Home /News /entertainment /

પત્ની પર જાસૂસીના આરોપ પર નવાઝુદ્દીન સિદ્દીકીએ તોડ્યું મૌન

પત્ની પર જાસૂસીના આરોપ પર નવાઝુદ્દીન સિદ્દીકીએ તોડ્યું મૌન

    પત્નીની જાસૂસીના આરોપમાં ઘેરાયેલા નવાઝુદ્દીન સિદ્દીકીએ આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે. આ અંગે અભિનેતાએ સોશિયલ મીડિયામાં પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, 'હું ખૂબ જ પરેશાન છું.' નવાઝે આ આખા કેસમાં મીડિયાના વલણની ટીકા કરતા તેને ઘૃણાપાત્ર ગણાવ્યું હતું.

    નવાઝે પોતાની પોસ્ટ પર લખ્યું છે કે, 'ગત સાંજે હું પુત્રીના હાઈડ્રોઇલેક્ટ્રિક પાવર જનરેટર સાથે જોડાયેલા સ્કૂલના પ્રોજેક્ટની તૈયારીમાં મદદ કરી રહ્યો હતો. આજે સવારે આના એક્ઝિબિશન માટે સ્કૂલમાં ગયો હતો. હું પરેશાન છું કે મીડિયા અમુક આરોપને લઈને મારી સામે સવાલ ઉઠાવી રહ્યું છે. આ ખરેખર ધૃણાપાત્ર છે.'

    નવાઝ પર પત્નીની જાસૂસી કરવાનો આરોપ લાગ્યો છે. આ કેસમાં થાણે પોલીસે તેને સમન્સ પણ પાઠવ્યું હતું. આ સમન્સ તેની પત્નીની કોલ ડિટેઇલ અને કોલ રેકોર્ડિંગને લઈને જાહેર કરવામાં આવ્યું હતું.

    મુંબઈના થાણેની ક્રાઇમ બ્રાંચે 11 લોકોની કોલ ડિટેઇલ સાથે ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોએ આરોપ લગાવ્યો કે નવાઝુદ્દીની પોતાની પત્નીની જાસૂસી કરાવી રહ્યો હતો. આ માટે થાણે પોલીસે આ કેસમાં નવાઝુદ્દીનને પણ તપાસ માટે બોલાવ્યો હતો, પરંતુ કોઈ કારણસર તે તપાસ એજન્સી સામે હાજર રહ્યો ન હતો.

    જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની પૂછપરછ દરમિયાન નવાઝુદ્દીનનું નામ આવ્યું હતું. આરોપીઓનું કહેવું છે કે નવાઝે કોઈ જાસૂસની મદદથી પત્ની અંજલીની ફોન કોલ ડિટેઇલ અને એસડીઆર કઢાવી છે.

    નવાઝુદ્દીન સિદ્દીકીની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તે ફિલ્મ 'ઠાકરે'ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ મરાઠાના સિંહ કહેવામાં આવતા બાલાસાહેબ ઠાકરેની બાયોપિક છે. આ ફિલ્મનું ટિઝર બહાર પાડવામાં આવી ચુક્યું છે. ફિલ્મમાં નવાઝના દેખાવની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે.

    આ ઉપરાંત નવાઝ પોતાની પ્રથમ વેબ સીરિઝ 'સેક્રેડ ગેમ્સ'ને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. આ સીરિઝમાં તે પાવરફૂલ ગણેશ ગાયતોંડેનું પાત્ર ભજવી રહ્યો છે.

    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Nawazuddin siddiqui, Social media, Spy, Wife

    આગામી સમાચાર