  Published by:Margi Pandya
  First published: