Home /News /entertainment /Nawazuddin Siddiqui B'Day Spl: જ્યારે પિતાએ નવાઝનાં ઘરે આવવાં પર રોક લગાવી હતી, આ કારણથી હતો પરેશાન
Nawazuddin Siddiqui B'Day Spl: જ્યારે પિતાએ નવાઝનાં ઘરે આવવાં પર રોક લગાવી હતી, આ કારણથી હતો પરેશાન
નવાઝુદ્દીન સિદ્દીકી આજે તેનો 47મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
Happy Birthday Nawazuddin Siddiqui: નવાઝુદ્દીન સિદ્દીકી પહેલેથી જ એક્ટર બનવાં માંગે છે. તેણે આ સીવાય જીવનમાં કોઇ અન્ય કરિઅર વિકલ્પ પસંદ નહોતો કર્યો. તેણે ગ્રેજ્યુએશન બાદ 9થી 5 એક કેમિસ્ટ તરીકે એક પેટ્રોકેમિકલ કંપનીમાં કામ પણ કર્યું છે. આજે તેમનો 47મો જન્મ દિવસ (Nawazuddin siddiqui Birthday) છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) એ એક્ટરની લિસ્ટમાં શુમાર છે. જે કોઇ ફિલ્મી બેકગ્રાઉન્ડનો નથી. તેને પોતાની મહેનત અને વર્ષોનાં સંઘર્ષ બાદ પોતાની ઓળખ બનાવી છે. નવાઝુદ્દીન સિદ્દીકી જ્યારે કોઇ ફિલ્મમાં હોય ત્યારે લીડ એક્ટરથી વધુ ચર્ચાઓમાં લે છે. તેમણે એ સાબિત કરી બતાવ્યું કે, બોલિવૂડમાં ફક્ત ગૂડ લૂક્સ નહીં પણ એક્ટિંગ અને ટેલેન્ટ પણ ટકેલું છે. આજે નવાઝુદ્દીન સિદ્દીકી (Happy Birthday Nawazuddin Siddiqui) તેમનો 47 જન્મદિવસ ઉજવી રહ્યો છે.
નવાઝુદ્દીન સિદ્દીકી હમેશાં જ એક્ટર બનવાં માંગતો હતો. આ ઉપરાંત તેણે જીવનમાં કોઇ કરિઅર વિકલ્પનહોતો પસંદ કર્યો. તેણે ગ્રેજ્યુએશન બાદ 9થી 5 એક કેમિસ્ટ તરીકે એક પેટ્રોકેમિકલ કંપનીમાં કામ પણ કર્યું છે. પણ થોડા જ સમયમાં તે કંટાળી ગયો અને તેને લાગ્યું કે તેણે તે જ કરવું જોઇએ જેમાં તે કંઇક ઉત્તમ કરી શકે છે. તે બાદ નવાઝુદ્દીન સિદ્દિકીએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પણ એડમિશન લીધું હતું.
ધર આવવા પર લાગી હતી પાબંદી- કોર્સ પૂર્ણ થતા જ નવાઝુદ્દીન સિદ્દીકી મુંબઇ પહોચ્યો પણ તેનો રસ્તો ઘણો મુશ્કેલી ભર્યો હતો. તેને 'શૂલ', 'સરફરોસ', 'મુન્નાભાઇ એમબીબીએસ' જેવી મોટી મોટી ફિલ્મોમાં નાના નાના રોલ અદા કર્યા હતાં. ઘણાં વર્ષો તો નવાઝુદ્દીન સિદ્દીકીએ આ રીતે મુંબઇમાં તેનો પગ જમાવવાં મહેનત કરતો હતો પણ તેનાં પિતા તેનાંથી નારાજ હતાં. નવાઝુદ્દીન સિદ્દીકીએ આ રીતે ઘરે આવવા પર પાબંદી લગાવવામાં આવી હતી. તેનાં પિતાએ સ્પષ્ટ કહી દીધુ કે તે ઘે ન આવે. તેનાં આવા રોલ્સને કારણે તેઓ શરમમાં મુકાઇ જાય છે.
કિસ્મત અને મેહનતે આપ્યો સાથ- પણ આ બાદ, નવાઝુદ્દીનની કિસ્મતે તેને એવો સાથ આપ્યો કે તેનાં આખા પરિવારને તેનાં પર ગર્વ થવા લાગ્યો. નવાઝુદ્દીન પહેલાં ઘણી વખત કહી ચુક્યાં છે કે, તેમને તેમનાં ગામથી ખુબજ લગાવ છે. અહીં સુધી કે તેણે લોકડાઉનનો મોટો સમય ગામમાં જ વિતાવ્યો છે તે ત્યાં ખેતી કરતો અને ગામમાં આરામથી રહેતો.
આખરે બની ગયો સ્ટાર- નવાઝુદ્દીન સિદ્દીકીએ અનુરાગ કશ્યપની ફિલ્મ 'બ્લેક ફ્રાઇડે'માં કામ કર્યું હતું. જે બાદ તેણે 'ફિરાક', 'ન્યૂયોર્ક' અને 'દેવ ડી' જેવી ફિલ્મોમાં કામ કર્યું. જે લોકોને પંસદ આવ્યું. બાદ તેણે 'કહાની' અને 'ગેંગ્સ ઓફ વાસેપુર' કરી જેણે તેને સ્ટાર બનાવી દીધી. નવાઝુદ્દીન સિદ્દીકી આજે જે જગ્યાએ છે તે તેની અનહદ મેહનતને કારણે છે. તેનાં સંઘર્ષનાં વખાણ બોલિવૂડનાં ઘણાં કલાકાર કરતાં હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર