નવ્યા નવેલીની લેટેસ્ટ ફોટો પર ફિદા થયો મીઝાન જાફરી, બોલ્યો- 'Wow... કોણે ક્લિક કરી'

નવ્યા નવેલી નંદા

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની દોહીત્રી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda) ફિલ્મોથી ભલે દૂર છે પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ નવ્યાએ તેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પબ્લિક કર્યુ છે. સોશિયલ મીડિયા પર નવ્યાની એકથી એક તસવીરો શેર કરી છે. હવે નવ્યાએ તેની કેટલીક નવી તસવીરો શેર કરી છે. જેનાં પર ખુબ બધી લાઇક્સ આવી રહી છે. આ તસવીર પર નવ્યાનાં મિત્ર અને જાવેદ જાફરીનાં દીકરી મીઝાન જાફરી (Meezan Jaaferi)એ કમેન્ટ કરી છે.

  નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તે કોઇ રેસ્ટોરન્ટમાં બેઠેલી નજર આવી રહી છે. તેણે બ્લેક આઉટફિટ પહેરેલું છે. અને સિલ્વર નેકલેસ પહેર્યું છે. તે ખુબજ સુંદર લાગી રહી છે.  આ તસવીરો જોયા બાદ મીઝાને તેનાં પર કમેન્ટ કરી છે તેણે લખ્યું છે કે, 'વાહ, હું આશ્ચર્યચકિત છુ કે આટલી સારી તસવીરો કોણે લીધી.' તેની સાથે જ તેણે દિલ વાળી ઇમોજી પણ શેર કરી છે. મીઝાનની આ કમેન્ટનાં જવાબમાં નવ્યાએ લખ્યું કે, 'મારા પર્સનલ ફોટોગ્રાફરે' તો બોલિવૂડનાં કિંગ ખાન શાહરૂખની દીકરી સુહાનાએ નવ્યાની તસવીર પર 'વાહ' લખ્યું છે.
  નવ્યા નવેલી નંદા સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. જેના પર ફેન્સ તેનાં જીવન અંગે માલૂમ પડે છે. એવામાં મીઝાન અને નવ્યાએ એક બીજાની તસવીર પર કમેન્ટ કરતાં રહે છે. સોશિયલ મીડિયા યૂઝર્સને શંકા છે કે તેઓ બંને એકબીજાને ડેટ કરે છે. જોકે હજુ સુધી પબ્લિકલી તેમણે તેમનાં રિલેશન સ્વીકાર્યા નથી.

  મીઝાનની વાત કરીએ તો, ફિલ્મ 'મલાલા'થી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ચૂકેલી નવ્યા નવેલી નંદા ફિલ્મોથી દૂર છે. 24 વર્ષની નવ્યા 'આરા'ની કો- ફાઉન્ડર છે. આ એક હેલ્થકેર પોર્ટલ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તે મહિલાઓનાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પર વાત કરે છે.
  Published by:Margi Pandya
  First published: