Home /News /entertainment /નવાઝની પત્ની આલિયાએ મેનેજર વિરુદ્ધ રજૂ કર્યા ચોંકાવનારા પુરાવા, કહ્યું, મારી દીકરી...

નવાઝની પત્ની આલિયાએ મેનેજર વિરુદ્ધ રજૂ કર્યા ચોંકાવનારા પુરાવા, કહ્યું, મારી દીકરી...

આલિયાએ નવાઝના મેનેજર વિરુદ્વ લગાવ્યા ગંભીર આરોપો

તમને જણાવી દઈએ કે નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે અમે બંને ઘણા વર્ષોથી અલગ રહેતા હતા. અમારા બંનેના છૂટાછેડા થઈ ગયા છે, ફક્ત બાળકો ખાતર અમે વાત કરતા હતા.

મુંબઈ : નવાઝુદ્દીન સિદ્દીકીનો (Nawazuddin Siddiqui) મામલો હાલ સતત ચર્ચામાં છે. થોડા દિવસોથી અભિનેતા પર આરોપો લગાવી રહેલી તેની પત્ની આલિયાએ તાજેતરમાં વધુ એક ચોંકાવનારો પુરાવો રજૂ કર્યો છે. જેમાં આલિયાએ નવાઝુદ્દીન પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.

હવે તેણે નવાઝના મેનેજર પર ગંભીર આરોપ લગાવ્યા છે. હોળીના દિવસે આલિયાએ નવાઝ સાથેની તેની દલીલનો ઓડિયો પણ જાહેર કર્યો હતો. ઉપરાંત, આલિયા સિદ્દીકીએ આરોપ લગાવ્યો હતો કે, નવાઝના મેનેજરે તેની પુત્રીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, નવાઝુદ્દીન સિદ્દીકીએ આલિયા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, હું ચૂપ છું એટલે મને દરેક જગ્યાએ ખોટી માનવામાં આવી રહી છે. જેનો જવાબ આપતાં આલિયાએ એમ પણ કહ્યું કે, તમે બેજવાબદાર પિતા છો.

આ પણ વાંચો : સતીશ કૌશિકના નિધન પર નીના ગુપ્તા ગમગીન થઈ, વ્યક્ત કર્યું પોતાનું દુખ, કહ્યું, હું હંમેશા તેમની પત્ની સાથે...

જેણે તેની સગીર પુત્રીને તેના મેનેજર સાથે આ જ હોટલમાં મૂકી હતી. મને ખબર પણ ન પડી અને તમે તેને મેનેજર સાથે દુબઈ મોકલી દીધી. તે દરમિયાન તમારા મેનેજરે મારી પુત્રીને અયોગ્ય રીતે સ્પર્શ કરી હતી, અને તેને ઘણી વખત ગળે લગાડેલી. મારી પુત્રીએ પણ કહ્યું હતું કે, તે સેફ ફીલ નથી કરી રહી.

નવાઝે 2015માં આલિયાને ટોર્ચર કરી હતી

નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, અમે બંને ઘણા વર્ષોથી અલગ રહેતા હતા. અમારા બંનેના છૂટાછેડા થઈ ગયા છે, ફક્ત બાળકો ખાતર અમે વાત કરતા હતા. આલિયાએ આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મારા પુત્રનો જન્મ 2015માં થયો હતો. તે સમયે પણ અમે સાથે રહેતા હતા. પછી તમે મને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો. મને 2011 સુધી ખબર ન હતી કે, હું તમારી પત્ની નથી. દુનિયા સામે જૂઠું કેમ બોલો છો.

આલિયા સિદ્દીકીએ ઓડિયો શેર કર્યો છે

નવાઝની પત્ની આલિયા સિદ્દીકીએ પણ અભિનેતા સાથેનો એક ઓડિયો શેર કર્યો છે. જેમાં તેણી પુત્રીને મેનેજર અનુપ સાથે મોકલવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ઓડિયોમાં તે નવાઝુદ્દીનને કહેતી સંભળાય છે કે, તમે તમારી યુવાન પુત્રીને કોઈની સાથે કેવી રીતે મોકલી શકો? આના પર નવાઝે કહ્યું કે, તેનો મેનેજર વિશ્વાસપાત્ર માણસ છે.
First published:

Tags: Celebrity couple, Divorce, Nawazuddin siddiqui

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો