અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ને તેની ભત્રીજી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda)એ જન્મદિવસ ( Happy Birthday)ની શુભેચ્છા પાઠવી હતી. તો નવ્યા નવેલીએ હવે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટમાં, તેના મામુને તેના "કુટુંબના પ્રિય સભ્ય" અને તેના "પાર્ટનર ઈન ઓલ ક્રાઇમ" ગણાવ્યા છે.
નવ્યાએ એક્ટર સાથે એક સેલ્ફી શેર કરી અને લખ્યું, "જન્મદિવસની શુભેચ્છાઓ. તમે ફક્ત મારા પરિવારના પ્રિય સભ્ય હોઈ શકો છો, પાર્ટનર ઈન ઓલ ક્રાઇમ!"
તેની આ પોસ્ટ પર ઘણી કૉમેન્ટ્સ આવી હતી અને જેમાં એક કોમેન્ટ અભિનેતા સિકંદર ખેરની હતી, જે અભિષેકના નજીકના મિત્રોમાંના એક છે. નવ્યા અભિષેકની બહેન શ્વેતા બચ્ચન નંદાની પુત્રી છે. તેણે ગયા વર્ષે ન્યૂયોર્કની ફોર્ડહામ યુનિવર્સિટીમાંથી સ્નાતક ની પદવી મેળવી હતી. આ પહેલા તે લંડનની સેવનઓક્સ સ્કૂલમાં ભણતી હતી, જ્યાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન પણ હતો.
અભિષેકને દેશભરમાં તેના ચાહકો તરફથી શુભેચ્છાઓ મળી છે. બીજી એક ખાસ શુભેચ્છા તેના પિતા અમિતાભ બચ્ચન તરફથી પણ મળી, જેમણે તેમના સંબંધ કેવી બદલાયા છે, તેની ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. બિગ બીએ પોસ્ટમાં બે ફોટોગ્રાફ્સ શેર કર્યા. પહેલા ફોટામાં અમિતાભ એક યુવા અભિષેકનો હાથ પકડીને લઇ જઈ રહ્યા છે, બીજામાં તે અભિષેક છે જેણે તેના પિતાનો હાથ પકડ્યો છે અને એક ટોળામાં તેમને દોરી રહ્યો છે.
અભિષેક એમેઝોન પ્રાઈમની સ્પોર્ટ્સ ડોક્યુમેન્ટ્રી સિરીઝ ઓફ ધ સોઇલ: જયપુર પિંક પેન્થર્સમાં દેખાયો. આ સિરીઝ કબડ્ડીની ટીમ, જયપુર પિંક પેન્થર્સની યાત્રાને અનુસરે છે, જેના માલિક અભિષેક છે.
અભિષેક છેલ્લે અનુરાગ બાસુ દિગ્દર્શિત ડાર્ક કોમેડી ક્રાઇમ ફિલ્મ 'લુડો'માં જોવા મળ્યો હતો. અભિષેકે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મમાં નિવૃત્ત ગુંડાની ભૂમિકા ભજવી હતી.
હાલ તેની પાસે બે રસપ્રદ પ્રોજેક્ટ્સ છે- ધ બીગ બુલ અને બોબ બિસ્વાસ. 'બિગ બુલ' એક બાયોગ્રાફિકલ મૂવી છે, જે સ્ટોકબ્રોકર હર્ષદ મહેતાના જીવન પાર આધારિત છે, જેમાં 1980 અને 1990 વચ્ચેના તેમના કૌભાંડોની વિગતો આપવામાં આવી હતી. 'બોબ બિસ્વાસ' ફ્રેન્ચાઇઝની ક્રાઈમ થ્રિલર સ્પિન ઓફ છે.
ગયા વર્ષે અભિષેકે એમેઝોન પ્રાઈમ વિડીયોની સીરીઝ 'બ્રીથ: ઈન્ટુ ધ શેડોઝ' થી ઓટીટી ડેબ્યૂ કર્યું હતું, જેમાં અમિત સાધ અને નિત્યા મેનને પણ કામ કર્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર